Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

આજે આર્થિક દિશામાં સફળતા મળશે. વાણીની નરમાઈ તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. તમારા સ્વાસ્થ્ય વિશે સાવધાન રહેવું. ખોરાકમાં ધ્યાન રાખો. કોઈ જૂના મિત્ર અથવા સંબંધીને મળી શકો છો. આજે જાહેર ક્ષેત્રોમાં પણ તમારો રસ રહેશે. તથા ભવિષ્યને લગતી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ બનશે. સાથે જ કોઇ અનુભવી વ્યક્તિના માર્ગદર્સન દ્વારા તમે તમારા કામ તથા પોતાનામાં યોગ્ય સુધાર લાવી શકો છો.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

તમારા પ્રયત્નો સફળ થશે. તમને ક્ષેત્રમાં અધિકારીઓ અને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે. પદ, પ્રતિષ્ઠા વધશે. કોઈ ખાસ મિત્ર સાથે મિલાપની સંભાવના છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રાખશો તો સારું રહેશે. આર્થિક સ્થિતિને લઇને થોડી ચિંતા રહેશે, ક્જલ્દી જ આ પરિસ્થિતિઓને નિયંત્રણમાં કરી લેશો. વધારે ખર્ચ પણ સામે આવી શકે છે. પોતાની ઇચ્છાપૂર્તિ માટે કોઇપણ પ્રકારનો ખતરો ઉઠાવશો નહીં.

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નહીં તો પરેશાની થઈ શકે છે. વાણી ઉપર સંયમ રાખો અને કોઈની સાથે દલીલ ના કરો. તમારી પરિસ્થિતિના જે પણ નકારાત્મક પહેલૂ છે, માત્ર તેમાં જ પરોવાઈને કામ કરવાની જરૂર છે. તમારી મહેનત પ્રમાણે ફળ મળી શકે છે. હાલના સમયમાં જે કોઈ કઠિનાઈ લાગી રહી હોય તો તેને જ હકીકત ન માનીને નક્કી કરેલા લક્ષ્ય પર ધ્યાન આપી કામ કરો.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

તમારી દિનચર્યા ખૂબ જ વ્યસ્ત રહેશે અને તમને તેનુ પોઝિટિવ ફળ પણ મળી શકશે. રાજકીય મામલે કોઇના સહયોગથી ઉકેલ પ્રાપ્ત થઇ શકે છે. અંગત સંબંધમાં મધુરતા જાળવી રાખવા માટેની તમારી કોશિશ રહેશે. કોઇપણ કામમાં ઉતાવળ ન કરો. રૂપિયા-પૈસાના મામલે કોઇ વિવાદ થવાની સ્થિતિ રહેશે. થોડા લોકો તમારી બદનામી કરવાની કોશિશ કરશે. પરંતુ ભાવનાઓમાં વહીને કોઇ નિર્ણય લેશો નહીં.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. કોઇ પ્રિય મિત્ર સાથે ઘણાં સમય પછી મુલાકાત થશે તથા કોઇ વિશેષ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં પણ થશે. તમારી પ્રબળ ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસથી તમે તમારા કાર્યને અંજામ આપવામાં પણ સક્ષમ રહેશો. વ્યક્તિગત જીવનમાં રાખવામાં આવેલ લક્ષ્ય કઠિન લાગે. પ્રયત્ન કરવા છતાં પણ ફેરફાર ન થવાથી ઉદાસ રહી શકો. પારિવારિક જીવન સુધરતુ લાગશે. જે વાતની અત્યાર સુધી ચિંતા હતી તેને લગતો માર્ગ મળવાથી પરિવાર સાથે જોડાયેલા કર્તવ્ય અને કામને પૂરું કરવા તમારી માટે આસાન રહેશે.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

આજે આ રાશિના જાતકો તમારી શકિતમાં વધારો કરી રહ્યા છે. શત્રુ તમારી સંપત્તિ, ધનશક્તિની વૃદ્ધિની ઇર્ષ્યા કરશે. પારિવારિક જીવન સુખી રહેશે. તમને સરકારનો સંપૂર્ણ સહયોગ મળશે. અટકેલા કાર્યો પૂરા થશે. કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જવા અથવા ચોરી થવાની સંભાવના છે, જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ.

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

આજે આ રાશિવાળા બેરોજગાર લોકોને આજે રોજગારી મળે તેવી સંભાવના છે. આર્થિક દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો પણ સફળ થશે. તમારા ભોજનમાં નિયંત્રણ રાખો. સાસરિયાઓથી લાભ થશે. કોઈ પણ વ્યક્તિ સાથેની કોઈ વાદ-વિવાદમાં પડશો નહીં. કોઇપણ કામમાં ઉતાવળ ન કરો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

આજે તમારું સંપૂર્ણં ધ્યાન રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રહેશે અને તમે તેમાં સફળ રહેશો. કોઈ સાથે અચાનક મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલો કોઈ વિવાદ શાંતિથી પૂર્ણ થઈ જશે. ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. કોઇ પ્રિય મિત્ર સાથે ઘણાં સમય પછી મુલાકાત થશે તથા કોઇ વિશેષ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં પણ થશે. તમારી પ્રબળ ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસથી તમે તમારા કાર્યને અંજામ આપવામાં પણ સક્ષમ રહેશો

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

આ સમયે ભાઈ-બહેનો સાથે સંકલનનો અભાવ હોઈ શકે છે. જોકે વ્યાવસાયિક યોજનાને વેગ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો અને બેદરકારી ટાળો. ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મનોરંજનની તકો પ્રાપ્ત થશે. વિરોધીઓ પરાજિત થશે. આજે વધુ કામના કારણે પરિવારના સભ્યો અને જીવનસાથીને સમય આપી શકશો નહીં.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

આજે જૂના રોગમાંથી છૂટકારો મેળવશો. ધંધાકીય દિશામાં તમને સફળતા મળશે. ખાવા-પીવામાં સમય રાખો. આજે બિનજરૂરી ખર્ચાનો સામનો કરવો પડી શકે છે. વિરોધીઓ આજે હારશે. તમને રોજગારીમાં સફળતા મળશે. સંતાન તરફથી ચિંતા થઈ શકે છે.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

આજે ઘર માટે જરૂરી વસ્તુઓમાં વધારો થશે. કોઈ કર્મચારી અથવા સંબંધીના કારણે તણાવ વધી શકે છે. પૈસા-વ્યવહારમાં સાવચેત રહો, નહીં તો નુકસાન થઈ શકે છે. સાસરિયા પક્ષથી તમને ફાયદો થઈ શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. રાજ્ય અને સરકારી ક્ષેત્રને લગતી બાબતોમાં આજનો દિવસ અનુકૂળ છે.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

આજે જૂના ઝઘડા અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. આજે વ્યાવસાયિક પ્રતિષ્ઠા વધશે. ભેટ અને સન્માનનો લાભ આજે મેળવી શકાય છે. કોઈ કાર્ય પૂર્ણ થતાં જ તમારો સ્વભાવ અને વર્ચસ્વ વધશે. સાસરિયા તરફથી તણાવ મળી શકે છે. મિત્રો સાથેના સંબંધો સારા રહેશે. આજે તમે કંઇક વિશેષ અને કંઇક અલગ બતાવવા માગો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.