Abtak Media Google News

તા. ૯.૧.૨૦૨૩ સોમવાર

સંવંત ૨૦૭૯ પોષ વદ ત્રીજ

આશ્લેષા નક્ષત્ર

પ્રીતિ યોગ, બવ કરણ

આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે

મેષ (અ,લ,ઈ) :

આજે આ રાશિના નોકરિયાત વર્ગ માટે દીવાસ મધ્યમ રહેશે, વેપારી મિત્રોને સારું રહે,ખરીદ વેચાણમાં લાભ થાય.

વૃષભ (બ,વ,ઉ) :

આજે આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ. ફસાયેલી ઉઘરાણી છૂટે, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પડશે.

મિથુન (ક,છ,ઘ) :

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. મનનું ધાર્યું ના થાય, માનસિક વ્યગ્રતા રહે,બેચેની જણાય.

કર્ક (ડ,હ):

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે આનંદમય. ભાગીદારીમાં કામ હોય તો લાભ થાય, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

સિંહ (મ,ટ):

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલ ભર્યો રહેશે. બિનજરૂરી દોડધામ ટાળવી ,શરીર બાબતે સાવચેતી રાખવી,ખાવા પીવામાં અને સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું જરૂરી

કન્યા (પ ,ઠ ,ણ ):

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. જુના સંબંધોને તાજા કરી શકો, પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.

તુલા (ર,ત):

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મંગલકારી. સુખ સગવડમાં વૃદ્ધિ થાય, નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

વૃશ્ચિક (ન ,ય ):

આજે આ રાશિના જાતકોનો દિવસ સ્ફૂર્તિમય રહેશે. તમારા વિચારોમાં તાજગી જોવા મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,ભાઈ ભાંડુ સુખ સારું રહે.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ):

આજે આ રાશિના જાતકોનો દિવસ શુભ. લેખન વાંચનથી પ્રગતિ થતી જોવા મળે, તમારા યોગ્ય વાણી વર્તન થી આગળ વધી શકો.

મકર (ખ ,જ ):

આજે આ રાશિના જાતકોનો દિવસ નીવડશે પ્રગતિમય. અન્ય ક્ષેત્રમાં આગળ ના વધતા રૂટિન કામમાં ધ્યાન આપવું, તમારા ક્ષેત્ર માં પ્રગતિ સાધી શકો,કાર્યસિદ્ધિ થાય.

કુંભ (ગ ,સ,શ ):

આજે આ રાશિના જાતકોએ કોઈ પણ બાબતે ધ્યાન રાખવું જરૂરી. નાની નાની બાબતો તમને અસર કરતી જોવા મળશે, ગુસ્સા પર કાબુ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

મીન (દ ,ચ ,ઝ ,થ):

આજે આ રાશિના જાતકોને થઈ શકે લાભ. થોડી ધીરજ રાખશો તો આકસ્મિત લાભ થાય,ધંધા માં બરકત જોવા મળે,શુભ દિન.

સૂર્યના ઉત્તર તરફ અયન સાથે શુભત્વની શરૂઆત થાય છે.

આવતીકાલે મંગળવરને અંગારકી સંકષ્ટી ચોથ છે અગાઉ લખ્યા મુજબ ક્રૂર ગ્રહોની અસર નાબૂદ કરવા આ દિવસે ગણેશ પૂજા થી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે ખાસ કરીને આ દિવસે વ્રતપૂર્વક ગણપતિ અથર્વશીર્ષનાં પાઠ કરવાથી ખુબ લાભ મેળવી શકાય છે. આગામી બુધવારે સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને મંગળ મહારાજ માર્ગી બનશે મંગળનો અમલ પોલીસ ફોર્સ, સેના, લડાઈ, લોહી,જમીન સાથે છે તેના માર્ગી થવાથી સેના મોટું ઓપરેશન પાર પડતી જોવા મળશે વળી પોલીસ ફોર્સ વિશેષ હરકતમાં આવતી જોવા મળશે વળી આ સમયમાં જમીનને લગતી બાબતો જે અટવાઈને પડી હશે તે સોલ્વ થતી જોવા મળશે અને લોહી સબંધી બીમારીઓમાં રાહત થતી જોવા મળશે. મકર સંક્રાન્ત નજીક આવી રહી છે અને સૂર્ય સંક્રાંતિનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. આમ તો સૂર્યની દરેક સંક્રાંતિ મહત્વની હોય પણ સૂર્ય જયારે તેના પુત્ર શનિની પ્રથમ રાશિમાં પ્રવેશ કરે છે ત્યાર થી તેનું ઉત્તર તરફનું ભ્રમણ શરુ થાય છે એટલે જ મકર સંક્રાન્તને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ અને ભીષ્મપિતામહે દેહત્યાગ માટે મકર સંક્રાન્ત, ઉત્તરાયણની રાહ જોઈ હતી કેમ કે સૂર્યના ઉત્તર તરફ અયન સાથે શુભત્વની શરૂઆત થાય છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.