Abtak Media Google News

મેષ રાશિફળ (Aries): આજે તમે જાહેર કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપશો. તમારા પરિવારની પ્રતિષ્ઠા વધારવા બદલ તમારા પરિવારના સભ્યોને તમારા પર ગર્વ થશે. પરંતુ ઘરના કાર્યોમાં આળસ રાખતા થોડા સમય માટે વાતાવરણ બગડશે. બપોર સુધીનો સમય વ્યસ્ત રહેશે. આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. ધંધામાં કોઈ ડીલ રદ થવાની અથવા અન્ય કોઈપણ પ્રકારનો અવરોધ ઊભો થાય તેવી સંભાવના છે.

વૃષભ રાશિફળ (Taurus):  તમારા માટે આજનો દિવસ શાંતિપૂર્ણ રહેશે. તમે કાર્યો પ્રત્યે બહુ ગંભીર નહીં રહો, તેમ છતાં તમે જે કાર્ય કરો છો તેમાં નિશ્ચિત સફળતા મળશે. કોઈને પણ આપેલા વચન સમયસર પૂરા કરવામાં અસમર્થ રહેશો. નાણાકીય રીતે આજનો દિવસ ઓછો નફાકારક રહેશે. આજે તમારા માટે પ્રગતિનો દિવસ છે. કાર્યસ્થળ પર અનુકૂળ વાતાવરણ રહેશે એટલે સફળ થશો, તેના પરિણામ ચોક્કસપણે નાણાકીય લાભોના રૂપમાં મળશે

મિથુન રાશિફળ (Gemini) :  આ દિવસે તમારી પોતાની ભૂલથી નુકસાન પહોંચાડી શકો છો. તમારા નિર્ણયને વળગી નહીં રહો તો જાહેર ક્ષેત્રમાં અથવા પરિવારમાં ટીકાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પરનો મોટાભાગનો સમય અવ્યવસ્થિત કાર્યોને સુધારવામાં ખર્ચવામાં આવશે. નોકરી કરતા લોકોને વધારે કામ મળતા થોડી અગવડતા રહી શકે છે, પરંતુ બપોર સુધીમાં મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ જશે. આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ સંતોષકારક રહેશે, છતાં પૈસા સંબંધિત કામોમાં સ્પષ્ટતા રાખો.

કર્ક રાશિફળ (Cancer) : કોઈની સાથે ઝઘડો ના થાય તેની સંપૂર્ણ કાળજી લો. નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ સારો રહેશે. મિત્રો સાથે બદલાતા સંબંધોના કારણે માનસિક તકલીફ થોડી માત્રામાં પરેશાન કરી શકે છે પરંતુ તમારું મોટાભાગનું ધ્યાન પોતાના જીવન તરફ રહેવાના કારણે જે વાત જીવનથી છૂટી રહી છે તેને અપનાવતા શીખો. આજે તમે શાંત દિવસ પસાર કરશો.

સિંહ રાશિફળ (Leo) : આજનો દિવસ તમારા માટે વિપરિત પરિસ્થિતિવાળો હોઈ શકે છે. તમે જે પણ કાર્ય કરો છો તેની સફળતા શંકાસ્પદ રહેશે, પરંતુ તમને લાભ થતો રહેશે. પરિવારના સભ્યો તમારો મૂડ સમજી શકશે, જેના કારણે પરસ્પર સુમેળ રહેશે. ધાર્મિક ક્ષેત્રની યાત્રા પણ બનશે. આ દિવસે તમારો નિત્યક્રમ થોડો અશાંત રહી શકે છે. તમારે કોઈ ખર્ચાળ કામ કરવા પડશે, જે પારિવારિક સુખ અને શાંતિ માટે જરૂરી રહેશે, પરંતુ બજેટ બગડવાનો ભય છે.

કન્યા રાશિફળ (Virgo) : આજે સિદ્ધિનો દિવસ રહેશે. દિવસની શરૂઆતથી કોઈપણ કાર્ય પૂર્ણ કરવા ઉતાવળ રહેશે. વેપારી વર્ગને આજે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. તમે મિત્રો અને પ્રિયજનોને તમારા ઘરે આમંત્રિત કરી શકો છો અને તેમની સાથે વાત કરવા માટે સારો સમય આપી શકો છો. તમારે અનેક કાર્યોનો સામનો કરવો પડશે. ખર્ચ આવક કરતા વધારે હોઈ શકે છે, પરંતુ ફક્ત જરૂરી કામોમાં ખર્ચ કરશો.

તુલા રાશિફળ (Libra) : નજીકના સમયમાં તમને નાણાંનો લાભ થશે. લવ લાઈફ માટે સમય અનુકૂળ છે અને જીવનસાથી તમારા બધા કામમાં સહકાર આપશે. તમારો ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે. નવા લોકો સાથે જોડાવવાના કારણે તમને નવી ઊર્જા મળશે. મુશ્કેલ કાર્યોને પૂર્ણ કરવા માટે તમે વધારે મહેનત કરશો.માર્કેટિંગને લગતા કાર્યોમાં ગતિ આવશે. આજે તમારી અંદર વધુ ચંચળતા રહેશે. જો મન કોઈ એક નિર્ણયને વળગી નહીં રહે તો લાભની તકો ખોવાઈ શકે છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio): આજે તમે ઝડપથી કોઈ પર વિશ્વાસ નહીં કરો. શંકા રાખતા ઘરના સભ્યો સાથે બગાડી શકો છો. આજે એકાગ્રતા રહેશે નહીં. આર્થિક લાભ સાંજના આસપાસ થશે. કોઈ સમારોહમાં જવાનું આમંત્રણ મળી શકે છે તથા લોકો સાથે હળવું-મળવું તમને આનંદ આપશે. જમીનને લગતા વિવાદો અંગે પોઝિટિવ ચર્ચા-વિચારણાં થશે.

ધન રાશિફળ (Sagittarius) :  મોટાભાગે તમે તમારા પોતાનામાં વ્યસ્ત રહેશો, પરંતુ થોડી આળસ કર્યા પછી તમે તમારું કાર્ય પૂર્ણ નિષ્ઠાથી કરી શકશો. ખોટી અવર-જવરમાં સમય ખરાબ ન કરો. ખર્ચ વધારે રહેશે પરંતુ ગભરાશો નહીં. આ ખર્ચ તમારા માટે પડકાર  સાબિત થશે. તમારી ઇચ્છાપૂર્તિ માટે કોઈપણ પ્રકારનો ખતરો ઉઠાવશો નહીં.

મકર રાશિફળ (Capricorn) : આજે કાર્યક્ષેત્રમાં ધંધો કંઈ ખાસ રહેશે નહીં, છતાં આત્મસંતોષની લાગણીને કારણે મન પરેશાન નહીં થાય. આ દિવસે તમારે તમારા વડીલોના આદેશોનું પાલન કરવું પડશે. સ્પર્ધકો તમારી આગળ ઊભા રહી શકશે નહીં. તમારી યોજનાઓને શરૂ કરવા માટે કોશિશ કરો, તમને ચોક્કસ જ સફળતા મળશે. સંબંધીઓ સાથે ચાલી રહેલા મનમુટાવને દૂર કરવામાં તમારી ખાસ ભૂમિકા રહેશે.

કુંભ રાશિફળ (Aquarius) :. આજે કોઈપણ વ્યક્તિ કે જે તમારી પાસે થોડી આશા લઈને આવ્યો છે તે ખાલી હાથે નહીં જાય. જોખમી કાર્યો કરવાથી બચવું. આ કારણે તમે ફાયનાન્સને લગતી મુશ્કેલીઓમાં ફસાઈ શકો છો. તમારી ગતિવિધિઓ અને યોજનાઓ અંગે કોઈ સાથે ચર્ચા ન કરો.  વેપારમાં થોડી સફળાત સામે આવશે અને તેમાં યોગ્ય સફળતા પણ મળી શકે છે.

મીન રાશિફળ (Pisces) : પૈસા સંબંધિત કામમાં સાવચેત રહો, નહીં તો નુકસાન થઈ શકે છે. સાથીઓ ઓફિસમાં સહયોગ ઘટાડશે, જેના કારણે તમારું મન પરેશાન થઈ શકે છે. તમે ઘણાં સમયથી જે કામ કરવા માટે કોશિશ કરી રહ્યા હતાં, આજે તેને લઈને અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર લાવવા અંગે વિચાર કરશો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.