Abtak Media Google News

અબતક, રાજકોટ

આવતીકાલે ર6મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વે પ્રહલાદ પ્લોટ જૈન સંઘના ઉપક્રમે આચાર્ય યશોવિજય સુરિશ્ર્વરજીની નિશ્રામાં ‘સંયમ રંગ વધામણા’ સાથે મુમુક્ષુ કલ્પક કુમાર પ્રવજયાના પંથે જશે. સંસાર ભોગવવાની શરુઆતની ઉંમરમાં દીક્ષા અંગીકાર કરીને ત્યાગ, તપની મિસાલ કાયમ કરી છે. તેમ આચાર્ય પશોવિજય સુરિશ્ર્વરજી મ.સા.એ જણાવ્યું હતું.

જૈન સાધુનું જીવન જ ઉપદેશ જે સાધનાના વાઈબ્રેશન જગતમાં ફેલાવવાનું કામ કરે છે: દીક્ષા અનેક જીવો માટે આદર્શરૂપ: પૂ. આચાર્યજી

દીક્ષા જૈન સાધુનું જીવન, જીવદયા તપ અને સાધના વગેરેનો ઉલ્લેખ કરતા પૂ. આચાર્યજીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જૈન સાધુ દુનિયાના કોઇપણ જીવની હિંસા ન થાય તે પ્રત્યે વધુ સજાગ હોવા ઉપરાંત તેને કોઇ ઇલેકટ્રીક સાધનોની જરુરીયાત રહેતી નથી. જૈન સાધુ પોતાના માથાના વાળ વર્ષમાં બે વખત ખેંચી ખેંચીને કાઢે છે. અને પોતાની જાત પ્રત્યે કઠોર હોય છે પરંતુ જગતના તમામ જીવો માટે માખણ કરતાં પણ મુલાયમ હોય છે. પગપાળા વિહાર કરી વિશ્ર્વ મંંગલની પ્રાર્થના કરે છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જૈન સાધુનું જીવન જ ઉપદેશ છે. સાધનાનું વાયબ્રેશન જગતમાં ફેલાવાનું કામ જૈન સાધુઓ કરે છે.

પ્રહલાદ પ્લોટ જૈન સંઘના પરિસરમાં સૌ પ્રથમ વખત યોજાનાર દીક્ષા અંગીકાર કાર્યક્રમનું યુ ટયુબ દ્વારા લાઇવ પ્રસારણ શહેરમાં 4 સ્થળોએ વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીન દ્વારા લોકો નિહાળી શકે તેવી વ્યવસ્થા

Screenshot 8 11

પૂ. આચાર્ય યશોવિજય સુરિશ્ર્વરજી મ.સા.એ મુમુક્ષુ કલ્પક કુમાર અંગે કહ્યું હતું કે, રાજકોટના પ્રહલાદ પ્લોટ જૈન સંઘમાં મુમુક્ષુ રત્ન કલ્પકકુમાર ઉમર વર્ષ 25ની ભર યુવાવયે સંસારનો ત્યાગકરી જૈન દીક્ષા અંગીકાર કરવા જઇ રહ્યા છે. ત્યારે તા. 24 જાન્યુઆરી સોમવાર થી સવારે 9.15 કલાકે કરણપરા ચોકથી આચાર્ય યશોવિજયસુશ્ર્વિરજી મહારાજા આદિ ઠાણા તથા સાઘ્વીજી ભગવંત બાપજી મ.સા.ના સમુદાયના પૂ. સાઘ્વીવર્યા કલાવતીશ્રીજી મ.સા. આદિ ઠાણાનું આ પ્રસંગે સામૈયું કરાયું હતું.ે તેમજ સામૈયામાં બેન્ડ વાજા, સંઘના યુવક મંડળના ભાઇઓ, સંઘના શ્રાવીકાઓ બેડા સાથે જોડાયા હતા. દીક્ષા નીમીતે ત્રણ દિવસના કાર્યક્રમના પ્રથમ દિવસે બપોરે 2.30 વાગ્યાથી ‘સંયમ રંગ વધામણા’ નું આયોજન કરાયું હતું. કમ્પ્યુટર સાયન્સમાં બી.ઇ. (સી.એસ.ઇ.) ની ડીગ્રી ડિસ્ટ્રીકશન માર્કસ અને મુમુક્ષુ એ મેળવીને દીક્ષા અંગીકાર કરી રહ્યા છે ત્યારે તેમના ઉજજવલ વસ્ત્રો તેમજ દીક્ષીત જીવનનાં જે ઉત્તમ ઉપકરણો ધારણ કરશે તે ઉપકરણોને કેસરના છાંટણા છાંટી રંગવાનો આ કાર્યક્રમ છે. એક છાબમાં સમાઇ જાય તેટલા જ ઉપકરણો દ્વારા તેઓ પોતાની જીંદગી ગુજારવાના છે. આવા ઉપકરણો ઉપર કેસર છાઁટણા કરી તેઓને શુભકામના પાઠવવાનો આ મંગલ અવસર છે. અચુક આ પ્રસંગ નીહાળશો.

સાંજના 7 થી સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન સમારોહ છે. રાજકોટના અનેક સંઘો કલ્પકકુમારનું સન્માન તો કરશે જ પ્લોટ શ્ર્વે. મૂ. જૈન સંઘ દ્વારા મુમુક્ષુનુ વિશેષ બહુમાન કરવામાં આવશે. સન્માન પત્ર અર્પણ કરવામાં આવશે. શ્રી સંઘના બાળકો તથા મહીલા મંડળના બહેનો દ્વારા પોતાના ભાવોને અલગ અલગ માઘ્યમ દ્વારા વ્યકત કરશે. અને સહુને જકડી રાખશે. છેલ્લા ઘણા સમયથી આ દીક્ષા પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટેશ્રી સંઘમાં જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. સંઘના પ્રમુખ પ્રવીણભાઇ સંઘવી તથા સમગ્રૅ કારોબારી, યુવક મંડળના 60 થી વધુ ભાઇઓ રાકેશભાઇ શેઠની આગેવાની હેઠળ ઉત્સાહથી કાર્ય કરવા જોડાયા છે. આ તમામ કાર્યક્રમોમાં સરકારની કોરોના અંગેની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. આ એક દિવ્ય માહોલના સાક્ષી બનવા રાજકોટ શહેરના શ્રાવક શ્રાવીકાઓને તથા ધર્મપ્રિય શહેરીજનોને પધારવા સંઘ પ્રમુખ પ્રવીણભાઇ સંધવીએ અનુરોધ કર્યો છે. ર6મી જાન્યુઆરીએ સવારે 6 કલાકથી પ્રવ્રજયા વિધિનો પ્રારંભ થશે.

આજ સાંજથી શરુ થનારા તમામ કાર્યક્રમો વિશ્ર્વના લોકો નિહાળી શકે તેવા હેતુથી યુ ટયુબમાં લાઇવ કરવામાં આવશે ઉપરાંત વર્તમાન પરિસ્થિતિને ઘ્યાને લઇ આ દીક્ષા અંગીકાર મહોત્સવને નિહાળવા રાજકોટના પ્રહલાદ પ્લોટ, કરણપરા કેશરીયાજી વાડી, જાગનાથ પ્લોટ, તથા નિર્મલા કોન્વે. રોડ પાશ્ર્વનાથ જૈન સંઘ ખાતે વિશાળ એલ.ઇ.ડી. સ્કીન મૂકવામાં આવશે જેથી યુ ટયુબ દ્વારા દીક્ષા અંગીકાર દિવ્ય માહોલને નિહાળી શકાય.

 

મારે શાંતિ મેળવવી છે: મુમુક્ષુ કલ્પકકુમાર

આત્મ કલ્યાણનો નિર્ણય લેનાર મુમુક્ષુ કલ્પકકુમાર માતા જયશ્રીબેન અને પિતા જયેશભાઇનો એકનો એક પુત્ર છે. માતાની મકકમતા અને પિતાના આશિર્વાદ સાથે પૂ. આચાર્ય યશોવિજય સુરિશ્ર્વરજી મ.સા.ની નિશ્રામાં આવતીકાલે દીક્ષા અંગીકાર કરી રહ્યા છે. માત્ર રપ વર્ષની યુવા વયે  દીક્ષા ગ્રહણ કરનાર કલ્પકકુમારે કોમ્પ્યુટર સાયન્સમાં બી.ઇ. ડીગ્રી ધરાવે છે તેના કહેવા પ્રમાણે જગતમાં ગમે તેટલું મળે તો પણ કંઇક વધુ મેળવવાની આશા તો રહે જ છે. શાંતિ નથી મેં માત્ર સાધુતામાં શાંતિના દર્શન કર્યા છે. દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય લીધો છે તેમ તેઓએ જણાવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.