Abtak Media Google News

જાણીતા કલાકારો રાજકોટવાસીઓને ડોલાવશે: મિસ્ટીક ગ્રુસના લાઈવ બેન્ડ સાથે ડી.જે.ડાન્સ વીથ ડિનર યોજાશે: કલાકારો સાથે આયોજકો અબતકના આંગણે

મોર્ડન ગ્રુપ પ્રેઝન્ટસ એન્ડ આશા ઓલ સ્પેસ દ્વારા ઘંટેશ્વર પાર્કમાં થર્ટી ફર્સ્ટની મ્યુઝીકલ નાઈટનું આયોજન કરાયું છે. સાંજે હાઈ વોલ્ટેજ બોલીવુડ મ્યુઝીકલ નાઈટ યોજાનાર છે. જેમાં યુવા હૈયાઓ ડી.જે.ડાન્સ વીથ ડિનરનો જલ્સો કરશે.  થર્ટી ફર્સ્ટ સેલીબ્રેશન માટે આવેલા કલાકારોએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે રાજકોટ આવીને ખુબ જ ઉત્સાહિત છીએ અને રાજકોટીયન્સને પાર્ટીમાં ડોલાવીશું. ઈરફાન ખાન સાથે કરેલી મુવી, પલાયન મુવી, આરક્ષણ સિરીયલ તેમજ આગામી ફેકટરી નામની મુવીમાં રોલ કરનાર શરદસિંહ રાજકોટવાસીઓને મોજ કરાવશે. તેમજ જેઓએ ૪૫થી વધુ આલ્બમ તેમજ ત્રણ મુવી કરેલી છે તેવા જીજ્ઞા ગૌસ્વામી ઉપસ્થિત રહેશે. જીજ્ઞા ગૌસ્વામીને ગઈકાલે બરોડામાં કહેવું કોને ફિલ્મ માટે એવોર્ડ મળ્યો છે. એકટ્રેસ, મોડેલ અને પ્રોડયુસર બેબોજી બગથરીયાને એકટર અને ડિરેકટરનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત હેતલ ઠકકર કે જેઓની આગામી મુવી આઈ લવ દુબઈ આવવાની છે. આ તમામ કલાકારોએ આજે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શહેરીજનોને થર્ટી ફર્સ્ટનો જલ્સો કરાવવા ઉત્સાહીત હોવાનું જણાવ્યું હતું.  સાંજની ડી.જે.ડાન્સ વીથ ડીનર પાર્ટીમાં મિસ્ટીક ગ્રુસનું લાઈવ બેન્ડ લોકોને ડોલાવશે. ડાન્સ પાર્ટીની સફળતા માટે મોર્ડન ગ્રુપના મુફદલભાઈ સાદીકોટ, આશા ઓલ સ્પેસના રીઝવાન કાદરી, હિમા રાઠોડ, કિંજલ કોઠીવાડી તેમજ અવઝલભાઈ (ભાઈજાન)એ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.