Abtak Media Google News

Table of Contents

સૌરાષ્ટ્રની પોતીકી ચેનલ એવી અબતકની 11 વર્ષની સફળ સફર, 12માં વર્ષમાં મંગલ પ્રવેશ

ન માત્ર સમાચાર પણ નોલેજ અને મનોરંજન સાથેની એક રસપ્રચુર થાળી પીરસવાનું ગૌરવ : પ્રજાના પ્રશ્ર્નોની વાચા આપવાની સાથે લોકપ્રહરી તરીકે સદાય અડીખમ રહેનાર અબતક ચેનલે વિકટ પરિસ્થિતિઓમાં મીડિયા શુ કરી શકે તેનું બખૂબી રીતે ઉદાહરણ પુરું પાડ્યું

સૌરાષ્ટ્રના 16.5 લાખ ઘરો સુધી ’અબતક’ ચેનલની પહોંચ : ન માત્ર આપણા દેશમાં પણ નેધરલેન્ડ, બેલજીયમ, જર્મની, યુકે, આયર્લેન્ડ, ડેનમાર્ક, ઇટાલી, સ્લોવેકીયા, પોલેન્ડ, સ્પેઇન અને નોર્વે સહિતના અનેક દેશોમાં પણ અબતકનો સાદ રણકે છે

સૌરાષ્ટ્રની પોતીકી ચેનલ અબતકનો કાલે જન્મદિવસ છે. આવતીકાલે અબતક ચેનલ 11 વર્ષની સફળ સફર પૂર્ણ કરીને 12માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે ન માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પણ દેશના પણ સીમાડા વટાવીને વિદેશ સુધી પહોચવા માટે સમર્થ બનાવવામાં સહયોગ આપનારા દરેક સૌરાષ્ટ્રવાસીઓનો અબતક ચેનલ હદયથી આભાર માને છે.

સૌરાષ્ટ્રની પોતીકી ચેનલ એવી અબતકે 11 વર્ષની સફળ સફર ખેડી છે. આવતીકાલે સ્વતંત્રતા દિવસના પાવન અવસરે અબતક ચેનલ 12માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે. ત્યારે  દેશના સીમાડા વટાવી વિદેશમાં પણ ધૂમ મચાવનાર અબતક ચેનલને ભરપૂર સહયોગ આપનાર દરેક સૌરાષ્ટ્રવાસીઓનો અબતક મીડિયા હાઉસ દિલથી આભાર માને છે.

11 વર્ષ પૂર્વે અબતક મીડિયા હાઉસના મેનેજિંગ ડિરેક્ટર સતિષકુમાર મહેતાએ ન માત્ર સમાચાર પણ નોલેજ અને મનોરંજન સાથેની એક રસપ્રચુર થાળી પીરસવાના માધ્યમ એવી અબતક ચેનલને લોન્ચ કરી હતી. આ માધ્યમ થકી દરેક લોકોને પોતાને ગમતું ક્ધટેન્ટ મળે તેવા આશયની સાથે એક હકારાત્મક અભિગમ સાથે આ ચેનલને શરૂ કરવામાં આવી હતી. લોકલ કક્ષાએ શરૂ થયેલી આ ચેનલ જોત જોતામાં એક વટવૃક્ષ બનીને દેશના સીમાડા વટાવી વિદેશમાં પણ એનઆરઆઈઓમાં લોકપ્રિય બની છે.

અબતક ચેનલે અત્યારે સૌરાષ્ટ્રના 16.5 લાખ ઘરો સુધી પહોચ બનાવી છે. આ ઘરોમાં દરરોજ અબતક આખો દિવસમાં વિવિધ કાર્યક્રમો પીરસે છે. ન માત્ર બીજા રાજ્યોમાં પણ દેશની બહાર નેધરલેન્ડ, બેલજીયમ, જર્મની, યુકે, આયર્લેન્ડ, ડેનમાર્ક, ઇટાલી, સ્લોવેકીયા, પોલેન્ડ, સ્પેઇન અને નોર્વે સહિતના અનેક દેશોમાં પણ અબતકનો સાદ દરરોજ રણકે છે.

પ્રજાના પ્રશ્નોની વાચા આપવાની સાથે લોકપ્રહરી તરીકે સદાય અડીખમ રહેનાર અબતક ચેનલે વિકટ પરિસ્થિતિઓમાં મીડિયા શુ કરી શકે તેનું બખૂબી રીતે ઉદાહરણ પુરું પાડ્યું હતું. કોરોના હોય કે વાવાઝોડું કે પછી ભારે વરસાદ અબતક ચેનલે ગ્રાઉન્ડ ઉપરની પરિસ્થિતિ સતત લોકો સુધી પહોંચાડવાની સાથે લોકો માટે મદદનો હાથ લંબાવવાનું પણ કામ કર્યું છે.

આ ઉપરાંત કોરોનામાં સર્વે જીવોના હિતાર્થે અબતક ચેનલે મીડિયા હાઉસની અંદર જ સાદગીપૂર્ણ રિતે તમામ ગાઇડલાઈનના પાલન સાથે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. આ ભાગવત સપ્તાહનું લાઈવ પ્રસારણ પણ કરીને લોકોને ઘરે બેઠા ધર્મલાભ અપાવ્યો હતો. અબતક ચેનલે 11 વર્ષમાં જે સફર ખેડી છે. તેમાં સૌરાષ્ટ્રવાસીઓનું ભરપૂર યોગદાન રહ્યું છે. હજુ પણ સૌરાષ્ટ્રવાસીઓ આવો જ પ્રેમ વરસાવતા રહે તેવી અપેક્ષા છે.

અબતક ચેનલના અવનવા શોને દર્શકોએ ભરપુર પ્રેમ આપ્યો

અબતક ચેનલ દ્વારા ચાય પે ચર્ચા, ચાલને જીવી લઈએ, રસોઈ શો, હેલ્થ વેલ્થ, હસાયરો અને અનેક લોકપ્રિય સેલિબ્રિટી સાથેના શો પબ્લિશ કરવામાં આવ્યા છે. આ શો દર્શકોએ મનભરીને માણ્યા છે. દર્શકો તરફથી આ શોને ભરપૂર પ્રેમ પણ મળ્યો છે.

50થી વધુ રિપોર્ટર્સ કે જે પળેપળની ખબર આપે છે

સૌરાષ્ટ્રની પોતીકી અબતક ચેનલ દ્વારા ફક્ત સૌરાષ્ટ્રમાં જ નહિ પરંતુ રાજ્યભરના 50થી વધુ રિપોર્ટરો કે જે પળે પળની ખબર 24*7 આપે છે. ફક્ત સમાચાર જ નહિ પરંતુ સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરની વિશેષતાઓને લઇને અનેકવિધ સ્ટોરી અત્યાર સુધી અબતક ચેનલમાં  પ્રસિદ્ધ કરવામાં આવી છે અને લખો લોકોએ મનભરીને નિહાળી છે.

ચૂંટણી કોઈ પણ હોય, પળેપળની અપડેટ આપવા અબતક ચેનલ 24 કલાક ધમધમી

ચૂંટણી કોઈ પણ હોય, પળેપળની અપડેટ આપવા માટે અબતક ચેનલ 24 કલાક ધમધમી છે. સ્થાનિક સ્વરાજ્ય, વિધાનસભા કે પછી લોકસભા આ કોઈ પણ ચૂંટણી વખતે તેમજ મતદાન વખતે અબતક ચેનલ આખો દિવસ લાઈવ પ્રસારણ કરે છે. આ ઉપરાંત ચૂંટણી પૂર્વે પણ જનતાનો શુ મૂડ હોય છે. જનતા શુ ઈચ્છે છે તેના ઉપર પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગથી લઈને નેતાઓ સાથેની ડિબેટ સહિતના શો અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યા છે.

લોકડાઉન હોય કે વાવાઝોડું ને વરસાદ, અબતકે હમેશા ચોથી જાગીરની ભૂમિકા નિભાવી

લોકડાઉન હોય કે વાવાઝોડું કે પછી વરસાદ અબતક ચેનલે ચોથી જાગીર તરીકે પોતાની ભૂમિકા નિભાવી છે. લોકડાઉનમાં ન માત્ર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પણ જ્યાં જરૂર પડે ત્યાં દર્દીને તેમજ સામાન્ય લોકોને મદદ કરવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં પણ અબતક ચેનલે કોઈ કસર છોડી ન હતી. આ ઉપરાંત કોરોના સમયે અબતક મીડિયા હાઉસમાં કંટ્રોલ રૂમ પણ ધમધમતો કરવામાં આવ્યો હતો. જેના થકી હજારો લોકોને જરૂરી મદદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં પણ અબતક ચેનલે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગની સાથે લોકોની મદદ કરવામાં પણ કોઈ કચાશ રાખી નથી.

સદગુરુ જગ્ગીએ વૈશ્વિક કક્ષાના સેમિનારમાં ગુજરાતમાંથી માત્ર બે જ મીડિયાને નિમંત્રણ આપ્યું, અબતક ચેનલને તેમાં સ્થાન મળ્યું

સદગુરુ જગ્ગી વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરૂ છે. તેઓના કોઈમ્બતૂર ખાતે આવેલા ઇશા ફાઉન્ડેશનના આશ્રમમાં ભવ્ય સેમિનાર યોજાયો હતો. જેમાં વિશ્વભરના ખ્યાતનામ મીડિયાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ ગુજરાતમાંથી માત્ર બે જ મીડિયા હાઉસને નિમંત્રણ મળ્યું હતું. જેમાં અબતક ચેનલને પણ ત્યાંનું કવરેજ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. આ વેળાએ વિશ્વકક્ષાના પત્રકારોને સદગુરુ જગ્ગી સાથે વાર્તાલાપ કરવાનો અને 6 પ્રશ્ન પૂછવાનો મોકો મળ્યો હતો. જેમાં 2 પ્રશ્ન અબતક મીડિયા દ્વારા પૂછવામાં આવ્યા હતા. બાદમાં અબતક ચેનલમાં અને પેપરના તેનું જે કવરેજ કરવામાં આવ્યું તેનાથી ઇશા ફાઉન્ડેશન પણ પ્રભાવિત થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.