Abtak Media Google News

સૌપ્રથમ વખત જર્મન ડોમમાં રાજકોટની જનતા માટે રાજકોટ મહાનગરપાલિકાનું શાનદાર આયોજન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તેમજ સમાજ-કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ

દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લાંબા ગાળાના વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની આ કાર્યપ્રણાલીને રાજ્ય સરકાર અનુસરી રહી છે. ત્યારે રાજકોટ શહેરની અડધા જેટલી માનવ વસ્તીને પાણી પૂરું પાડતો અને રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ખાલીખમ રહેતો હતો તે બાબત હવે કાયમ માટે ભૂતકાળ બની જશે. રાજ્ય સરકાર દ્વારા  સૌની યોજના હેઠળ નર્મદા મૈયાના નીરથી હવેથી બારેમાસ અને વર્ષોવર્ષ છલકાવા જઈ રહ્યો છે ત્યારે આજી ડેમમાં નર્મદા નીરના વધામણા કરવા માટે દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ આવનાર છે. રાજકોટના પાણી પ્રશ્નના કાયમના નિવારણ માટે નર્મદા નીરથી આજી ડેમ છલકાવવાની આ યોજનાને શહેરીજનો દ્વારા લોકોત્સવ તરીકે ઉજવવામાં આવનાર છે.

Ab02Ceff06Fcd26D3160A02962762630

આ લોકોત્સવ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે બોલિવૂડના ખ્યાતનામ સિંગર, મ્યૂઝિક ડાયરેકટર અને યુવાહૈયાના હ્રદય સમ્રાટ અંકિત તિવારીની મ્યુઝીકલ નાઈટનું શાનદાર આયોજન કરવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તેમજ સમાજ-કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

તેરી ગલીયા ફેઈમ અંકિત તિવારી રાજકોટમાં ધૂમ મચાવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકર વધુમાં જણાવે છે કે, બોલિવૂડના ખ્યાતનામ સિંગર અને યુવાહૈયાના હ્રદય સમ્રાટ અંકિત તિવારી અને સાથી કલાકારો દ્વારા આજી ડેમ ખાતે આવતી કાલ તા.૨૭ ના રોજ રાત્રીના ૦૮:૩૦ કલાકે યોજાનાર આ મ્યુઝીકલ નાઈટમાં બોલિવૂડના નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલાવાશે તથા આ કલાકારો આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. આ મ્યુઝીકલ નાઈટમાં સૌપ્રથમ વખત જર્મન ડોમમા રાજકોટની જનતા માટે ખુરશી સહિતની બેઠક વ્યવસ્થા કરાશે. સંગીતમય સાંજ માણવા રાજકોટની સંગીત પ્રેમી જનતાને નિમત્રણ પાઠવતા, આધુનિક અને સપૂર્ણ હાઇફાઇ આયોજન રાજકોટની જનતા સમક્ષ મુકીએ છીએ તેમ જણાવેલ છે.

કાનપુરમાં જન્મી સ્થાસ્નીક કક્ષાએ ગાયકીની શરૂવાત કરી ગ્વાલિયરમાં રેડિયો સ્ટેશન ખાતે પ્રોડક્શન હેડ તરીકે કારકિર્દી શરુ કરી મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવનાર અંકિત તિવારીએ એક દાયકાના ટૂંકા સમયગાળામાં બોલીવુડના ખ્યાતનામ સિંગર અને મ્યુઝીક ડાયરેક્ટર તરીકે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખુબ નામના પ્રાપ્ત કરી છે. તેમણે સુન રહા હે, તું હે કે નહિ, સનમ તેરી કસમ, તેરી ગલીયા, દિલ ચીજ તુજે દે દી, ઇશ્ક્ દી લત, માના તુજ્હી કો ખુદા, અલ્ફાજો કી તરાહ, કતરા કતરા, સહિતના યુવાધનને ડોલાવનાર અનેક ગીતો ગાયા છે. ત્યારે આ કાર્યક્રમમાં પણ આ યુવાહૈયાના હ્રદય સમ્રાટ અંકિત તિવારી તથા સાથી કલાકારો પોતાના ગીત સંગીતથી રાજકોટની જનતાને શ્રેષ્ઠ મનોરંજન પીરસશે. આ સમગ્ર આયોજનમાં ઉંઇકની અધતન સાઉન્ડ સિસ્ટમ અને અધ્યતન કઊઉ  સ્ક્રીનો લગાવવામાં આવશે. સમગ્ર રાજકોટના શહેરીજનોને અને યુવાધનને સહપરિવાર માણવા લાયક આ કાર્યક્રમમાં પધારવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિના  ચેરમેન જયમીન ઠાકર એક સંયુક્ત યાદીમાં જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.