Abtak Media Google News

સૌથી વધુ ૨ કરોડની બેસ પ્રાઈઝમાં સામેલ ૭ ખેલાડીઓમાં ૪ ઓસ્ટ્રેલિયાના તેમાં એક પણ ભારતીય નહિ

ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડે(BCCI) ૨૦૨૦ની આઈપીએલ માટે થનારી હારાજી માટે ૩૩૨ ખેલાડીઓનું ફાઈનલ લિસ્ટ જાહેર કર્યું છે. ૧૯ ડિસેમ્બરે કોલકતામાં બપોરે ૩.૩૦ વાગે હરાજીની પ્રક્રિયા શરૂ થશે. આઈપીએલમાં પ્રથમ વખત હરાજી સવારની જગ્યાએ બપોરે થશે. ટીવીના પ્રાઈમ ટાઈમ સ્લોટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. હરાજી માજે રજિસ્ટર્ડ ૯૯૭માંથી ૩૩૨ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

આ લિસ્ટમાં ભારતના ૧૮૬ ખેલાડી છે. ૧૪૬ વિદેશી અને ૩ આઈસીસીના એસોસિએટ મેમ્બરના ખેલાડી છે.

પ્રથમ વખત અમેરિકા અને સ્કોટલેન્ડના ખેલાડી હરાજીમાં સામેલ થશે.

અમેરિકાના અલી ખાન અને સ્કોટલેન્ડના જોર્જ મુંસી પર પણ બોલી લાગી શકે છે.

૨ કરોડની ટોપ બેઝ પ્રાઈસમાં કોઈ ભારતીય નથી. જ્યારે ૧.૫ કરોડની બેસ પ્રાઈસમાં રોબિન ઉથપ્પા એકમાત્ર ભારતીય છે. ૧ કરોડના લિસ્ટમાં પીયૂષ ચાવલા, યુસુફ પઠાન અને જયદેવ ઉનડકટ સામેલ છે. ઉનડકટ ગત સિઝનમાં ૮.૪ કરોડમાં વેચાયા હતા, જ્યારે તેમની બેસ પ્રાઈસ ૧.૫ કરોડ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.