Abtak Media Google News

હિંડનબર્ગના આક્ષેપો બાદ ફ્રાન્સની કંપનીએ લીધો નિર્ણય, જ્યાં સુધી પરિસ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ભાગીદારીને આગળ નહિ વધારે

ફ્રાન્સની ટોટલ એનર્જીએ અદાણી પાવર સાથેનો 4 લાખ કરોડનો પાવર પ્રોજેક્ટ મોકૂફ રાખ્યો છે. હિંડનબર્ગના આક્ષેપો બાદ ફ્રાન્સની કંપનીએ  નિર્ણય લીધો છે અને જ્યાં સુધી પરિસ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ભાગીદારીને આગળ નહિ વધારે તેવું જાહેર કર્યું છે.

હિંડનબર્ગ રિપોર્ટ બાદથી અદાણી ગ્રૂપ સામે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.  જેના કારણે કંપનીઓના બજાર મૂલ્યમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો.  સાથે જ દેશમાં વિપક્ષ પણ અદાણીને લઈને સતત હુમલો કરી રહ્યો છે.  દરમિયાન અદાણી ગ્રુપને હવે વધુ એક આંચકો લાગ્યો છે.  આ વખતે અદાણી ગ્રુપને ફ્રાન્સ તરફથી ઝટકો લાગ્યો છે.  વાસ્તવમાં, ટોટલ એનર્જીઝ ઓફ ફ્રાન્સે અદાણી ગ્રુપ સાથેની ડીલ અટકાવી દીધી છે.

અદાણી ગ્રૂપના સૌથી મોટા વિદેશી રોકાણકારોમાંના એક ફ્રાન્સની ટોટલ એનર્જીએ જણાવ્યું છે કે તેણે હાલ માટે 50 બિલિયન ડોલરના હાઈડ્રોજન પ્રોજેક્ટમાં અદાણી ગ્રૂપ સાથેની ભાગીદારી મોકૂફ રાખી રહી છે.  અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જૂથ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યા બાદ ટોટલ એનર્જીએ આ પગલું ભર્યું છે.

“અલબત્ત, જ્યાં સુધી પરિસ્થિતિ અમને સ્પષ્ટ ન થાય ત્યાં સુધી હાઇડ્રોજન પ્રોજેક્ટને રોકી દેવામાં આવ્યો છે.”  અદાણી ગ્રૂપમાં 3.1 બિલિયન ડોલરનું રોકાણ કરનાર ટોટલ એનર્જીઝ, અમેરિકન કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરાયેલા આક્ષેપો પર જૂથ દ્વારા ચાલી રહેલી ઓડિટ તપાસના પરિણામોની રાહ જોશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.