Abtak Media Google News

૮૩૬ બાળ રમતવીરો ફાઈનલ મુકાબલામાં લીધો ભાગ: વિજેતાઓને નિષ્ણાંત કોચ દ્વારા આખુ વર્ષ તાલીમ આપીને રાજયકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવડાવાશે: નરેન્દ્રસિંહ ઠાકુર

નગર પ્રામિક શિક્ષણ સમિતિ દ્વારા ધો.૧ થી ૫નાં છાત્રો માટે શાળા કક્ષા, તાલુકા કક્ષાએ તથા ઝોન કક્ષાએ કુલ ૨૩ થી વિવિધ રમતોનો બાળ રમતોત્સવ યોજયો હતો. જેમાં વિજેતા નાર તમામ બાળ રમતવીરો માટે શહેર કક્ષાના બે દિવસ રમતોત્સવમાં કુલ ૮૩૬ બાળ રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.

શહેર કક્ષા રમતોત્સવ સંપન્ન પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તા વાઈસ ચેરમેન અલ્કાબેન કામદારે જણાવેલ કે આ રમતોત્સવમાં વિજેતા નારને નિષ્ણાંત કોચ દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન તાલીમ આપીને રાજયકક્ષાનો નેશનલ કક્ષાએ બાળ રમતવીરોને રમાડવા મોકલાશે.

કાર્યક્રમમાં મ્યુ.ફાયનાંસ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, કિશોરભાઈ રાઠોડ, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર, શાસનાધિકારી દેવદત્તભાઈ પંડયા, શિક્ષણ સમિતિ સદસ્યો મુકેશભાઈ મહેતા, જગદિશભાઈ ભોજાણી, રહીમભાઈ સોરા સહિતના મહાનુભાવો હાજર રહીને બાળ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતાં.

બે દિવસીય બાળ રમતોત્સવમાં ૫૦, ૧૦૦, ૨૦૦, ૪૦૦, ૮૦૦ મીટર દોડ, રીલે દોડ, ઉંચી કુદ, કબડ્ડી, કેરમ, ખો-ખો, ક્રિકેટ, ગોળાફેંક, ચક્ર ફેંક, ચેસ, જિમ્નાસ્ટીક, બેઝબોલ, યોગ, રસ્સા ખેંચ, લંગડી, ફાળકૂદ, લાંબી કૂદ જેવી વિવિધ રમતોમાં ૪૪૬ કુમાર તા ૩૯૦ ક્ધયાઓ સહિત કુલ ૮૩૬ બાળ રમતવીરોએ ભાગ લીધો હતો.

તમામ વિજેતા બાળ રમતવીરો સન્માન કાર્યક્રમમાં શિલ્ડ/મોમેન્ટો આપીને સન્માનીત કરવામાં આવશે.

પ્રમ દિવસે સાંધિક રમતોી સ્પર્ધા શાળા નં.૧૯ ખાતે તા બીજા દિવસે જિમ્નાસ્ટીક સહિતની તમામ સ્પર્ધાઓ એથ્લેટીક ગ્રાઉન્ડ રેષકોર્ષના ટ્રેક પર યોજવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.