Abtak Media Google News

મોરબીથી પકડાયેલો 120 કિલો હેરોઇનનો જથ્થો પણ બીશ્નોઈ-બરારે પાકિસ્તાનથી મંગાવ્યાનો ઘટસ્ફોટ: ઇશા રાવે વચેટિયાની ભૂમિકા અદા કરી હતી

વિવાદાસ્પદ ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો મુખ્ય આરોપી લોરેન્સ બીશ્નોઈનું મોરબી કનેક્શન સામે આવ્યું છે. મોરબીના ઝીંઝુડા ગામમાંથી હેરોઇનનો જે મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તે ડ્રગ્સ ક્ધસાઇનમેન્ટમાં લોરેન્સ બીશ્નોઈનો હાથ હતો તેવું હાલના તબક્કે સામે આવી રહ્યું છે.

લોરેન્સ બીશ્નોઈ ગેંગનો સભ્ય ભારતભૂષણ યાદવ ઓળખે ભોલા શૂટર કે જેનું પંજાબના ફિરોઝપુર જેલમાં 3 માર્ચનઆ રોજ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું આ શખ્સે નવેમ્બર 2021માં મોરબીમાં લેન્ડ થયેલા ક્ધસાઇનમેન્ટમાંથી સાડા ત્રણ કિલો હેરોઇન નો જથ્થો ખરીદ્યો હતો.

ગુજરાત એટીએસ (એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ)એ નવેમ્બરમાં મોરબી જિલ્લાના જીંઝુડા ગામમાં એક ઘરમાંથી ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને 120 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. ત્યારબાદ એટીએસએ દેવભૂમિ-દ્વારકા જિલ્લાના જામ-કલ્યાણપુર તાલુકાના નાવદરા ગામમાંથી 24 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.

એટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે ડ્રગ્સનો વેપારી ઈસા રાવે આ ક્ધસાઈનમેન્ટ પાકિસ્તાનથી ખરીદ્યું હતું.  જ્યારે ઇશા રાવના સાગરિતો ડ્રગ્સનો જથ્થો લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો અંકિત જાખડ અને અરવિંદ યાદવને ડ્રગ્સ પહોંચાડવા ગયા ત્યારે તેઓ પકડાઈ ગયા હતા. તેઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે ભારત ભૂષણે તેમને હેરોઈન મેળવવા અને પહોંચાડવા સૂચના આપી હતી.

એટીએસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને નવેમ્બરમાં ટ્રાન્ઝિટ વોરંટ પર ભોલા શૂટરની કસ્ટડી મળી હતી. તેણે અમને કહ્યું કે, બિશ્નોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓના સંપર્કમાં હતો અને ગુજરાતમાંથી ડ્રગ્સ, મુખ્યત્વે હેરોઈનની હેરાફેરી કરતો હતો.

અધિકારીએ જણાવ્યું કે, બિશ્નોઈનો રાઈટ હેન્ડ ગોલ્ડી બ્રાર પણ ડ્રગની દાણચોરીમાં સામેલ હતો જેમાં મુખ્યત્વે ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ થતો હતો. બિશ્નોઈ તિહાડ જેલમાં રહી બરાર થકી સમગ્ર ડ્રગ્સ રેકેટનું સંચાલન કરી રહ્યો હતો તેવું પણ જાણવા મળ્યું છે. બરાર એક વર્ચ્યુલ કેનેડિયન મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે જેનું વાસ્તવિક લોકેશન કંઈક અલગ અને આભાસી લોકેશન અલગ હોય છે.

ઉલ્લેખનીય છે કે, શુભદીપસિંહ સિદ્ધુ જેને સિદ્ધુ મુસેવાલા તરીકે ઓળખવામાં આવે છે. રવિવારે માનસામાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોલડી બરારે એક વીડિયો જાહેર કરીને હત્યાની જવાબદારી સ્વીકારી છે.

ઇશા રાવ બીશ્નોઈ ગેંગને ક્ધસાઇનમેન્ટ પહોંચાડે તે પૂર્વે જ એટીએસ ત્રાટકી !!

ઈસા રાવે ડ્રગ્સનું ક્ધસાઈનમેન્ટ પાકિસ્તાનથી ખરીદ્યું હતું.  જ્યારે ઇશા રાવના સાગરિતો ડ્રગ્સનો જથ્થો લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો અંકિત જાખડ અને અરવિંદ યાદવને ડ્રગ્સ પહોંચાડવા ગયા ત્યારે તેઓ પકડાઈ ગયા હતા. તેઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે ભારત ભૂષણે તેમને હેરોઈન મેળવવા અને પહોંચાડવા સૂચના આપી હતી.

તિહાડ જેલમાં રહી ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવે છે બીશ્નોઈ

બિશ્નોઈનો રાઈટ હેન્ડ ગોલ્ડી બ્રાર પણ ડ્રગની દાણચોરીમાં સામેલ હતો જેમાં મુખ્યત્વે ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ થતો હતો. બિશ્નોઈ તિહાડ જેલમાં રહી બરાર થકી સમગ્ર ડ્રગ્સ રેકેટનું સંચાલન કરી રહ્યો હતો તેવું પણ જાણવા મળ્યું છે. બરાર એક વર્ચ્યુલ કેનેડિયન મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે જેનું વાસ્તવિક લોકેશન કંઈક અલગ અને આભાસી લોકેશન અલગ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.