Abtak Media Google News

વેરા કમિશનરનો પરિપત્ર પ્રસિધ્ધ

વેપારીઓએ આગામી 1લી સપ્ટેમ્બરથી વેટ સહિતના વિવિધ સરકારી વેરા, વેરા પર ચડતર વ્યાજની રકમ અને દંડની રકમ ફરજિયાત પણ ઓનલાઇન ભરવી પડશે. તેવો પરિપત્ર નાયબ રાજ્ય વેરા કમિશનર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

વેટ કાયદા, કેન્દ્રીય કાયદા હેઠળ ચૂકવવાની થતી વેરો, વ્યાજ અને દંડ સહિતની તમામ રકમ વેપારીઓએ આગામી 1 સપ્ટેમ્બરથી ફરજિયાત ઓનલાઇન પદ્વતિ ચૂકવવાની રહેશે. નાયબ રાજ્ય વેરા કમિશનર (નિરીક્ષણ અને સંકલન)ના જણાવ્યાનુસાર ઓનલાઇન પદ્ધતિથી વેપારી ગમે તે સમયે અને ગમે તે સ્થળેથી વેરાની ચુકવણી કરી શકે છે. જેનાથી સમય, શ્રમ અને સ્ટેશનરીનો વ્યય થતો પણ અટકે છે.

વધુમાં ઘણા કિસ્સામાં મેન્યુઅલ ભરેલ ચલણની વિગતોમાં ચેડાં કરીને વેપારી સાથે છેતરપિંડી કર્યાનું ધ્યાને આવ્યું છે. આ મુશ્કેલીના નિવારણ માટે કમિશનર, કોમર્શિયલ ટેક્ષ, ગુજરાત રાજ્ય દ્વારા 1 ઓગસ્ટના રોજ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કરવા અંગે પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ પરિપત્ર મુજબ કોઈપણ ટેક્ષ પિરિયડ માટેની વેટ કાયદા, કેન્દ્રીય કાયદા હેઠળ ચૂકવવાના થતા વેરા, વ્યાજ અને દંડ સહિતની તમામ રકમ વેપારીઓએ 1 સપ્ટેમ્બરથી ફરજિયાત ઓનલાઈન પદ્ધતિ ચૂકવવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.