Abtak Media Google News

૧રમીએ પોલીસ હેડ કવાર્ટસ ખાતે પસંદગી પ્રક્રિયા

રાજકોટ શહેરની વસ્તી દિન પ્રતિદિન વધતી રહી છે તેમજ શહેરની ટ્રાફીક સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. તદઉપરાંત અપુરતા પોલીસ સ્ટાફના કારણે ટ્રાફીક નિયમન કરવું અતિશય દુશ્કર બની રહ્યું છે. તેવો સમયે રાજકોટ શહેરના પ્રયોગાત્મક ધોરણે ટ્રાફીક બ્રિગેડની સ્થાપના કરવામાં આવેલ હતી જેનુ સ્ટ્રેન્થ વધારવા ટ્રાફીક સમસ્યાને હળવી બનાવવાના મદદઅંશે સફળ રહી છે. આ ટ્રાફીક બ્રીગેડનો વ્યાપ  વધારવા અને સમસ્યા માટે પોલીસ સ્ટાફને મદદરુપ બનવા ટ્રાફીક બ્રિગેડ અતિ ઉપયોગી સિઘ્ધ થયેલ છે.

ત્યારે રાજકોટ ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૧ર-૧૧ ને મંગળવારના રોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે ૧પ૦ જેટલી ૧૪ સ્ત્રી/પુરૂષ ટ્રાફીક બ્રિગેડઝની પસંદગી કરવાનો નિર્ણય મીટીંગમાં લેવામાં આવેલ છે.આ પસંદગી સમીતીના અઘ્યક્ષ તરીકે ડી.એમ. વાઘેલા, અતુલ સંઘવી, વિજય પારેખ, નિતીન ભગદેવ અને જયેશ ઉપાઘ્યાય વગેરેની એક સમીટી બનાવવામાં આવેલ છે.

આ અંગેની જરુરી ફોર્મ તેમજ  અન્ય વિગત માટે શહેર ટ્રાફીક શાખા જામટાવર ખાતે સંપર્ક સાધવો તેમ ટ્રસ્ટના ઉપપ્રમુખ જયેશ ઉપાઘ્યાયે જણાવ્યું છે.

આ ભરતી પ્રક્રિયામાં શહેર પોલીસના અધિકારી મનોજ અગ્રવાલ, ખુરસીદ અહેમદ, મનહરસિહ જાડેજા, ભરતસિંહ ચાવડા તથા ટ્રાફીક શાખા હેડકવાર્ટરની ટીમનો સહયોગથી આ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. ફોર્મ મેળવવા માટે ટ્રાફીક શાખા ફોન નંબર ૦૨૮૧-૨૪૭૯૭૩૭, જામટાવર પાસે જામનગર રોડ, રાજકોટ ખાતે કરવો તેમજ ફોર્મ મેળવવાની છેલ્લી તાર. ૧૧-૧૧ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.