Abtak Media Google News

તસ્કરો મધ રાત્રીના એ.ટી.એમ તોડી રોકડ રકમની ચોરી કરી જતા ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ દોડતી થઇ: સીસીટીવી આધારે તપાસ

રાજકોટ શહેર અને ગ્રામ વિસ્તારોમાં તસ્કરોએ જાણે માજા મૂકી હોઈ તેમ દીન પ્રતિદિન અનેક ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે તાજેતરમાં જ ચડ્ડી બનિયાન ધારી દ્વારા તપસ્વી સ્કૂલમાં નેપાળી દંપતિને બંધક બનાવી લૂટ ચલાવી હતી ત્યારે આજે ફરી એક ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ફરી પોલીસ દોડતી થઈ છે. જેમાં કણકોટ નજીક આવેલ રાતે હોટલ પાસેના યુનિયન બેન્કના એટીએમ તોડી તસ્કરો રોકડ રકમ ચોરી કરી ગયા હોવાની જાણ ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકો પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથધરી છે.

આ મામલે બનાવની મળતી માહિતી અનુસાર રાજકોટમાં જાણે તસ્કરોને ખાખીનો ખોફ રહ્યો જ ન હોય તેમ અનેક ચોરીને અંજામ આપી રહ્યા છે.એક સપ્તાહમાં તસ્કરો બે બે ચોરીને અંજામ આપી પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.જેથી શું પોલીસ દ્વારા પેટ્રોલીંગ જ બંધ કરી દેવામાં આવ્યું હોય તેવા અને પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.જેમાં આજે ફરી એક ચોરીની ઘટના સામે આવી છે. કટકોટ પાસે આવેલી રાધે હોટેલ નજીકના યુનિયન બેંકના એટીએમને તસ્કરો નિશાન બનાવી તેમાં રહેલી રોકડ રકમની ચોરી કરી ત્યાંથી નાશી ગયા હતા.

આ બનાવની જાણ કોઈ સ્થાનિક દ્વારા તાલુકો પોલીસને કરાતા તાલુકા પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.અને પ્રાથમિક દૃષ્ટિએ તપાસતા એટીએમને ખોલવા માટે તેમાં તોડ ફોડ કરવામાં આવી હોઈ તેવું માલુમ પડ્યું હતું અને ત્યાર બાદ તસ્કરો તેમાંથી રોકડ ચોરી કરી ગયા હતા. જેથી આ ઘટનાને મધરાત્રિના અંજામ આપવામાં આવ્યો હોય તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. પરંતુ શું તાલુકા પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હોય જેથી આવી મોટી ઘટનાને અંજામ આપી છે.તેવું હાલ સામે આવી રહ્યું છે. પરંતુ હાલ પોલીસે તસ્કરોની ઓળખ મેળવવા માટે આસપાસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે આ એટીએમ તૂટ્યું હોવાની જાણ તાલુકા પોલીસને થતા ડીસીપી ખૂદ ઘટનાસ્થળે તાત્કાલીક ધોરણે દોડી ગયા હતા. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમનો પણ કાફલો ઘટનાસ્થળે દોડી આવી હાલ કેટલી રકમ ચોરી થયા હોવાની જાણકારી મેળવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.