Abtak Media Google News
  • લોકસભાની ચૂંટણીને પગલે મહેસુલ વિભાગે બદલીનો ગંજીપો ચિપ્યો
  • રાજકોટ સિટી-1 પ્રાંત તરીકે ચાંદની પરમાર, રાજકોટ ગ્રામ્ય પ્રાંત તરીકે વિમલ ચક્રવર્તી અને જસદણ પ્રાંત તરીકે ગ્રીષ્મા રાઠવા મુકાયા
  • 12 નવા જીએએસ અધિકારીઓને અપાયા પોસ્ટિંગ, 6ને સૌરાષ્ટ્ર – કચ્છમાં મુકાયા

લોકસભાની ચૂંટણીને પગલે મહેસુલ વિભાગે બદલીનો ગંજીપો ચિપ્યો છે. જેમાં રાજ્યના 38 ડે.કલેકટરો અને 29 મામલતદારોની બદલી કરી છે. રાજકોટ સિટી-1 પ્રાંત તરીકે ચાંદની પરમાર, રાજકોટ ગ્રામ્ય પ્રાંત તરીકે વિમલ ચક્રવર્તી અને જસદણ પ્રાંત તરીકે ગ્રીષ્મા રાઠવા મુકાયા છે.

દેશમાં આગામી સમયમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાતમાં વિવિધ અધિકારીઓ તેમજ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જેમાં 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે.  આ ઉપરાંત 12 જીએએસ કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક આપવામાં આવી છે. આ સિવાય રેવન્યુ વિભાગ દ્વારા 29 મામલતદારની પણ બદલી કરવામાં આવી છે.

બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી પરેશકુમાર પ્રજાપતિને અમદાવાદ, બોટાદ ડેપ્યુટી ડીડીઓ વિનોદ જોશીને વેરાવળ પ્રાંત અધિકારી, તળાજાના પ્રાંત અધિકારી વિકાસ કુમાર રાતડાને મહેસાણા, જુનાગઢ ડેપ્યુટી ડીડીઓ ચાંદની પરમારને રાજકોટ સીટી વન પ્રાંત, જામનગર સ્ટેમ્પ ડ્યુટીના ગ્રીસમાં રાઠવાને જસદણ પ્રાંત, દેવભૂમિ દ્વારકાના ડો. ભાર્ગવ ડાંગરને વડોદરા, જામનગર પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયાને હળવદ પ્રાંત, જામનગર ડેપ્યુટી ડીડીઓ હર્ષવર્ધન જાડેજાને ધારી પ્રાંત, અમરેલી પ્રાંત વિરેન્દ્ર દેસાઈને વિરમગામ પ્રાંત, છોટા ઉદયપુર પ્રાંત વિમલ ચક્રવર્તીને રાજકોટ ગ્રામ્ય પ્રાંત, કચ્છ ડેપ્યુટી ડીડીઓ પીવાય ગોસ્વામીને હિંમતનગર પ્રાંત, રાજકોટ ડેપ્યુટી ડીડીઓ મહેશ નાકિયાને અમરેલી પ્રાંત, વઢવાણ પ્રાંત બ્રિજેશ કાલરીયાને જામનગર ગ્રામ્ય પ્રાંત, ભાવનગર ડેપ્યુટી ડીડીઓ જે આર સોલંકીને તળાજા પ્રાંત, ભાવનગર ડેપ્યુટી ડીઇઓ રીના ચૌધરીને મેંદરડા પ્રાંત, જામનગર જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણને અમદાવાદ સ્પીપા, ભાવનગર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમ આર બ્રહ્મભટ્ટને ખેડા સ્ટેમ્પ ડ્યુટી અને સાબરકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી એમ.જી સોલંકી ને અમરેલી પુરવઠા અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત નવા બાર જીએએસ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે તેમાં પાલીતાણા પ્રાંત તરીકે અંકિત પટેલ, કચ્છ ડેપ્યુટી ડીઈઓ અરસી હાસમી, ભાવનગર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગૌરાગ કુમાર વસાણી, વઢવાણ પ્રાંત નિકુંજકુમાર ઢોલા, જામનગર જિલ્લા પુરવઠા અધિકારી સુધીર બારડ, ભાવનગર ડેપ્યુટી ડીઇઓ હિરલ ભાલારાને મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત 29 મામલતદારોની જે બદલી કરવામાં આવી છે. તેમાં સૌરાષ્ટ્રમાંથી જેતપુર મામલતદાર એપી અંટાળાને ખાંભા, જેતપુર સીટી મામલતદાર વિજયકુમાર ભારાઈને ભાવનગર ગ્રામ્ય, રાજકોટ પી.આર.ઓ. આઈ.જી. ઝાલાને રૂડા, વઢવાણ મામલતદાર એ એન શર્માને નખત્રાણા, ભાવનગરના દક્ષાબેન બાસુપિયાને સાયલા મામલતદાર, લાઠી મામલતદાર એપી વ્યાસને ધારી મામલતદાર, ધોલેરા મામલતદાર કિશન ચાંદલિયાને મેંદરડા મામલતદાર, ગીર સોમનાથના બીએચ કુબાવતને તાલાળા મામલતદાર, તળાજા મામલતદાર નિલેશ પટેલને મહીસાગર, સિંગવડ મામલતદાર  ઝાલાને બગસરા મામલતદાર, તાલાળા મામલતદાર એન સી વ્યાસને ગીર સોમનાથમાં મૂકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.