Abtak Media Google News

આઈ.પી.એસ.ની. ટ્રાન્સફરની ચર્ચાઓ વચ્ચે

રાજકોટ ગ્રામ્યના પી.આઈ. વી.આર. ગઢવી બનાસકાંઠા, ભાવનગરના એ.સી. ડામોરને રૂરલમાં અને ડી.એમ. હિરપરાની શહેરમાં નિમણુંક

રૂરલ એલ.સી.બી.ના પી.એસ.આઈ. જે.યુ. ગોહિલ સહિત ચાર બદલાયા: શહેરમાં આઠની બદલી ત્રણની નિમણુંક

રાજ્યમાં લાંબા સમયથી આઈ.પી.એસ.ની બદલીની ચર્ચાઓ વચ્ચે પોલીસ વડા વિકાસ સહાય દ્વારા  પોલીસ ઈન્સ્પેકટરો અને પીએસઆઇનીબદલીના હુકમો કર્યા છે. તેમાં સૌરાષ્ટ્રના 19 સહિત રાજ્યના 47 પી.આઈ.ની બદલીનો ગંજીપો ચીંપવામાં આવ્યો છે.  જેમાં રાજકોટ ગ્રામ્યના વી.આર.ગઢવીને બનાસકાંઠા, ભાવનગરના એ.સી.ડામોર રાજકોટ ગ્રામ્ય અને દાહોદના ડી.એમ.હીરપરાને રાજકોટ શહેરમાં નિમણૂંક આપવામાં આવી છે. તેમજ 127 પીએસઆઇની બદલીનો ગંજીપો ચિપવામાં આવ્યો છે.રાજકોટ શહેરના પી.એસ.આઈ. 8 બદલાયા અને 3 નવા પી.એસ.આઈ.ની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ ગ્રામ્યના 4 ની ટ્રાન્સફર કરવામાં આવી છે.

વધુ વિગત મુજબ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ અને લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સરકારના દ્વારા બદલી અને બઢતીનો દૌર ચાલુ કર્યો છે. જેમાં આજે મોડી સાંજે પોલીસ ઈન્સ્પેકટરોની બદલીના હુકમો કર્યા છે. જેમાં સુરેન્દ્રનગરના એમ.ડી.ચૌધરીને વડોદરા શહેર, જુનાગઢ પી.પી.સી.ના એ.એચ.ગૌરીને અમદાવાદ ગ્રામ્ય એસ.બી.નીનામાને સાબરકાંઠા, એસ.ડી.ગામીતને નર્મદા, રાજકોટ ગ્રામ્યના ડી.આર.ગઢવીને બનાસકાંઠા, ભાવનગરના પી.આર.મેટાલીયાને બોટાદ, એ.સી.ડામોર રાજકોટ ગ્રામ્ય, કે.એમ.ભુવાને અમદાવાદ શહેર, બોટાદ કે.જે.વસાવા, આદિજાતી વિકાસ અમરેલીના પી.વી.પટેલને અમદાવાદ શહેર, પોરબંદરના ડી.બી.રાઠોડને કરાઈ, એન.એ.દેશાઈ મહેસાણા, જામનગરના એમ.એન.ચૌહાણને છોટાઉદેપુર, જામનગર બી.એમ.કાતરીયાને અમદાવાદ શહેર, આર.એમ.રાઠવાને અમદાવાદ શહેર, દ્વારકાના કે.બી.યાજ્ઞીકને સી.આઈ.ડી. ક્રાઈમ, એમ.એ.પટેલ ડીજીપી ઓફીસ, ગીર સોમનાથના એસ.પી.ગોહીલને વલસાડ, સુરેન્દ્રનગર આર.એમ.ચૌહાણને ભૂજ, વડોદરા શહેરના એચ.એમ.ધાંધલ પી.સી.સી.જુનાગઢ અને સી.આઈ.ડી. ક્રાઈમના જે.જે.ચૌહાણને દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે.

જ્યારે 127 જેટલા ફોજદારોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીના જે.યુ.ગોહીલ, વી.બી.ચૌહાણને વડોદરા ગ્રામ્યમાં, પી.પી.ગોહીલને ભૂજ, રાજકોટ શહેરના હીરેન ગઢવી, જબ્બર ગઢવીને મહેસાણા, ગોપાલ ગઢવીને આણંદ, તેજલ ચુડાસમાને દ્વારકા, વાળા મનીષાબેનને જુનાગઢ, મહેતા અનીલકુમાર, વાઘેલા મહીપતસિંહને ગાંધીનગર, પરમાર કિશોરને છોટાઉદેપુર, સરવૈયા જાગૃતીબાને આઈ.બી., સુરેન્દ્રનગરના યોગેન્દ્રસિંહ ચુડાસમાને અમદાવાદ, કૃષ્ણસિંહ જાડેજાને બનાસકાંઠા, ઠાકર હર્ષદભાઈને બનાસકાંઠા, ઝાલા દિનેશકુમારને ગાંધીધામ, ચૌધરી વિજયકુમારને સી.આઈ.ડી. ક્રાઈમ, જામનગરના ચાવડા મહેન્દ્રભાઈને મોરબી, દ્વારકાના નોયડા રોશનબેનને આઈ.બી., પોરબંદરના ઝાલા બલભદ્રસિંહ, જાડેજા ગુલાબસિંહ, હીંગોરા ઈશાકભાઈ ગાંધીધામ, રાણા કિંજલકુમારને અમદાવાદ શહેર, ભાવનગરના નીમાવત મહેશકુમારને સોરઠ ચોકી, જાડેજા મહિરાજસિંહ વડોદરા ગ્રામ્ય, માલ તરૂબેનને ખેડા, બોટાદના ચાંનિયા કરીમભાઈને મોરબી, ગાંધીધામના શીશીદોયા રેખાબેનને માનવઅધિકાર, ચુડાસમા બલભદ્રસિંહ રાજકોટ શહેર, ઝાલા વનરાજસિંહ મહેસાણા, વણકર સબુરભાઈને મહીસાગર, પાદરીયા બાબુભાઈને અમદાવાદ શહેર, અમદાવાદ શહેર આલ્પાબેન ડાંગરને રાજકોટ શહેર, વડોદરાના ભરગા લલીબેન મોરબી, ગીર સોમનાથનના નિમાવત જલ્પાબેનને ભાવનગર, ભાવનગરના બાર રોહનભાઈને જામનગર, આણંદના સંજયસિંહ ઝાલાને ભાવનગર, મહેસાણા નયનાબેનને મકવાણાને ભાવનગર, મહીસાગરના બગડા લલીતાબેન સુરેન્દ્રનગર, ડાંગના જોષી પ્રકાશકુમાર ગીર સોમનાથ, વડોદરાના ગજેરા દિનેશભાઈ રાજકોટ શહેર, અમદાવાદના રાઠોડ ભારતીબેન, દેશાઈ પ્રિયંકાબેનને જુનાગઢ, જાડેજા રાજેન્દ્રસિંહ ભુજ, આઈ.બી.ના પાતળીયા અશોકકુમારને મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.