Abtak Media Google News

થર્ડી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ ઉના નજીક અહેમદપુર ચેકપોસ્ટે લાંચ રૂશ્ર્વત વિરોધી શાખા દ્વારા પાડવામાં આવેલા દરોડાના પગલે વચેટીયો ઝડપાઇ જતા જેની પોલીસ તપાસના ધમધમાટમાં ઉના પીઆઇ ગોસાઇ સહિતનો સ્ટાફ ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ એફ.એસ.એલ.ના રિપોર્ટમાં પીઆઇ ગોસાઇ સહિતની સંડોવણી ખૂલતા હોવાના પૂરાવા મળતા એફઆઇઆર એસીબી દ્વારા નોંધવામાં આવતા જેના પગલે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા સાફ-સૂફીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પીએસઆઇ, પીઆઇ બાદ પોલીસમેનોની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

ઉના પીઆઈ એન કે વ્યાસ સહિત સામે ગુનો નોંધાયા બાદ પોલીસમાં સાફ સફાઇ

ઊના તાલુકાની અહેમદપુર માંડવી ચેકપોસ્ટે પ્રવાસીઓને ધાક ધમકી આપીને પૈસા પડાવવાના ચકચારી કિસ્સામાં એસપી મનોહરસિંહ જાડેજાને ધ્યાને આવતા પોલીસ બેડામાં સાપ સુખી હાથ ધરવામાં આવી છે જેમાં બુધવારે એક સાથે 49 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરતાં પોલીસ બેડામાં ખળભળાટ સર્જાયો છે.

ઊના અને કોડીનાર તાલુકાના પોલીસમેનોની ટ્રાન્સફર!

મહેશ ભગવાનભાઈ ગોહિલ ,અભેસિંહ ભવાનભાઈ ચૌહાણ ,ઉદયસિંહ જગમાલભાઈ ગોહિલ , હિરેનકુમાર રમેશભાઈ જોષી ,રમેશભાઈ વેલજીભાઈ રાઠોડ ,સંજયભાઈ હરજીવનભાઈ બાંભણીયા, સંજયભાઈ લાખાભાઈ મજેઠીયા , હંસાબેન નરસીભાઈ ઝાલા, જાલમસિંહ ભુપતસિંહ ગોહીલ, જયેશકુમાર રામભાઈ વાળા, અજીતસિંહ ભીથાભાઈ ચાવડા , ભરતસિંહ પુનાભાઈ બારૈયા, હિમંતભાઈ આતુભાઈ ચાવડા, કનુભાઈ નાજાભાઈ વાઢેર ,હરિભાઈ ડાયાભાઈ ચારણીયા ,રસીલાબેન કાનાભાઈ સરવૈયા, ઈમ્તીયાઝખાન મુસ્તકાઅહમદ , રાહુલભાઈ ધીરૂભાઈ વાઢેર , નિરૂપાબેન ભીખાભાઈ મોરી,હિતેષભાઈ મુળાભાઈ વાળા,વિજયભાઈ અરજણભાઈ ડોડીયા, ભાવેશભાઈ મગનભાઈ ગુજ્જર ,અજીતભાઈ અરજણભાઈ પરમાર ,નીતીનકુમાર હરીભાઈ બારડ , પ્રતાપભાઈ અરજણભાઈ પરમાર , મનુભાઈ પરબતભાઈ જાદવ , મુળજીભાઈ ભાણજીભાઈ દામોદ્રા, ભરતભાઈ સામતભાઈ વાઝા, પ્રતાપભાઈ ઘેલાભાઈ ડોડીયા ,કંચનબેન બચુભાઈ ગોહિલ, રજનીબેન કરસનભાઈ પરમાર ,વિજયભાઈ કચરાભાઈ વાઢેર , હંસાબેન બાલુભાઈ નકુમ , કૃપાલસિંહ અતુલસિંહ ઝાલા ,પ્રજ્ઞાબેન હરીભાઈ ગોહિલ,વિપુલભાઈ પ્રતાપભાઈ પઢીયાર , વિજયકુમાર રાયસીંગભાઈ વાળા ,જગદીશભાઈ રામસીંગભાઈ  ,મીનાબેન ભીખાભાઈ વાળા ,અનિલભાઈ મીઠાભાઈ કાછેલા ,અશ્વિનકુમાર વેલજીભાઈ સાંખટ ,ધીરૂભાઈ ચીથરભાઈ બાંભણીયા ,શાંતિલાલ વેલાભાઈ સોલંકી ,નાનજીભાઈ સાર્દુલભાઈ ચારણીયા , જોરૂભા નારણભા મકવાણા, વિજયભાઈ દુદાભાઈ ચૌહાણ ,જયેશભાઈ ખીમજીભાઈ ગોહેલ  અને પીઠરામભાઈ માંગાભાઈ જેઠવા, કરશનભાઈ ભીમાભાઈ સોલંકી સહિત 49 પોલીસમેનોની સામૂહિક બદલીના હૂકમો કરવામાં આવ્યા છે.

ઊના તાલુકામાં પણ છેલ્લા બે-ત્રણ વર્ષથી વધુ સમય ફરજ બજાવતા   પોલીસકર્મીઓને બદલીના હુકમ કર્યા છે.જેમાં ઉના ,  કોડીનાર ખાતે ફરજ બજાવતા 22, પ્રભાસ પાટણ, નવાબંદર અને વેરાવળ સીટી ના મળી 49 ખસેડી બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.