Abtak Media Google News

હળવદ, મહુવા, અંજાર, ભુજ, થાન, બોટાદ, જામજોધપુર, ગોંડલ, ખંભાળીયા, મોરબી, રાજુલા, જાફરાબાદ, દ્વારકા, ભચાઉ, રાપર, જામરાવલ અને વલ્લભીપુરના ચીફ ઓફિસરો બદલાયા

 

અબતક, રાજકોટ

રાજય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના ર0 સહિત રાજયના પ0 ચિફ ઓફીસરોની બદલી કરવામાં આવી છે. હળવદ, મહુવા, અંજાર, ભુજ, થાન, બોટાદ, જામજોધપુર, ગોંડલ, ખંભાળીયા, મોરબી, રાજુલા, જાફરાબાદ, દ્વારકા, ભચાઉ, રાપર, જામરાવલ અને વલ્લભીપુર નગરપાલિકાના ચિફ ઓફીસરોની બદલી કરવામાં આવી છે.

ચાણસ્મા પાલિકાના ચીફ ઓફીસર તેજલબેન મુંધવાની વાંકાનેર પાલિકાના ચિફ ઓફીસર તરીકે, સિઘ્ધપુરના જીતેન્દ્રકુમાર પટેલની ચાણસ્મામાં, હળવદના સંદિપસિંહ ઝાલાની મોરબીમાં, માણસાના રવિકાન્ત પટેલની ઉંઝામાં, મહુવાના સંજય પટેલની સિઘ્ધપુરમાં, અંજારમાં જીગર પટેલની ભુજમાં, ભુજના પરાક્રમસિંહ મકવાણાની ચોરવાડના થાનગઢના મનજીભાઇ જેપાલની બોટાદમાં, બોટાદના રઘજીભાઇ પટેલની જામજોધપુરમાં, જામજોધપુરના અશ્ર્વિન જે. વ્યાસની ગોંડલમાં અને ગોંડલ પાલિકાના ચિફ ઓફીસર હિતેશભાઇ કે.પટેલની અમરેલી નગરપાલિકાના ચીફ ઓફીસર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ખંભાળીયાના ચીફ ઓફીસર સતિષકુમાર પટેલની માણસાના ચિફ ઓફીસર તરીકે, થરાદના પંકજભાઇ બારોટની પાટણમાં, પાટણના પાંચાભાઇ માળીની હળવદમાં, ડભોઇના શામજીભાઇ ગરવાલની આણંદમાં, પ્રાંતિજના ઉર્મીલાબેન સુમેસરાની માળીયા મીયાણાના, માળીયા મીયાણાના હિરેન સોલંકીની તલોટમાં, તલોટના સંજય રામનુજની પેટલાદમાં,રાધનપુરના જીજ્ઞેશ બારોટની ઉમરગામ, ઉતરગામના ચંદ્રકાન્તભાઇ દેસાઇની મહુધામાં, સોજીત્રાના વિપુલભાઇ પનારાની બગસરામાં, વલસાડના કેશવલાલ કોલડીયાની અંકલેશ્ર્વરના દશરથસિંહ ગોહિલની ભરુચમાં, મોરબીના ગીરીશકુમાર સરૈયાની રાજુલામાં, ધંધુકાના દેવાંશુભાઇ પટેલની ભચાઉમાં, સાવરકુંડલા નરેશભાઇ મુનીયાની ધંધુકામાં, હારીજના રૂડાભાઇ રબારીની ધાનેરામાં, ધાનેરાના સદામહુશેન અન્સારીની જાફરાબાદમાં, રાજુલા પાલિકાના ચિફ ઓફીસર ભાવનાબેન ગોસ્વામીની લાઠીના ચીફ ઓફીસર તરીકે, જાફરાબાદના ચારૂબેન મોરીની ધોરાજીમાં, દ્વારકાના ઉદય આર. નસીતની દ્વારકામાં, વડોોદરા નગરપાલિકા કચેરીના પ્રાદેશિક કમિશ્નર કેતન વાનાણીની સુરત પાલિકાના પ્રાદેઋશિક નિયામક તરીકે, સુરત નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર પારસકુમાર મકવાણાની વડોદરામાં બદલી કરવામાં આવી છે.

ગુજરાત લાઇવલી હુડ મિશનના હરેશ બ્રહ્મભટ્ટની ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં, ભચાઉ નગરપાલિકાના ચીફ ઓફીસર પરબતભાઇ ચાવડાની કેશોદ પાલિકામાં, કલોલના મહેન્દ્રભાઇ સોલંકીની માંડવીમાં, ગોધરાના સંજયભાઇ પટેલની પાદરામાં, ભરુચના સંજય સોનીની વલસાડમાં, વોરિયાળીના ભારતીબેન સોમાણી હાજરીમાં, લુણાવાડામાં ભદ્રેશ પટેલની દહેગામમાં, દહેગામના મુકેશભાઇ વાઘેલાની ઉમરેઠમાં, આમોદના દિગ્વીજય પ્રજાપતિની ઠાસરામાં, રાપરના મયુર વી.જોશીની ભાણવડમાં, ભાણવડના રાહુલ કરમુરની રાપરમાં, વડાલીના અમિત પંડયાની ઓખામાં, જામરાવલના પાર્થવન ગૌસ્વામીની મહેમદાવાદના જયારે ભાવનગર જીલ્લાના વલ્લભીપુર નગરપાલિકાના ચીફ ઓફીસર તુષાર આર.ઝાલરિયાની સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી નગરપાલિકાના ચીફ ઓફીસર તરીકે બદલી કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.