Abtak Media Google News

ભાવનગર જિલ્લા પંચાયતના નાયબ ડીડીઓ તરરીકે જે.એમ. વાઘેલા

રાજ્યના પોલીસ ખાતા બાદ હવે મહેસૂલ ખાતા દ્વારા પણ બદલીનો દોર શરૂ કરી દેવામાં  આવ્યો છે. 23 સપ્ટેમ્બરના રોજ મહેસૂલ વિભાગે 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર અને 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ આપ્યા હતા. જે બાદ ફરી રાજ્યમાં 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે.

Advertisement

મહેસુલ વિભાગે આર.કે પટેલની સાણંદના પ્રાંત અધિકારી તરીકે બદલી કરી છે જ્યારે તમન્ના ઝાલોડિયાને ગાંધીનગરમાંર ઈંઘછઅ માં બદલી આપી છે. જે.એમ વાઘેલાને ભાવનગરમાં ડેપ્યુટી DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.  ગૌરવ પંડયાને બનાસકાંઠાના  ડેપ્યુટી DDO તરીકે તો દેવાંગ પંડયાને અબડાસાના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. એચ એમ સોલંકીની ડેપ્યુટી DDO વડોદરા તો એમ કે પ્રજાપતિને ડેપ્યુટી કલેકટર આણંદ તરીકે મૂકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.