Abtak Media Google News

દૂધ કા દૂધ, પાની કા પાની

સોયા, બદામ કે કોકોનટ સહિતના વનસ્પતિ આધારીત દૂધ મુદ્દે ફૂડ સેફટી ઓથોરીટીની નવી ગાઈડ લાઈન

અત્યાર સુધી સોયા, બદામ અને કોકોનટ સહિતના વનસ્પતિ આધારિત દૂધને દૂધ તરીકે ગણવામાં આવતા હતા. આવા દૂધનો આઈસ્ક્રીમ સહિતની પ્રોડકટમાં ઉપયોગ થતો હતો, મિલાવટ થતી હોવાના આક્ષેપ પણ સામે આવ્યા હતા. ત્યારે હવે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા રૂપાંતરિત દૂધને દૂધ ગણવામાં આવશે નહીં. સાચા દૂધને વ્યાખ્યાયીત કરવામાં આવશે.

Advertisement

આગામી ૧૫ સપ્ટેમ્બર એફએસએસએઆઈ  વનસ્પતિ આધારિત દૂધના ઉપયોગ અંગે અંતિમ ગાઈડ લાઈન બહાર પાડશે. ડેરી પ્રોડકટમાં દૂધના ઉપયોગ અંગે કેટલાક પ્રતિબંધો મુકશે. આ મામલે તૈયાર કરવામાં આવેલા ડ્રાફટ માટે નાગરિકો પાસે સુચનો પણ મંગાવવામાં આવ્યા છે. અત્યાર સુધી સોયા મિલ્ક, બદામના દૂધ કે કોકોનેટના દૂધનો ઉપયોગ ડેરી પ્રોડકટમાં થતો હતો. કેટલીક કંપનીઓ આઈસ્ક્રીમ બનાવવામાં પણ આ દૂધનો ઉપયોગ કરતી હતી. ત્યારે દૂધ મુદ્દે ફૂડ સેફટી ઓથોરીટી દ્વારા મહત્વની ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. સાચા દૂધ અને વનસ્પતિ દૂધને વ્યાખ્યાયીત કરી ક્યાં વાપરવું તે અંગે સુચનો અપાશે.

ડેરી પ્રોડકટની બનાવટમાં વનસ્પતિ આધારિત દૂધનો ઉપયોગ થતો હતો. ગ્રાહકોની જાણ બહાર પ્રોડકટ અપાતી હતી. આવી બાબતમાં ગ્રાહકની તંદુરસ્તી પર કેટલાક જોખમો હતા. ઉપરાંત વ્યાપારીક ધોરણે આ પ્રવૃતિ અપ્રમાણીત પણ ગણાય. આવા સંજોગોમાં એફએસએસએઆઈની ગાઈડ લાઈન ખુબજ મહત્વનો ભાગ ભજવશે.

નોંધનીય છે કે, દૂધને સંપૂર્ણ આહાર તરીકે ગણવામાં આવે છે. બાળકથી લઈ વૃદ્ધ સુધીના દરેક વ્યક્તિની તંદુરસ્તી માટે દૂધ મહત્વનો ખોરાક છે પરંતુ ઘણા એવા કિસ્સા પણ સામે આવ્યા છે. જ્યાં દૂધમાં ભેળસેળ થતી હોય. વર્તમાન સમયે બજારમાં મળતા દૂધમાં મોટો ભાગ ભેળસેળીયો છે. જેના કારણે લોકોના આરોગ્ય ઉપર જોખમ વધી શકે છે. આવી સ્થિતિમાં દૂધની વ્યાખ્યાની છટકબારીમાંથી વેપારીઓ છટકી ન શકે તે માટે એફએસએસએઆઈ ધારાધોરણ ઘડશે. દૂધમાં થતી ભેળસેળને અટકાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ભેળસેળ મુદ્દે કડક સજાની જોગવાઇ પણ કરવામાં આવી હતી. અલબત, કેટલીક ભેળસેળ એવી છે જે કાયદાની છટકબારીના કારણે કાયદેસર જેવી ગણી શકાય. જેને અટકાવવા સરકાર દ્વારા હવે પગલા લેવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.