Abtak Media Google News

બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રા.લી. આયોજીત ટ્રાવેલ ઉત્સવ કાલે સવારે ૧૦ થી સાંજના ૭ સુધી હોટેલ ઇમ્પિરીયલ પેલેસે ખાતે યોજાશે

આવતીકાલે રવિવારના રોજ બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રાઇવેટ લીમીટેડ ફરી એક વખત લઇને આવી રહ્યું છે. ટ્રાવેલ ઉત્સવ જયાં મળશે ૨૦૨૦ના ઇન્ટરનેશનલ તથા ડોમેસ્ટીક ગ્રુપ પ્રવાસો પર મેગા ડીસ્કાઉન્ટ સ્કીમ સ્પોટ બુકીંગ  પર અભૂતપૂર્વ છૂટ ફકત એક દિવસ માટે

બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા આગામી તા. ૫-૧-૨૦ ના રવિવારે સવારે ૧૦ થી ૭ સુધી હોટેલ ઈમ્પીરીયલ પેલેસ યાજ્ઞીક રોડ ખાતે ટ્રાવેલ ઉત્સવ-૨૦૨૦ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દર વર્ષની જેમ લોકોને ૨૦૨૦ ના ઇન્ટરનેશનલ તથા ડોમેસ્ટીકનો લાભ આપવામાં આવશે. વર્ષ દરમિયાન ફરવા જવાનું આગોતરું આયોજન કરી શકનાર પ્રવાસીઓ સ્પોટ બુકિંગ કરવા માટે જરુરી ડીપોઝીટ ભરી આ સ્કીમનો લાભ લઇ શકશે તેમ ડાયરેકટર વત્સલભાઇ કરીઆની યાદીમાં જણાવેલ છે.

છેલ્લા ર૪ વર્ષથી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છની પ્રવાસ ઉત્સુક જનતાનો જેમને સઁપૂર્ણ સાથ સહકાર મળતો આવ્યો છે. તેવું સૌરાષ્ટ્રનું ટ્રાવેલની દુનિયામાં ગુંજતું નામ એટલે બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રાઇવેટ લિમીટેડ આ બ્રાન્ડ વેલ્યુ બનાવવા માટે અને નામના જાળવી રાખવા માટે જરૂરી પરિબળો જેવા કે સક્ષમ ટીમ વર્ક, સતત નવું આપતા રહેવા માટેના જાગૃત પ્રયત્નો, નવા પ્રવાસ સ્થળ, નવા સાઇટસીઇંગ, હોટલ, ભોજન તથા ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા માટે વારંવાર દુનિયાના દરેક સ્થળે રુબરુ જઇ જાત ઇન્સ્પેકશન કરતાં રહેવા ઉપરાંત પ્રવાસ સમયે અનુભવી ટુર મેનેજરની વ્યવસ્થા વિગેરેમાં ઘ્યાન આપવાનો કારણે બેસ્ટ ટુર્સને સૌરાષ્ટ્ર-કચ્છના સૌથી વિશ્ર્વાસ પાત્ર  અને અનુભવી ટુર ઓપરેટર તરીકે ટ્રાવેલ પ્રિય જનતા દ્વારા અપનાવી લેવામાં આવેલ છે. એક લાખથી પણ વધારે કસ્ટમર નેટવર્ક અને ટિકીટ, હોટલ બુકીંગ, ફોરેન એકસચેન્જ  ક્રુઝ બુકિંગ, પાસપોર્ટ, વિઝા, ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ ગ્રુપ પેકેજ ટુર્સ, વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર તથા ટ્રાવેલ ઇન્સ્યોરન્સ સહિત સેવાઓ માટે અન્ડર વન રૂક વન સ્ટોપ સોલ્યુશન આપતું બેસ્ટ ટુર્સ છેલ્લા ત્રણ વર્ષથી ગ્રાહક મિત્રોને સાથ સહકારના વળતર રુપે ટ્રાવેલ ઉત્સવના બેનર હેઠળ સાલ કા સબસે સસ્તા એક દિન લઇને આવી રહેલ છે. ૨૦૨૦ ના કોઇપણ ડોમેસ્ટિક  અને ઇન્ટરનેશનલ ગ્રુપ પ્રવાસો પર દુનિયાના દરેક સ્થળના પ્રવાસો પર સ્પોટ બુકિંગ ડિપોઝીટ ચૂકવીને અભૂતપૂર્વ બુક કરાવવા માટે સૌરાષ્ટ્રની પ્રવાસ શોખીન જનતાને આઇએ ટીએ ટીએએઆઇ ,ટી. એ આઇ., ઓટીઓએઆઇ, આર.બી. આઇ.,  જીએલસી, ડબલ્યુ ટીટીએએન એ જેવા સર્ટિડીકેટ ધરાવનાર વિશ્ર્વનીય અને અનુભવના સથવારે અવિસ્મરણીય પ્રવાસો આપનાર બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રા.લી.ના આ અભૂતપૂર્વ મેગા ડિસ્કાઉન્ટ સ્કીમનો લાભ લેવા કાલે સવારે ૧૦ થી ૭ હોટેલ ઇમ્પીરીયલ પેલેસ, ડો. યાજ્ઞીક રોડમાં ટ્રાવેલ ઉત્સવ ૨૦૨૦ ની લાભદાયી અને અનિવાર્ય મુલાકાત લેવા બેસ્ટ પરિવાર તરફથી ડાયરેકટર દીપકભાઇ કારીયા તરફથી અનુરોધ કરાયો છે. વધુ માહીતી માટે વત્સલભાઇ કારીયા મો. નં. ૯૩૭૫૨ ૦૧૧૧૦/ ૮૦૦૦૫ ૦૦૦૫૦ નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.