Abtak Media Google News

મ્યુનીસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે લીધી ઇસ્ટઝોનની મૂલાકાત

ત્રણેય ઝોન ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સપ્તાહના એક-એક દિવસ વિઝીટ કરવાનું અને મુલાકાતીઓને મુલાકાત આપવાનું શરુ કરવામાં આવેલ છે તે અનુસંધાને ઈસ્ટ ઝોનના મહાનગરપાલિકાના વિવિધ પ્લાન્ટની મુલાકાત કરી હતી, તેમજ વોર્ડ નંબર ૧૫માં દૂધ સાગર બ્રિજ, આજી નદી રિવરફ્રન્ટ ખાતેના ઇન્ટરસેપ્ટર લાઈન, આજી ડેમ ખાતે આવેલ ડાઉન સ્ટ્રીમ ગાર્ડન, આજી ફિલ્ટર પ્લાન્ટ તેમજ વોર્ડ નં. ૧૮ માં નારાયણનગર હેડ વર્કસની વિઝીટ કરી હતી.

હાલ ભાદર મેઈન લાઈનમાંથી નારાયણનગર હેડ વર્કસને પાણી સપ્લાય કરવા મેઈન લાઈનના રેલ્વે ક્રોસિંગની કામગીરી ચાલુ છે જે ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી અને નેશનલ હાઈવે ક્રોસિંગની મંજૂરી માટે આજે નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે મીટીંગ કરી તાકીદે મંજૂરી મેળવી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી. આ કામગીરી પૂર્ણ થતા નારાયણનગર હેડ વર્કસ હેઠળના કોઠારીયા વિસ્તારનો પાણી સપ્લાય સમસ્યા હલ થશે.

પ્લાન્ટ અને આજી નદી રિવરફ્રન્ટની સાઈટ પર વૃક્ષો વાવવા માટેનો ટ્રી પ્લાન્ટેશન સંબધિત સૂચનાઓ આપી હતી અને સફાઈ જાળવવા સુચન કર્યું હતું. વરસાદી માહોલ હોવાથી વોંકળાની નિયમિત સફાઈ કરવા સુચના આપી હતી સાથો સાથ ફિલ્ટર પ્લાન્ટ ખાતે મટીરીયલ વ્યવસથાની માહિતી મેળવી હતી અને પાણીની ગુણવત્તા ચકાસી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.