Abtak Media Google News

સત્સંગથક્ષ વ્યકિતના આદર્શો અને સંસ્કારોનું સિંચન થાય: રણજીતગઢના શ્રી હરિકૃષ્ણધામના સદગુરૂ શ્રી ભકિત હરિદાસજી

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢમાં આવેલ શ્રીહરિકૃષ્ણધામે તા.12 થી 16 ડિસેમ્બર , 2022 દરમિયાન *સર્વોપરી પંચાબ્દિ મહોત્સવ* ઉજવાશે. તેમજ શ્રીમૂળીધામે દેવોનો 200મો વાર્ષિક પાટોત્સવ “ઉત્સવ” ઉજવાશે. તે નિમિત્તે પ. પૂ. તપોમૂર્તિ સદ્. શ્રીભક્તિહરિદાસજી સ્વામીના શુભ માર્ગદર્શન પ્રમાણે પૂ. સંતો ગામડે – ગામડે સત્સંગ વિચરણ કરી રહ્યા છે, અને સત્સંગ કથામૃતનો લાભ આપી રહ્યા છે.

તે અંતર્ગત રાજકોટ ખાતે સોની સમાજની વાડી (યુનિટ-1) તા. 15 થી 17 જુલાઈ (શુકવાર થી રવિવાર) દરમિયાન  રાત્રે 9 થી 11:30 સુધી ત્રિરાત્રિય સત્સંગ કથામૃતનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક પ્રસંગે પૂ. ગુરુજીએ હતી ભક્તોને આશીર્વાદ આપી ,સંતો, શ્રીહરિ, માતા – પિતા રાજી થાય, તેવું દિવ્ય જીવન જીવવાની વાત કરી હતી. પરિવારમાં સંપ અને  એકતા વધે, તે માટે 4 વાતનું અનુકરણ કરવા પર વિશેષ ભાર મૂક્યો.બીજાને અનુકૂળ થવું, મનધાર્યું ન કરવું, ઘસાવું અને સહન કરવું.

તેમજ સૌ સાથે મળીને ભગવાનની ભક્તિ કરે, તે માટે ઘરસભા કરવાનું સૂચન કર્યું હતું.”સત્સંગ દ્વારા વ્યક્તિના આદર્શો અને સંસ્કારોનું સિંચન થાય છે.  આવા સુસંસ્કારી વ્યક્તિઓ દ્વારા  સુસંસ્કાર રાષ્ટ્રનું નિર્માણ થાય છે” – એમ જણાવી સૌને દરરોજ સત્સંગનો લાભ લેવા માટે પ્રેરણા કરી હતી. ગુરુજીની સાથે રણજીત કટ હરિધામ મંદિરના કોઠારી સ્વામી અને સંતો અને ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.આવનાર મહોત્સવ નિમિત્તે પૂ. ગુરુજી અને  પૂ. સંતોએ રાજકોટ શહેરમાં હરિભક્તોના ઘરે પધરામણી કરી. એ સાથે જ 5 કલાકની “સ્વામિનારાયણ” મહામંત્ર ધૂન, દેવ ઉત્સવ મંડળ દ્વારા કીર્તન ભક્તિનું, અને સભા વિરામ બાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.