Abtak Media Google News

મફત પાણીપુરી આપવાની ના પાડતા મોરબી રોડ બે શખ્સોનો આતંક : છરી વડે હુમલો

શહેરમાં નજીવી બાબતોમાં અલગ અલગ ચાર જેટલાં હુમલાના બનાવ સામે આવ્યા છે. મફત પાણીપુરી આપવાની ના પાડતા, પૈસાની લેતીદેતી, ધંધાકીય હરીફાઈ સહીતની બાબતોમાં કરાયેલા હુમલામાં કુલ ચાર જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

Advertisement

શહેરમાં અસામાજિક તત્ત્વો દ્વારા નિર્દોષ લોકો પર રોફ જમાવતા હોય, માર મારી તોડફોડ કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં મફતમાં પાણીપૂરી દેવાની ના પાડતા યુવાન પર બે શખ્સે હુમલો કરી તેની પાણીપૂરીની રેંકડીમાં તોડફોડ કરી નાસી છૂટ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ભગવતીપરા-8માં રહેતા અને પાણીપૂરીનો વેપાર કરતા મૂળ મધ્યપ્રદેશના મૂળચંદસિંહ અંગતસિંહ કુશવાહે સાજન પરમાર અને દીપક ઉર્ફે કુચા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તે જૂના મોરબી રોડ પર પાણીપૂરીની રેંકડી ઊભી રાખી વેપાર કરે છે. શનિવારે સાંજે પોતે રેંકડી પર હતો. ત્યારે બે શખ્સ પાણીપૂરી ખાવા આવ્યા હતા. પાણીપૂરી ખાઇ લીધા બાદ પૈસા માગતાં બંનેએ પૈસા નથી તેવું કહ્યું હતું. જેથી પોતે કંઇ નહિ પછી આપી દેજોનું કહેતા બંને જતા રહ્યા હતા. ત્યાર બાદ રાત્રીના નવ વાગ્યાના અરસામાં પોતે રેંકડી લઇને ઘરે જતો હતો. ત્યારે ફરી બંને શખ્સ પોતાની પાસે આવી પાણીપૂરી ખવડાવવાની વાત કરી હતી. જેથી તમે સાંજે જ ઉધારમાં પાણીપૂરી ખાઇને ગયા છો, વધુ તમને પાણીપૂરી ખવડાવી નહિ શકું, મારે પણ ઘર ચલાવવાનું હોય તેમ કહ્યું હતું. જેથી બંને ઉશ્કેરાય જઇ પોતાને માર મારી રેંકડીમાં તોડફોડ કરી હતી. બનાવ સમયે ત્યાં હાજર એક સિક્યુરિટી ગાર્ડ બંનેને નામથી બોલાવી આવું નહિ કરવાનું કહ્યું હતું. તેમ છતાં બંનેએ માર માર્યો હતો. બાદમાં સાજન પરમારે છરીથી હુમલો કરી બેઠકના ભાગે ઘા ઝીંકી દઇ નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા બાદ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બીજા બનાવમાં શહેરના આજીડેમ પોલોસ મથક વિસ્તારમાં રહેતા રહીમભાઈ બરકતભાઈ કોરડીયા (ઉ.વ.35) રહે શીતળાધાર 25 વારીયાવાળાએ ફરિયાદ નોંધાવી છે કે, તેના જ વિસ્તારમાં રહેતા કપિલ ગોસ્વામી, દીક્ષિત ગોસ્વામી અને તેનો મિત્ર ધંધાકીય હરીફાઈનો ખાર રાખી હુશેની ચોક ખાતે ધસી આવ્યા હતા અને ગાળો આપી પ્રથમ મૂઢ માર માર્યા બાદ દીક્ષિત ગોસ્વામીએ ફરિયાદીને માથાના ભાગે લોખંડનો પાઇપ ફટકારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

ત્રીજા બનાવમાં શહેરના ઠક્કરબાપા હરિજનવાસ સર્વે નંબર છ માં રહેતા મયુરભાઈ ઉર્ફે ખોડો હમીર શિંગાળા નામના 28 વર્ષીય યુવાને હરીજનવાસમાં રહેતા બાલાભાઈ ભીમજીભાઇ પરમાર, વિકાસ હરેશ પરમાર, સાગર હરેશ પરમાર સામે તલવાર વડે હુમલો કરી મારામારી કર્યાની ફરિયાદ પ્રધ્યુમનનગર પોલીસ મથકે નોંધાવી છે.

મયુરભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે નજીકમાં રહેતા બાલાભાઈ પરમાર પાસેથી 90 હજાર રૂપિયા 20% વ્યાજે લીધા હતા. જેમાંથી 85 હજાર રોકડા ચૂકવ્યા હતા અને 5 હજાર આગામી મહિને ચૂકવી દેવાનું મયુરભાઈણે કહ્યું હતું. પરંતુ ગત શનિવારની રાત્રે એક વાગ્યાના સુમારે બાલાભાઈ, તેમના પૌત્ર વિકાસ અને સાગર ત્રણેય શખ્સ મયુરભાઇના ઘરે ધસી આવ્યા હતા અને રૂ. 5 હજારની માંગણી કરી તલવાર અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં મયુરભાઇના કપાળે અને માથાના ભાગે તલવાર લાગી જતાં ગંભીર રીતે ઘવાયા હતા. જેમને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસ સિવિલ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત મયુરભાઇની ફરિયાદ પરથી બાલાભાઈ,વિકાસ અને સાગર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં શહેરના માલવિયાનગર પોલીસ મથક હેઠળ આવતા આનંદ બંગલા ચોક નજીક રવેચી હોટેલ પાસે પૈસાની લેતીદેતીમાં એક યુવાન પર હુમલો કરાયાનો બનાવ સામે આવ્યો છે. જે હુમલામાં ધ્રુમિલ જરીયા નામનો યુવાન ઘવાયા હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.