Abtak Media Google News
  • પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત
  • આગામી દિવસોમાં વોર્ડ વાઇઝ કાર્યાલય શરૂ કરવાની જાહેરાત : 24 એપ્રિલથી શહેરના અલગ-અલગ વિસ્તારમાં ધર્મરથ કાઢવામાં આવશે

1515

Advertisement

પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેને પગલે રાજકોટમાં ક્ષત્રીય સમાજના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે સમાજના 100 બહેનોએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. આગામી દિવસોમાં વોર્ડ વાઇઝ કાર્યાલય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે 24 એપ્રિલથી શહેરના અલગ-અલગ વિસ્તારમાં ધર્મરથ કાઢવામાં આવશે.

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલા સામેનો ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલાના વિરોધમા આંદોલન-2 શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટમાં ક્ષત્રિયાણીઓ દ્વારા આજથી પ્રતિક ઉપવાસની શરૂઆત કરવામાં આવી છે અને આગામી 24 એપ્રિલના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ધર્મરથ કાઢવામાં આવશે.રાજકોટના રામજી મંદિર ખાતે ક્ષત્રિયાણીઓ દ્વારા પ્રતિક ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ત્રણ દિવસ સુધી શહેરના અલગ-અલગ વિસ્તારમાં ઉપવાસ આંદોલન કરવામાં આવશે. તેમજ આગામી 24 એપ્રિલથી શહેરના અલગ-અલગ વિસ્તારમાં ધર્મરથ કાઢવામાં આવશે. આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા 6 જેટલા કાર્યાલય પર શરૂ કરવાાં આવ્યા છે અને આગામી દિવસોમાં વોર્ડ વાઇઝ કાર્યાલય શરૂ કરવામાં આવશે.

ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણીઓએ  જણાવ્યું હતું કે રાજ્યની 26 બેઠક પર ભાજપને કઈ રીતે નુકસાન થશે તે રીતે અમારી ટીમો કામ કરવા છે. આગામી એક કે બે દિવસમાં ગુજરાત ભરમાં કાર્યાલય ખોલવામાં આવશે. જે કાર્યાલયોમાં અને ભાજપને કઈ રીતે નુકસાન પણ પહોંચે અને વધુમાં વધુ મતદાન કરવું કઈ રીતે તે અંગેની માહિતી લોકોને સુઘી પહોંચાડવામાં આવશે. ક્ષત્રીય સમાજના યુવાનો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવશે.

આ મામલે ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાએ જણાવ્યું કે  બહેનોનું જે થવું હોય તે થાય હું તો લડીશ એવો રૂપાલાનો હુંકાર છે વાત હવે ચૂલા સુધી પહોંચી, એક ઘર બાકી નથી જ્યાં આક્રોશ નથી. અફવા ખોટી ફેલવામાં આવે છે કોઈ ડેમેજ કંટ્રોલ થયું નથી.  સમાજમાં કોઈ બે ભાગલા પડ્યા નથી.  રૂપાલા વિરુદ્ધ વ્યૂહરચના ઘડવામાં આવી છે. 7 ધર્મ રથ રાજકોટમાં ફરશે. 24 તારીખથી ધર્મ રથનો શુભારંભ કરવામાં આવશે.ધર્મ રથને કોઈ રોકી નહિ શકે ગઈકાલની હર્ષ સંઘવીની બેઠકમાં ક્ષત્રિય સમાજના કોઈ આગેવાન ન હતા. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો જ ઉપસ્થિત રહ્યા હશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.