Abtak Media Google News

નિકાસકારોના મોટી રકમના લાભ અટવાઇ ગયા

રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝની સરકારમાં રજૂઆત

નિકાસકોરોને નિકાલ દરમિયાન મળતા એમઇઆઇએસ સ્ક્રીપ્ટ બંધ કરવામાં આવતા નિકાસકારો મુશ્કેલીમાં મુકયા હોવાનું રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયઝ સરકારને જાળવી પડતર રહેલી સ્ક્રીપ્ટે તત્કાલ ઇસ્યુ કરવાની માગણી કરી છે.

ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખ વોરા અને ઉપપ્રમુખ રાજીવ દોશીએ જણાવ્યું છે કે સને 2015ના વર્ષથી નિકાસકારોને નિકાસના પ્રોત્સાહન રૂપે એનઇઆઇએસના નામથી લાયસન્સ-સ્ક્રીપ્ટ આપવામાં આવે છે. આ સ્ક્રીપ્ટ નિકાસકારના નિકાસની એફ.ઓ.બી. વેલ્યુના 2થી 5 ટકા વચ્ચે પ્રોત્સાહનરૂપે આપવામાં આપે છે.

આ સ્ક્રીપ્ટ બજારમાં શેરના વેચાણની જેમ આનુ પણ ખરીદ-વેચાણ કરી શકાય તેથી આ સ્ક્રીપ્ટરૂપે મળતા લાયસન્સને બજારમાં વેંચી નિકાસકાર પોતાની મુડી છુટી કરી શકતા. આ સ્ક્રીપ્ટ લેનાર કોઇપણ માણસ આયાત થતા માલ સામે ભરવાની થતી આયાત ડયુટીને બદલે કેટલી રકમની આ સ્ક્રીપ્ટ જમા કરાવે તો આયાત ડયુટી રોકડમાં ભરવાની રહે નહીં. અને આયાત ડયુટી પર લાગતો વધારાનો વેરો પણ લગાડવામાં આવતો નથી. તેથી આ પ્રકારની સ્ક્રીપ્ટ દ્વારા સરકાર પર સીધુ નાણાકીય ભારણ થતું નથી. પરંતુ સરકારને મળનાર આયાત ડયુટીરૂપે રેવન્યુમાં સ્ક્રીપ્ટની કિંમત જેટલી રેવન્યુ ઓછી મળે જેની અસર સરકારની અંદાજવામાં આવેલ આયાત ડયુટી પર થાય.

આ પ્રકારના પ્રોત્સાહન દુનિયામાં રહેલા ગરીબ દેશો કે જેમાં વ્યક્તિદીઠ આવક એક હજાર ડોલરથી ઓછી હોય તેવા દેશોમાંથી થતી નિકાસને આવા પ્રોત્સાહન આપી શકાય. જયારે આવા દેશો એક હજાર ડોલર પ્રતિ વ્યક્તિની આવકથી વધારે આવક કરતા થાય ત્યારે આવી એમઇઆઇએસ સ્ક્રીમ આપવાની બંધ કરવામાં આવતી હોય છે. આમ આપણો દેશ 2017ના ડિસેમ્બર માસ પહેલા આવક મર્યાદા કરતા વધારે આવકની કેટેગરીમાં આવતા અમેરિકાએ વર્લ્ડ ટ્રેક ઓર્ગેનાઇઝેશનમાં આપણી એમઇઆઇએસ સ્ક્રીમ સામે વાંધો લેતા આપણે 31મી ડિસેમ્બર 2020 સુધીમાં આ યોજના બંધ કરવાની ફરજ પડી છે. તેથી આ યોજના બંધ રેમિસન ઓફ ડયુટી એન્ડ ટેકસ પેઇડ ડીરીગ પ્રોસેસ ઓફ પ્રોડકેશન ઇન એકસપ્રોર્ટ પ્રોડકટના નામે નવી યોજના જાહેર કરવામાં આવી છે. પરંતુ આ યોજના અંતગર્ત જુદી જુદી એક્ષ્પોર્ટ પ્રોડકટ પર લાગતા ડયુટી અને ટેક્ષના આધારે કેટેગરી નકકી કરી કેટલા ટકા કઇ કેટેગરીમાં આપવા તે નકકી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા ચાલતી હોય, આ યોજના હેઠળ હાલમાં લાભ પ્રાપ્ત થઇ શકતા નથી.

હવે અગાઉની એમઇઆઇએસ યોજના 31મી ડિસેમ્બરથી બંધ થતા 31મી ડિસેમ્બર સુધીના થયેલી યોજના હેઠળ લાભો મેળવવા અરજી કરવાની બાકી હોય તેમજ થયેલી અરજીઓ સામે સ્ક્રીપ્ટ એટલે લાયસન્સ ઇસ્યુ થયેલ ન હોય, તેવી મોટી રકમ માર્કેટમાંથી મેળવી શકાઇ નથી. આમ નિકાસકારોના મોટી રકમના રોકાણ થયા છે. તેમજ નવી જાહેર થયેલી યોજના અંતગર્ત નિર્ણય કરી કઇ ચીજવસ્તુ સામે કેટલા ટકા પ્રોત્સાહન પ્રાપ્ત થશે તે નકકી થયું ન હોય, નવી સ્ક્રીપ્ટ મળી શકતી નથી.

જેથી આ તકે સરકારને વિનંતી સહ રજૂઆત કરાઇ છે કે એમઇઆઇએસ સ્ક્રીમ યોજના અંતગર્ત સરકાર તરફથી સીધી રીતે કોઇપણ પ્રકારના નાણાકીય ભારણ ન આવતા હોવાથી આવી સ્ક્રીમ લાયસન્સ, સ્ક્રીપ્ટ વહેલી તકે ઇસ્યુ કરી દેવામાં આવે. જેથી એમએસએમઇ ક્ષેત્રના નિકાસકારોને નાણાકીય પ્રવાહીતામાં મુશ્કેલીમાં રાહત રહે.

આ પ્રકારે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રના વાણીજય મંત્રી પિયુષ ગોયેલ તેમજ નાણામંત્રી નિર્મલા સીતારામન તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. તેમ ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા અને ઉપપ્રમુખ રાજીવભાઇ દોશીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.