Abtak Media Google News

એકવાર રાહુલ સ્કૂલ બેગમાં પોતાની સ્કૂલના સમયની યાદો ને શોધી રહ્યો હતો. તેને એક ડાયરી મળી જે તેને 20 વર્ષ પહેલાં તેની ખાસ મિત્ર નિરાલીએ આપી હતી. રાહુલ નિરાલીને પ્રેમ કરતો હતો પરંતુ ક્યારેય તેને કહી શક્યો ન હતો. રાહુલ રોજ નિરાલીને યાદ કરતો. હજુ પણ રાહુલ નિરાલીને જ પ્રેમ કરે છે પણ તેના લગ્ન થઇ ગયા છે જેને તે સરખી રીતે નિભાવી રહ્યો નથી. લગ્ન થઇ ગયા હોવા છતાં તેની પત્નિ ને માન આપતો નથી. રાહુલે લગ્ન માત્ર કુટુંબ ના કહેવાથી જ કર્યા છે એટલે તેની પત્નિ નું તે ધ્યાન રાખતો ન હતો. તેનું લગ્નજીવન સુખી ન હતું. રાહુલ ની પત્નિ રસોડામાંથી બહાર આવે છે અને રાહુલને ભાવુક થયેલ જુએ છે અને પૂછે છે કે શું થયું અને તમે આ શું જોઈ રહ્યા છો ?તેની પત્નીની નજર રાહુલના હાથમાં રહેલી ડાયરી પર પડે છે અને ડાયરી જોઈને તે રાહુલને કહે છે કે તમને આ ડાયરી ક્યાંથી મળી?

રાહુલ કહે છે કે આ ડાયરી મારી ખાસ મિત્ર નિરાલીની છે જેને હું હજી પણ પ્રેમ કરું છું. આ વાત સાંભળીને તેની પત્ની કહે છે કે આ ડાયરી મારી જ છે.

36D09226 Fca0 4Fd4 A0E4 38279C4D5C01

આ સાંભળીને રાહુલને આંચકો આવે છે.

રાહુલ કહે છે કે હું કઈ રીતે માનું કે આ ડાયરી તારી છે ત્યારે તેની પત્ની કહે છે કે 20 વર્ષ પહેલા મેં તમને આ ડાયરી આપણી સ્કુલની નજીક આવેલ એક બગીચા માં આપી હતી ત્યારે તમે સફેદ ટી-શર્ટ પહેર્યું હતું અને મેં લાલ ડ્રેસ પહેર્યો હતો.

17Fatbooks

આ વાત સાંભળતા જ રાહુલ ખુશ થઈ ગયો અને ભાવુક થઈને રડવા લાગ્યો અને બોલ્યો કે હું તને ક્યારેય કહી ના શક્યો કે હું તને ખૂબ જ પ્રેમ કરતો હતો. નિરાલી કહે છે કે હું પણ તને ખૂબ પ્રેમ કરતી હતી પણ ક્યારેય કહી શકી ન હતી.

1

નિરાલી રાહુલને ચૂપ કરાવે છે અને રાહુલ નિરાલીને તેને ખરાબ વર્તન બદલ માફી માગે છે. નિરાલી ને એ વાતનો આનંદ થયો કે રાહુલ હજુ પણ તેને પ્રેમ કરે છે. નિરાલી એ રાહુલ ને માફ કર્યો પછી બંને ખુશીથી જીવન વિતાવવા લાગ્યા.

આમ સાચો પ્રેમ ક્યારેય આપણા થી અલગ થતો નથી.

– આર. કે. ચોટલીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.