Abtak Media Google News

ઇરાના દરેક નાગરિકોને ૧-૧ ડોલર ફાળો આપવાની અપીલનાં પગલે વિશ્ર્વરભરમાં ભારે તનાવનો માહોલ ઉભો થયો

ઇરાકના બગદાદમાં અમેરિકાના હુમલામાં મોતને ઘાટ ઉતરેલા ઇરાનના કમાન્ડર જનરલ કાસીમ સુલેમાનીની હત્યા બાદ ઘુંવા-ફુટતા થયેલા ઇરાને જનરલ સુલેમાનીની અતિમવિધ વખતે ડોનાલ્ડ ટ્રમ્પનું માથુ વાઢી લાવનારને ૫.૭૬ અબજનું ઇનામ જાહેર કર્યુ છે. આ માટે ઇરાનના દરેક નાગરીકોને ૧-૧ ડોલર ફાળો આપવાની અપીલના અહેવાલોને પગલે વિશ્ર્વભરમાં આ મુદ્દે ભારે તનાવ, અસંજમેસ અને ધબરાટનું માહોલ ઉભો થયો છે.

ઇરાનમાં ૮૦ મીલીયનની વસ્તી છે. ત્યારે ટ્રમ્પના માથુ વાઢનારને ૮૦ મીલીયન બખ્શીશની જાહેરાત કરવામાં આવી છે. ૩જી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશના પગલે બગદાદમાં થયેલા ડ્રોન હુમાલમાં ઇરાનના કુદફોર્સના કમાન્ડર સુલેમાની અને અબુમહેંદી અલ મોહન્દીન ઇરાકના હસદસહાબીફોર્સના ડેપ્યુટી ચીફનું મોત થયું હતું. બગદાદના ઇન્ટરનેલ એરપોર્ટ પર હુમલો થયો હતો આ હુમલાનો ઇરાનમાં વ્યાપક  વિરોધ થયો છે. ઇરાનના સુપ્રિમો આયતુલ્લાહ અલીખામૈની અને પ્રમુખ હસન રૂહાની એ અમેરિકા સામે બદલો લેવાની જાહેરાત કરી દીધી છે.

રવિવારે ઇરાનના સાસંદ અબ્દુલફજલ અબુતુરાબીએ અમેરિકન વહીવટી તંત્ર અને રાજકીય ક્ષેત્રના હ્રદયસ્થ સ્થળો અને વ્યકિતઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી. અને અમારી રીતે વ્હાઇટ હાઉસ પર ત્રાટકવા સમર્થ છીએ અમે તેમની જ ભૂમિ પર તેમને સબક શિખવાડીશું  અમારી પાસે તાકાત છે. પણ અમે તેના ઉપયોગના ઉચિત સમયની રાહ જોઇએ છીએ અમારૂ આ યુઘ્ધ નું એલાન છે. અને તેમાં અમેરિકાને ફટકો સહન કરવાનું જ છે. ઇરાની સસંદના જાહેર સત્રમાં રવિવારે ટ્રમ્પને પ્રમુખ ના રૂપમાં આતંકવાદી ઠેરવ્યું હતું. ટ્રમ્પે ઇરાનના ડેર સ્થળો ટાર્ગેટમાં હોવાથી જાહેરાત કર્યા બાદ ઇરાન વલણ આકરૂ કર્યુ હતું. અમેરિકા એ ધમકી આપી હતી કે જો ઇરાન અમેરિકનો નેતે ના ઠેકાણો પર પ્રહાર કરશે તો અમેઇરાનની પર જગ્યા ઓ નિશાન ઉપર લીધી છે.

7537D2F3 5

ડોનાલ્ડ ટ્રમ્પનું માથુ વાઢી લાવનારને ૫.૭૬ અબજ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત જનરલ કાસીમની અંતિમ યાત્રામાં ઉમટી પડેલી હજારો લોકો ભીડે અમેરિકા, ઇઝરાયેલ અને સાઉદી અરેબીયા વિરુઘ્ધ નારા લગાવ્યા હતા. તમામ નાગરીકોને ટ્રમ્પના માથાના બદલામાં રાખવામાં આવેલી ૮૦ મીલીયન ડોલર માટે દરેક નાગરીકને ૧-૧ મીલીયન ડોલરનું દાન આપવા જણાવ્યું હતું.

સુલેમાનીની અંતિમ યાત્રા તેમના વતન અહવાજથી કરાઇ હતી. ત્યાં હજારો લોકોએ સુલેમાનીના અંતિમ દીદાર કર્યા હતા. ટ્રમ્પે વળતા પ્રતિભાવમાં ટ્રવીટ પર કહ્યું હતું કે ઇરાન અમેરિકાને નુકશાન પહોચાડશે તો તાત્કાલીક અને ખતરનાક અંદાજમાં જવાર આપવામાં આવશે.  અમારે આવી ચોખ્ખવટ કરવાની જરૂર ન હોય પણ હું ચેતવણી આપું છું. ઇરાન અમેરિકા વચ્ચેની આતંગદીલી થી વિશ્ર્વની સ્થિતિ ચિંતા જનક મોડમાં આવી ચુકી છે. આતંગદીલી ની સંભવિત આડ અસર ભારતમાં પણ થઇ શકે છે॰

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.