Abtak Media Google News

ભારતમાં કફ્તાન કેવળ મેક્સી કે ટોપના રૂપે જ અપનાવાયું છે, પણ કફ્તાનમાં ઘણી વરાઇટીઓ છે જે પહેરી તમે બધાના આકર્ષણનું કેન્દ્ર બનશો

ઉનાળો આવતાં જ કયાં કપડાં પહેરવાં એની પાછળ આપણે આપણો સમય વેડફી નાખીએ છીએ. રોજ-રોજ કોટનના ડ્રેસથી  કંટાળી ગયા તો જીન્સ પહેરીએ. પણ ઉનાળામાં જીન્સ બધાને સૂટ થતાં નથી કે બધાને કમ્ફર્ટેબલ પણ ફીલ કરાવતાં નથી. તો ચાલો, આ સમરમાં કંઈ નવું ટ્રાય કરીએ. નવામાં શું ટ્રાય કરશો અને એ પણ સમરમાં ? તો આ સમરમાં તમારા લિસ્ટમાં સામેલ કરી દો કફતાનને. કફ્તાન લાંબું ગાઉન જેવું હોય છે. કફ્તાન ઘણો પ્રાચીન પહેરવેશ છે. એ ઈ. સ. ૬૦૦ પહેલાં પર્શિયામાં જોવા મળ્યો હતો. ટ્રેડિશનલી તો આ ગાર્મેન્ટ સિલ્ક કે કોટન મટીરિયલી બને છે. કફ્તાન લોન્ગ ગાઉન તરીકે પણ પહેરાય છે. આ ઘણાં વર્ષો પહેલાંથી ચાલુ થયું છે. જ્યારે આપણા રાજા-મહારાજા હેવી વર્ક કરેલા જે બ્રોકેડ કોટ કે મોગલ રાજાઓ જરદોસી વર્કના જે કોટ પહેરતા હતા બેઝિકલી એને જ કફ્તાન કહેવાતું હતું. મોરોક્કો અને આફ્રિકામાં વધારે કફ્તાન પહેરાય છે. એ સિવાય કાશ્મીરમાં વુલન કપડાનું જે ગાઉન પહેરે છે એને પણ કફ્તાન કહેવાય છે. કફ્તાન ઓરિજિનલી આફ્રિકાી આવ્યું છે. એના આવ્યા પછી આપણા ડિઝાઇનરોએ એમાં કેટલાંય નવાં-નવાં વેરિએશન કરી એને નવા-નવા લુક આપ્યા છે.

ગરમીમાં ફેવરિટ કફ્તાન :

ગરમીમાં કફ્તાન કેમ હોટ ફેવરિટ છે એનું કારણ છે કફ્તાનની સ્ટાઇલ. સમરમાં બધા લૂઝ કપડાં પહેરવાનું પસંદ કરે છે અને કફ્તાની વધારે લૂઝ કોઈ ડ્રેસ જ નથી, કેમ કે કફ્તાનમાં હોવાથી  તમારું ગળું પણ ખુલ્લું રહે છે. એ ઉપરાંત એમાં સ્લીવ્સ પણ ટાઇટ હોતી ની. બીજું, એ લૂઝ કટ છે. તમને કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. એને શિફોન અને જ્યોર્જેટ જેવા નરમ કપડાી બનાવવામાં આવે છે. એ ઉપરાંત ઊન, કેશ્મિઅર, સિલ્ક, કોટન મટીરિયલનાં પણ તમે કફ્તાન બનાવી શકો છો.

ભારત કફ્તાનથી દૂર :

કફ્તાનનો બેઝિક કટ એક જ હોય છે, પણ તમે ફેબ્રિક કઈ રીતનું પસંદ કરો છો એના પર પણ આધાર રાખે છે. તમે જો કોટનનું કફ્તાન પહેરીને નીકળો તો એ કેઝ્યુઅલ લુક આપે છે. જ્યોર્જેટનું ગળા પર વર્ક કરેલું કફ્તાન પહેરો તો એ ફોર્મલ લુક આપે છે. કફ્તાનના અલગ લુક આપવા તમે ગળા પર એમ્બ્રોઇડરી પણ કરી શકો છો. કફ્તાનને સુધી અવા ફુલ લેન્ સુધી પહેરી શકો છો. જો તમે ઈવનિંગ વેઅર તરીકે કફ્તાન પહેરો તો યુ વિલ સ્ટેન્ડ આઉટ ઑફ ધ ક્રાઉડ. લેગિન્ગ્સ અને જીન્સ પર પણ કફ્તાન ટોપ કે કુર્તી પહેરે છે. મોરોક્કોમાં કફ્તાન લેડીઝ અને જેન્ટ્સ બન્ને પહેરે છે. ત્યાં લેડીઝ વેડિંગ ગાઉનમાં કફ્તાન પહેરવું એ ટ્રેડિશન છે. કફ્તાનમાં જરૂરી ની કે જ હોવો જોઈએ. તમે મોગલ રાજાઓની જેમ એને રોબ (કોટ પહેરતા હતા) તરીકે પણ પહેરો તો એને પણ કફ્તાન જ કહેવાય છે. કફ્તાનને હજી ભારતમાં ફેશન-સ્ટાઇલ તરીકે અપનાવવામાં આવ્યું ની. ભારતમાં કફ્તાનને મેક્સી કે પછી ટોપ તરીકે જ અપનાવ્યું છે.

બીચવેઅરમાં કફ્તાન :

બીચવેઅરમાં કફ્તાન બધાના હોટ ફેવરિટ છે. બીચ પર સ્વિમિંગ કરીને બહાર આવે તો બિકિની પર બારોબ અવા સ્કાર્ફ પહેરવાં પડે છે, પણ એના કરતાં તમે જો કફ્તાન પહેરો તો એનો લુક એકદમ સ્ટાઇલિશ લાગશે અને એ પહેરવામાં પણ આસાની પડશે. બીચવેઅર તરીકે ટ્રાન્સપરન્ટ કફ્તાન વિમેનને સેક્સી લુક સો કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે.

ઍક્સેસરીઝ :

કફ્તાન ઉપર ઍક્સેસરીઝ તમારા હિસાબે પહેરી શકો છો. એમાં કોઈ રિસ્ટ્રિક્શન કે નિયમ નથી. પાર્ટીમાં જવા માટે શિફોનનું કફ્તાન ડાયમન્ડ સાથે પહેરીને પાર્ટીનું આકર્ષણ બની શકો છો. જો તમે ઈવનિંગ વેઅર તરીકે કફ્તાન પહેરવા માગતા હો તો તમારું ડાયમન્ડ બ્રેસલેટ બેસ્ટ ઑપ્શન છે. જો તમે કોટનનું કફ્તાન પહેરતા હો તો તમે વુડન બીડ્સનું બ્રેસલેટ પહેરી શકો છો. કફ્તાન સાથે તમે કમર પર બેલ્ટ પણ પહેરી શકો છો. કફ્તાનમાં તમે પગ પર ઍન્કલેટ પણ પહેરી શકો છો. ફન્કી અને કેઝ્યુઅલ લુક આપવા માટે તમે હેરબેન્ડ પણ પહેરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.