Abtak Media Google News

10થી વધુ ફાયદાઓ હળદરના સેવનથી થઈ શકે છે

હળદર એક ઔષધિ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે મસાલા તરીકે થાય છે. હિંદુ ધર્મમાં હળદરનો ઉપયોગ પૂજામાં અથવા કોઈપણ શુભ કાર્ય કરતી વખતે કરવામાં આવે છે. ખોરાક ઉપરાંત હળદરનો ઉપયોગ અનેક રોગોથી બચવા માટે પણ કરવામાં આવે છે. હાલમાં, હળદરના ગુણો પર સમગ્ર વિશ્વમાં સંશોધન ચાલી રહ્યું છે અને ઘણા સંશોધનો આયુર્વેદમાં ઉલ્લેખિત ગુણધર્મોની પુષ્ટિ કરે છે.

કાચી (તાજી) હળદર ક્રશ કરીને તેનો માથા પર લેપ લગાવાથી ચક્કર આવતા હોય તો બંધ થઇ જાય છે. સાથે જ ગરમ દૂધના સેવનથી ફેફસામાં જમા કફ નીકળી જાય છે. તું જાણવાની વાત એ છે કે જો યોગ્ય રીતે હળદરનું સેવન કરવામાં આવે તો જ તેનો ફાયદો મળે છે અને અતિરેક હળદરના સેવનથી શરીરમાં પથરી પણ થાય છે ત્યારે યોગ્ય માત્રામાં હળદર લેવી એ જ હિતાવહ છે.

હળદરના સેવનથી અલઝાઇમારથી બચી શકાય છે

અલ્ઝાઈમર મગજને લગતો રોગ છે. આવી સ્થિતિમાં, આ રોગથી પીડિત વ્યક્તિના આહારમાં હળદરનો સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે હળદરમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે, તે અલ્ઝાઈમરની સ્થિતિ સામે લડવામાં તેમજ તમારા મગજના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે.

હૃદય મજબૂત બનાવે છે

યોગ્ય રીતે હળદરનું સેવન કરવાથી હૃદય ને અત્યંત મજબૂત બનાવે છે અને હૃદય ને લગતા જે પ્રશ્નો હોય તેને પણ દૂર કરે છે.

હાડકાને પોષણ આપે છે

ભારે વ્યાયામ કર્યા બાદ જ્યારે હાડકા તૂટતા હોય ત્યારે હળદરનું સેવન કરવાથી જે હાડકાઓ છે તેને મજબૂત બનાવે છે અને પોષણ પણ આપે છે.

કોલેસ્ટ્રોલને કાબુમાં રાખે છે

અનેકવિધ સર્વેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે કોઈ વ્યક્તિને કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધુ હોય જો તેઓ હળદરનું નિયમિત સેવન યોગ્ય રીતે કરે તો તેના કોલેસ્ટ્રોલ કાબુમાં આવી શકે છે.

આંખની ચમકમાં વધારો

જે લોકો હળદરનું સેવન કરતા હોય તેઓને ફાયદા પહોંચે છે જેમાં તેમની આંખની સ્થિતિ સુધરે છે અને રેટિના ને લગતા પ્રશ્નોનું નિવારણ પણ ત્વરિત આવતું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.