Abtak Media Google News

 

O+, O-, AB+  અને AB-  બ્લડ ગ્રેપ ધરાવતી સ્ત્રીઓને માસિક ધર્મમાં સૌથી વધારે પીડાનો સામનો કરવો પડતાં હોવાનું સર્વેમાં બહાર આવ્યું

પીરિયડસની સાયકલને અનુલક્ષીને ડો.મિરાકુમારી જયારે 936 સ્ત્રીઓ પર સર્વે હાથ ધર્યો

અબતક, રાજકોટ

O+, O-, AB+  અને AB- બ્લડ ગ્રુપ ધરાવતી સ્ત્રીઓને માસિક ધર્મમાં સૌથી વધારે પીડાનો સામનો કરવો પડતો હોય છે. સાથે સાથે વ્યક્તિત્વ અને સોશિયલ મીડિયાની અસરો પણ માસિક સ્ત્રાવ પર થાય છે. મહિલાઓ આજે પણ અજ્ઞાનતા અને સંકોચ ને કારણે કોઈને કહેતા, વાત કરતાં ડરે છે. હિચકીચાટ અનુભવે છે. આ હચકાચાટને આ કારણે જ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે. તેમાંથી સૌથી મોટી સમસ્યા છે.

 શું હોય છે ટાઈપ એ અને બી વ્યક્તિત્વ ધરાવનાર લોકોના લક્ષણો…

TY-Bવ્યક્તિત્વના લક્ષણોમાં  ઉત્સાહ, આનંદ-પ્રેમાળ, સમજાવટવાળા, પ્રભાવશાળી, વિચારવાન, પ્રેરક, સ્વપ્ન જોનાર, લોકોલક્ષી, સ્વયંસ્ફૂરિત, આત્મા વિશ્વાસુ જોવા મળે છે

જયારે TY-A વ્યક્તિત્વના લક્ષણો :

સખત મહેનત કરનાર, અતિ સામાજિક, મહત્વાકાંક્ષી, એક સાથે ઘણા કર્યો કરવા, ખુબ ષ ઝડપી, સમય પાલનમાં ખુબfeatured જ માનનારા, બધું વ્યવસ્થિત રાખવાની વૃત્તિ, વધારે પડતા ચોખ્ખાઈના આગ્રહી, એક જ ધ્યાને કામ કરનાર, અસફળતાનો ખુબ જ ડર, નિર્ણય કરવામાં બીજા પર આધારિત… વગેરે જોવા મળે છે.

પીરિયડસની સાયકલને અનુલક્ષીને ડો.મિરાકુમારી જી. જેપાર એ ભવનના મહિલા અધ્યાપકોના સહકારથી સર્વે કર્યો હતો. આ સર્વેમાં કુલ 936 સ્ત્રીઓએ પોતાના જવાબો આપ્યા હતા. જેમાં મહિલાઓ માટે જાણવા જેવી હકીકત સામે આવી છે.

ટી.વી.,ઈન્ટરનેટ વગેરે જેવા માધ્યમોને કારણે છોકરીઓમાં પ્રી-મેચ્યોરીટીનું પ્રમાણ વધ્યું છે? આ પ્રશ્નના જવાબમાં 89.50% લોકોએ હા કહી હતી.છોકરીઓમાં પ્રીમેચ્યોરીટી આનુવાંશિકતા પર આધારિત છે ? જેમાં 61.70% સ્ત્રીઓએ હા કહ્યું.તમારી લાઈફ સ્ટાઇલ ઝડપી છે ? 71.40% સ્ત્રીઓએ હા દર્શાવી.આધુનિકીકરણ સાથે તમે તાલ થી તાલ મેળવી શકો છો ? 82% સ્ત્રીઓએ હા કહી.જમતી વખતે ઉતાવળે જમો છો ? 57.10 સ્ત્રીઓએ ના કહી.સમય મર્યાદામાં કાર્ય કરવું ગમે છે ? 91% સ્ત્રીઓએ હા કહી.હંમેશા ઓછા સમય માં વધુ ને વધુ મેળવવાનો પ્રયત્ન કરો છો ? આ પ્રશ્નમાં 75.20% સ્ત્રીઓએ હા કહી.સીરીયલ, મોબાઇલ, ઈન્ટરનેટ વગેરે થી જે માહિતી મેળવે છે તેની માનસિક અસર થાય છે ? 79.70%એ હા કહી.ઝંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખોરાક પ્રીમેચ્યોરીટી માટેનું કારણ છે ? 73.70% એ હા જણાવી.સ્ર્ધાત્મ્કતાની ઉચ્ચ્ ભાવના ધરાવો છો ? 68.40% એ હા કહી.સમય ની ખેંચ દબાણ અનુભવો છો ? 81.20% સ્ત્રીઓએ હા જણાવી.

અનિયમિત પીરિયડ્સના કારણો

1) મહિલાના શરીરમાં એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન નામના ત્રણ હોર્મોન સામેલ હોય છે. જ્યારે આ હોર્મોનમાં કોઈ પ્રકારની ગરબડ થાય છે તો પીરિયડ્સ અનિયમિત થાય છે.

2) કિશોરાવસ્થામાં મહિલાને શરૂઆતના બે વર્ષ અનિયમિત પીરિયડ્સ ની સમસ્યા રહેતી હોય તો તે ગભરાવાની વાત નથી, જે તે સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જો આ સમયગાળો લાંબો ચાલે તો ડોક્ટરને બતાવવું જોઈએ.

3) પ્રેગનેન્સીમાં પણ મહિલાઓને અનિયમિત પીરિયડ્સ આવે છે. જ્યારે મહિલા પ્રેગ્નેટ થાય તો તેના હોર્મોન પોતાની રીતે કાર્ય કરવા લાગે છે. જેથી પિરિયડસ બંધ થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં સામાન્ય ડાઘ દેખાય છે અથવા મોડા પીરિયડ્સમાં પણ થાય છે.

4) અનિયમિત ખાનપાન ને કારણે પણ અનિયમિત પીરિયડ્સ ની સમસ્યા રહે છે. સાથે સાથે યોગ્ય પ્રમાણમાં આહાર લેવો ખૂબ જરૂરી છે. દા. ત. જો તમે મેદસ્વિતાની આયા ધરાવો છો અને એવું ભોજન ગ્રહણ કરો છો જેથી કરીને કાર્બોહાઇડ્રેટ અથવા તો વજન વધે તેવું જમો છો તો હોર્મોન લેવલ માં પરિવર્તન આવી શકે છે.

પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યાઓ

મહિલાઓએ શરીરમાં થતાં ફેરફાર પર ધ્યાન આપવું જરૂરી છે. આ બે પરિસ્થિતિ સિવાય પીરિયડ્સ ન આવે તો ચેતજો જેમ કે મહિનાના એ દિવસોમાં પેટનો નીચલો ભાગ ખૂબ દુ:ખે છે સામાન્ય રીતે મહિલાઓને સહનીય દર્દ થાય છે જેમા કોઈ હળવા ડોઝ વાળી દવા લેવાથી આરામ મળી જાય છે. પણ કેટલીક સ્ત્રીઓને ભયાનક દુખાવો થાય છે જેને ડિસ્મેનોરિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓ ને આવી સમસ્યા થાય છે તેમને અનેકવાર પીરિયડ્સ નથી થતા અને અનિયમિત રીતે થાય છે.

માસિક ધર્મના દિવસોમાં પ્રોસ્ટેગ્લાનડિંસનો સ્ત્રાવ થાય છે. જેને કારણે દુખાવો થાય છે. માસિક ધર્મના દિવસોમાં ગર્ભાશયની માંસપેશીઓ સંકુચિત અવસ્થામાં આવી જાય છે. જેથી ગર્ભાશયમાં ભરેલી બધી ગંદકી જેવું કે ગંદું લોહી, ઈંડાં વગેરે બહાર નીકળી જાય.

અનેક સ્ત્રીઓને આ દિવસોમાં ઉલ્ટી, થાક, માથાનો દુખાવો અને ડાયેરિયા પણ થાય છે. પીરિયડ્સના દિવસોમાં પેટનો આકાર પણ બદલાય જાય છે અને તે થોડો ફૂલી જાય છે.  ખૂબ તીવ્ર દુખાવો થાય છે અને પાંચ દિવસ સુધી સતત રક્તસ્ત્રાવ થવાને કારણે યોનિમાં ખૂબ ભીનાશ પણ લાગે છે.

આ સ્થિતિઓ વિવિધ મહિલાઓ અને વિવિધ માસિક ધર્મોમાં જુદી જુદી હોઈ શકે છે. તેમાં ક્રેમ્પિંગ, બ્લીડિંગ કે બેચેની થવી વગેરેનો સમાવેશ છે. અનેક મહિલાઓ જણાવે છે કે પીરિયડ્સ દરમિયાન તેઓ વધુ ભાવનાત્મક થઈ જાય છે અને તેમને તેમના રોજના કાર્ય કરવામાં મુશ્કેલી આવે છે. દરેક મહિલાને આ પીરિયડ્સના ચક્ર થી દર મહિને પસાર થવાનું હોય છે. જે દરેક મહિલા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આ પિરિયડ ચક્ર મહિલાઓની પ્રજનન પ્રણાલીને પરિવર્તિત કરે છે. જેના લીધે મહિલા માં બનવા સક્ષમ બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.