Abtak Media Google News

વિશ્વભરમાં આ ધ્યાન યજ્ઞ ૧ માર્ચથી ૨૧ માર્ચ સુધી ચાલશે

વિશ્વભરમાં ઓશો સક્રિય ધ્યાન યજ્ઞ ૧ માર્ચ થી ૨૧ માર્ચ સુધી ચાલશે. ઓશોની આ ધ્યાન પઘ્ધતિ ઘણી પ્રસિઘ્ધ અને લોકપ્રિય થયેલી છે. તેના અનુસંધાને રાજકોટમાં આવેલ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, મવડી રેલવે ફાટક પાસે, વૈદવાડી પર સવારે ૬ થી ૭ નિયમિત આ ધ્યાન પ્રયોગ થશે સક્રિય ધ્યાન (એક કલાકના) પ્રયોગમાં પહેલું ચરણ ૧૦ મિનિટ, બીજુ ચરણ ૧૦ મિનિટ, ત્રીજુ ચરણ ૧૦ મિનિટ, ચોથુ ચરણ ૧૫ મિનિટ, પાંચમું ચરણ ૧૫ મિનિટ એમ પાંચ ચરણમાં ધ્યાન યજ્ઞ યોજાશે. જેમાં પહેલા ચરણમાં શ્વાસ-પ્રશ્વાસ, બીજુ ચરણ રેચનનું છે, ત્રીજુ ચરણ સમજુતીનું, ત્રીજા ચરણમાં ઉર્જાને ઉર્ઘ્વગામી બનાવવા હું નો વાહન તરીકે ઉપયોગ કર્યો છે. આમ પહેલા ત્રણ ચરણ રેચનકારી છે.

ધ્યાન નથી પરંતુ ધ્યાનના પ્રવેશની પૂર્વભૂમિકા છે. ચોથા ચરણમાં એકદમ સ્થિર થઈ જવાનું છે. કારણ તમારી કોઈપણ જાતની ગતિથી ઉર્જાના ઉર્ઘ્વગામી પ્રવાહમાં વિક્ષેપ પડશે અને ધ્યાન વિખરાઈ જશે. શરીરને ઢીલુ છોડી દો ભીતર છવાયેલ આનંદને વેગ આપો અને અહોભાવથી નાચો, ગાઓ અને ઉત્સવ મનાવો. ઉપર મુજબના ધ્યાન પ્રયોગમાં સહભાગી થવા સ્વામિ સત્ય પ્રકાશ ધ્યાન મંદિર દ્વારા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.