હવે ભારતની વીસ ટકા સ્ત્રીઓ ઓવરવેઈટ છે.

health
health

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૫-૧૬ના આંકડા બહાર પડી ગયા છે. એમાં ચિંતાજનક વાત એ બહાર આવી છે કે ભારતની પાંચમા ભાગની એટલે કે ૨૦.૭ ટકા સ્ત્રીઓ ઓવરવેઈટ છે યાને કે નોર્મલ કરતાં વધુ વજન ધરાવે છે. એમાં ખાસ કરીને ૧૫થી ૪૯ વર્ષના વયજૂથની સ્ત્રીઓનો સમાવેશ થાય છે. સ્ત્રીઓમાં ઓબેસિટીનું પ્રમાણ શહેરી વિસ્તારોમાં સૌથી વધુ છે. આ આંકડા ચોંકાવનારા એટલા માટે પણ છે, કેમ કે પાછલા એક દાયકામાં ઓબોસિટીનો શિકાર સ્ત્રીઓની સંખ્યા ૧૨.૬ ટકાથી વધીને ૨૦.૭ ટકા પર પહોંચી ગઈ છે.