Abtak Media Google News

ધો.૬ થી ૮નાં બીજી શાળામાં જઈને શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કરશે: શાળાઓને ૧૦,૦૦૦ની ગ્રાન્ટ અપાશે

શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ષે રાજયની સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ટવીનીંગ પાર્ટનરશીપ અને ટીચર એકસચેન્જ પ્રોગ્રામ અંતર્ગત એક શાળાનાં ધો.૬ થી ૮નાં છાત્રો આખો દિવસ શિક્ષક સાથે અન્ય શાળામાં જઈને આદાન-પ્રદાનની પ્રક્રિયા હાથ ધરશે. એક શાળાનું બીજી શાળા સાથે જોડાણની ભાગીદારી સાથે શિક્ષકોની અદલા-બદલી શાળાઓમાં કરાશે જેનાં ખર્ચે પેટે વાહન, નાસ્તો વગેરેનાં રૂા.૧૦,૦૦૦ રાજય સરકાર દ્વારા દરેક શાળાઓનાં આચાર્યનાં એકાઉન્ટમાં ગ્રાન્ટ ફાળવી આપવામાં આવેલ છે.

Advertisement

આ પ્રોજેકટ અંતર્ગત કલ્સ્ટર દીઠ પસંદગીની ૪ શાળાઓ મુજબ રાજયની કુલ ૧૨,૯૮૮ સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓનાં બાળકોમાં જીવન કૌશલ્ય વિકસાવવા, આત્મવિશ્ર્વાસ વધારવા, જ્ઞાન અને પ્રવૃતિઓનું આદાન-પ્રદાન કરવા, જ્ઞાન વહેંચણી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ક્ષમતા વધારવાનો હેતુ છે.

Patto Ban Labs

આ પ્રોજેકટ તા.૧૦મી જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાની સુચના છે. અભ્યાસક્રમનો વ્યાપ સમજી તેનો અસરકારક અમલ, રમત-ગમતની પ્રવૃતિઓનું બંને શાળા વચ્ચે આયોજન, લાયબ્રેરી-વિજ્ઞાન ગણિતની લેબોરેટરીની પ્રવૃતિઓનું આદાન-પ્રદાનની સાથે એકબીજી શાળાની શ્રેષ્ઠ પ્રવૃતિ-શિક્ષણ પ્રોજેકટ સાથેનું આયોજન થાય તેવો હેતુ છે. આ માટે વિદ્યાર્થી દીઠ રૂા.૧૦૦ની ખર્ચ મર્યાદા છે.

શાળા મુલાકાતનો હેતુ એકબીજા સાથે જોડાયેલી શાળાના છાત્રો વ્યકિતગત અને જુથમાં રહીને સક્ષમ બનશે. સાથોસાથ શાળાની શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃતિઓનું આદાન-પ્રદાન કરશે. થીમ ઓફ ટવીનીંગમાં નાવિનીયમપૂર્ણ પ્રવૃતિઓનું આદાન-પ્રદાન- સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ડિબેટ, કિવઝનું આયોજન, અન્ય સર્જનાત્મક બાબતો સાથે વર્ગખંડમાં શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ અને જાણકારી મળશે.

આ પ્રોજેકટમાં નિયત સમયપત્રક મુજબ સમુહ પ્રાર્થના, પરીચય, મુલાકાતનો હેતુ, વર્ગખંડની પ્રતિક્રિયા, શાળા ભ્રમણ, શાળા પરીચય, પુસ્તકાલય, સ્વચ્છતા, શાળાની વિવિધ પ્રવૃતિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત-ગમત અને વકતૃત્વ સાથે શાળા આસપાસ જોવાલાયક સ્થળ મુલાકાતનું ટાઈમટેબલ નકકી કરાયું છે.

શિક્ષકોને અસરકારક પઘ્ધતિઓ અપનાવવાની તક મળશે

એક સરકારી શાળાનાં ધો.૬ થી ૮નાં છાત્રો બીજી શાળામાં જઈને શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃતિઓનું આદાન-પ્રદાન સાથે શિક્ષકો-વિદ્યાર્થીઓનાં ઉત્કૃષ્ટ વિચારની આપ-લે સાથે ક્ષમતા વિકાસ થશે. શિક્ષકોને વધુ સારી રીતે અને અસરકારક પઘ્ધતિઓ અપનાવવાની તક મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.