Abtak Media Google News

નામચીન શખ્સે એક સાથે ત્રણ યુવાનના અપહરણ કરી ઢીમઢાળી દીધું’તું

શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલા જય પ્રકાશનગરના યુવાનની પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરી ફરાર થયેલા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી નામચીન શખ્સ સહિત ચાર શખ્સોની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જય પ્રકાશનગરમાં રહેતા અકબર ફૈઝમહંમદ નામના યુવાનની ગત તા.૨૬મી જુલાઇએ ગુલમહંમદ ઉર્ફે ગુલીયો, જીતુ ડાંગર, સલીમ ઉર્ફે સલુ, સદામ, સીકલો અને ત્રણ અજાણ્યા શખ્સોએ હત્યા કર્યા અંગેની અનિશ ફૈઝમહંમદે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અકબરને તેના પાડોશમાં રહેતા ગુલમહંમદ ઉર્ફે ગુલીયાની કુટુંબી ભત્રીજી સાથે ચારેક વર્ષથી પ્રેમ સંબંધ હોવાથી ગત તા.૨૬ જુલાઇએ અકબર તેના ભાઇ અનિશ અને અન્ય એક યુવાનનું અપહરણ કરી રૂખડીયાપરા નજીક અવાવ‚ જગ્યાએ લઇ જઇ પાઇપ અને ધોકાથી હુમલો કરી અકબરની હત્યા કરી તમામ શખ્સો ભાગી ગયા હતા.

ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. એ.એસ.સોનારા, બી.ટી.ગોહિલ, એમ.એસ.મહેશ્ર્વરી, ઘનશ્યામસિંહ ચૌહાણ અને સમીર શેખ સહિતના સ્ટાફે સદામ મહંમદ હાલા અને જીતુ ઉર્ફે ભુરો હીરા ડાંગર નામના શખ્સોની ધરપકડ કરી છે. જીતુ ડાંગર આ પહેલાં ડબલ મર્ડર, મારામારી અને દારૂના અનેક ગુનામાં સંડોવાયો હોવાનું જ્યારે સદામ હાલા હથિયારના ગુનામાં ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.