Abtak Media Google News

સગાઇ પ્રસંગમાં બંદુકમાંથી કરેલા ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં અમદાવાદના પ્રૌઢને ગોળી લાગી

શહેરના ૧૫૦ ફુટ રીગં રોડ પર આવેલા રાજશૃંગાર પાર્ટી પ્લોટમાં પટેલ પરિવારના સગાઇ પ્રસંગમાં અમદાવાદના મહેમાને બંદુકમાંથી ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા અમદાવાદના પ્રૌઢને ગોળી લાગતા તાલુકા પોલીસે ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી છે.

Advertisement

શહેરના મોબાઇલના ધંધાર્થી હાર્દિક સોરઠીયાની બહેનની સગાઇ અમદાવાદના યુવક સાથે નક્કી થયા બાદ રાજશૃંગાર પાર્ટી પ્લોટમાં સગાઇ પ્રસંગ રાખવામાં આવતા અમદાવાદનો પરિવાર સગા-સંબંધીઓ સાથે રાજશૃંગાર પાર્ટી પ્લોટ ખાતે આવ્યા બાદ મોડીરાતે સંદિપ બળવંતભાઇ કાકડીયાએ બંદુકમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા અમદાવાદના પ્રવિણભાઇ છગનભાઇને ગોળી લાગતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

તાલુકા પોલીસે બંદુક માલિક પરસોતમભાઇ ગોવિંદભાઇ પટેલ અને ફાયરિંગ કરનાર સંદિપ કાકડીયા સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.