Abtak Media Google News

મહંત સ્વામીમાં રહેલા આત્મસંયમ, ભકિત, નમ્રતા અને સેવાના ઉત્કૃષ્ટ ગુણોથી યોગીજી  મહારાજ  અને પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ મળ્યો

મહંત સ્વામી મહારાજ (સ્વામી કેશવજીવનદાસજી)એ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના છઠ્ઠા અને વર્તમાન આઘ્યાત્મિક ગુરુ છે. મહંત સ્વામી મહારાજનો જન્મ ૧૩ સપ્ટેમ્બર, ૧૯૩૩ (ભાદરવા વદ ૯, સવંત ૧૯૮૯)ના રોજ ડાહીબેન અને મણિભાઈ નારણભાઈ પટેલને ત્યાં, જબલપુર (મધ્યપ્રદેશ, ભારત) ખાતે થયો હતો. થોડા દિવસો બાદ બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જબલપુરની મુલાકાતે પધાર્યા. જયાં તેમણે નવજાત બાળકોને આશીર્વાદ આપ્યા અને તેને ‘કેશવ’ નામ આપ્યું પણ તેમનો પરિવાર તેમને પ્રેમથી વિનુ કહેતા.

મણિભાઈ મુળ ગુજરાતમાં આણંદના હતા અને વેપાર માટે જલબપુરમાં સ્થાયી થયા હતા. વિનુભાઈ (મહંત સ્વામી મહારાજ)એ જબલપુરમાં તેમના પ્રારંભિક વર્ષો ગાળ્યા હતા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અંગ્રેજી-માધ્યમ શાળામાં પૂર્ણ કયું. તેઓ બાળપણથી જ તેજસ્વી હતા અને જબલપુરમાં ક્રાઈસ્ટ ચર્ચા બોયઝ સીનિયર સેક્ધડરી સ્કુલ ખાતે ૧૨ ધોરણ પૂર્ણ કર્યા હતા.

ત્યારબાદ તેઓ તેમના માતાપિતા સાથે તેમના મુળ શહેર આણંદમાં પરત ફર્યા. જયાં તેમણે કૃષિ કોલેજ ખાતે અભ્યાસ કર્યો. ૧૯૫૧-૫૨માં તેઓ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આઘ્યાત્મિક અનુગામી યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા. યોગીજી મહારાજની આઘ્યાત્મિક પ્રતિભા અને નિ:સ્વાર્થ પ્રેમથી પ્રભાવિત થયા. તેઓ ઉનાળામાં રજાઓ દરમિયાન યોગીજી મહારાજ સાથે વિચરણમાં જોડાતા. યોગજી મહારાજના પ્રેમમાં યુવાન વિનુભાઈ (પૂજય મહંતસ્વામી મહારાજ) ઓતપ્રોત થઈ ગયા.

વિનુભાઈ (પૂજય મહંતસ્વામી મહારાજ) કૃષિમાં સ્નાતકની ડિગ્રીથી સ્નાતક થયા અને યોગીજી મહારાજ સાથેના તેમના જોડાણ દ્વારા તેમને ત્યાગના માર્ગે જવા માટે પ્રેરણા મળી હતી. ૧૯૫૭માં યોગીજી મહારાજે તેમને પાર્શદી દીક્ષા આપી અને તેમનું નામ વિનુ ભગત રાખ્યું, યોગીજી મહારાજે વિનુ ભગતને તેમના દૈનિક પત્ર વ્યવહાર અને અન્ય સેવાઓની સંભાળ રાખવા માટે વિચરણમાં સાથે રહેવા કહ્યું.

૧૯૬૧માં, ગઢડામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કળશ મહોત્સવ પ્રસંગે યોગીજી મહારાજે ૫૧ સુશિક્ષિત યુવાનોને ભાગવતી (ભગવા) દિક્ષા આપી હતી તે પ્રસંગે વિનુ ભગતનું નામ સ્વામી કેશવજીવનદાસ અપાયું. ત્યારબાદ યોગીજી મહારાજે મુંબઈમાં સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે ૫૧ નવા સાધુઓને આજ્ઞા આપી. દાદર મંદિરમાં સ્વામી કેશવજીવનદાસને મંદિરના મહંત તરીકે નિમણુક કરવામાં આવી હતી. ત્યારથી સમય જતા તે મહંતસ્વામી તરીકે આદરણીય રીતે જાણીતા બન્યા.Fh0I2419 002આત્મસંયમ, ભકિત, નમ્રતા અને સેવાના ઉત્કૃષ્ટ ગુણોથી તેમને યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેમ મળ્યા. ૧૯૭૧માં યોગીજી મહારાજના પૃથ્વી પરના પ્રસ્થાન બાદ, તેઓ ગુરુ યોગીજી મહારાજ માટેની ભકિત અને વફાદારી સાથે અનુગામી ગુરુ પ્રમુખ સ્વામી મહારાજમાં સંપૂર્ણપણે જોડાઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજની શુદ્ધતા અને આઘ્યાત્મિક ઉચ્ચતા સાથે તેમનો સંપર્ક ૧૯૫૧માં શ‚ થયો હતો. સને ૧૯૭૧માં બ્રહ્મસ્વ‚પ યોગીજી મહારાજના સ્વધામગમન બાદ તેઓના અનુગામી પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છાઓ અને આજ્ઞા મુજબ તેમણે અગણિત ભકતોમાં સત્સંગની પ્રેરણાને મજબુત બનાવવા સમગ્ર દેશ અને વિદેશમાં પ્રવાસ કર્યો.

તેમણે સંસ્થાના મોટા ઉત્સવો, બાળ અને યુવા પ્રવૃતિઓ, અક્ષરધામ પ્રોજેકટસ સાથે અન્ય સત્સંગ પ્રવૃતિઓમાં તેમની સેવાઓ પણ આપી છે.  મહંતસ્વામીના ગહન પ્રવચનથી અગણિત ભકતોને પ્રેરણા મળી છે અને તેમને પવિત્ર, વ્યસનમુકત જીવન જીવવા પ્રેરિત કર્યા છે. તેમની ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેની નિષ્ઠાપૂર્વકની ભકિતની અસંખ્ય ભકતો પર એક કાયમી છાપ પડી ગઈ છે.

૨૦ જુલાઈ ૨૦૧૨ના રોજ અમદાવાદમાં વરિષ્ઠ સાધુઓની હાજરીમાં, પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામીને તેમના આઘ્યાત્મિક અનુગામી તરીકે જાહેર કર્યા. ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ પ્રમુખસ્વામી મહારાજના પૃથ્વી પરના પ્રસ્થાન બાદ મહંત સ્વામી ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત પરંપરાના છઠ્ઠા ગુરુ બન્યા. પરમ પૂજય મહંત સ્વામી મહારાજ હવે અગણિત ભકતોના ગુરુ અને આઘ્યાત્મિક માર્ગદર્શન તરીકેની આગેવાની કરે છે અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની વિશ્વભરમાં સામાજિક-આઘ્યાત્મિક પ્રવૃતિઓ સંભાળી રહ્યા છે.

પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે આગામી તારીખ ૩ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધી તેઓ રાજકોટ ખાતે માધાપર-મોરબી બાયપાસ રોડ ખાતે નિર્માણ પામેલ વિશાળ સ્વામિનારાયણનગરની સામે આવેલ અતિથી દેવો ભવને આંગણે રોકાણ કરશે. તેઓના સાનિઘ્યમાં ૧૧ દિવસ દરમ્યાન યોજાનાર વિશિષ્ટ આઘ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાખો હરિભકતો અને ભાવિક ભકતો લાભ પ્રાપ્ત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.