Abtak Media Google News

જંગલેશ્વરમાંથી દારૂ, ચરસ અને ગાંજા બાદ હેરોઇનનો સક્રીય ઘટક મોરફીન મળી આવ્યું: ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

શહેરમાં સંવેદનશીલ ગણાતા જંગલેશ્ર્વરમાંથી અવાર નવાર દારૂ, ગાંજો અને ચરસ પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે ત્યારે ‚ા.૨૨.૩૩ લાખની કિંમતનું હેરોઇનનો સક્રીય ઘટક મોરફીન સાથે વૃધ્ધા સહિત બે ઝડપાતા પોલીસ સ્ટાફ પણ ચોકી ઉઠયો છે. માદક પદાર્થ કયાંથી લાવ્યા અને કેટલા સમયથી વેચાણ કરવામાં આવતું તે અંગેની પોલીસ દ્વારા ઉંડી પૂછપરછ હાથધરવામાં આવી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે વાહન ચેકીંગ સઘન બનાવ્યું છે અને બાતમીદારોને કામે લગાડયા હોવાથી જંગલેશ્વર શેરી નંબર ૨૮ના ચેડે તવકક્લ ચોક પાસે નદીના કાંઠેથી એક્ટિવા પર જઇ રહેલા નામચીન રફીક ઇબ્રાહીમ બેલીમ નામના શખ્સને અટકાવી તલાસી લેતા તેની પાસેથી રૂ.૨૨.૩૩ લાખની કિંમતનું હેરોઇનનો સક્રીય ઘટક મોરફીન મળી આવતા ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, પી.આઇ. એચ.એમ.ગઢવી અને પી.એસ.આઇ. એ.એસ.સોનારા સહિતના સ્ટાફે ૨૨૩.૩૭૦ ગ્રામ મોરફીન સાથે ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરેલા નસીલા પદાર્થ અંગે એફએસએલ દ્વારા હેરોઇનનો સક્રીય ઘટક મોરફીન હોવાનો અભિપ્રાય આપતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રૂ.૨૨.૩૩ લાખની કિંમતનું મોરફીન અને રૂ.૨૦ લાખની કિંમતનું જે.જે.૩જેએમ. ૪૬૮૯ નંબરનું એક્ટિવા કબ્જે કરી રફીક ઇબ્રાહીમ સંધીની પૂછપરછ કરતા મોરફીનના વેચાણના ધંધામાં જુબેદા ઇબ્રાહીમ બેલીમ નામની ૭૦ વર્ષની વૃધ્ધાની સંડોવણી હોવાની કબુલાત આપતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે તેની ધરપકડ કરી વિશેષ તપાસ માટે એસઓજી સ્ટાફને સોપવામાં આવી છે.

જુબેદા ઇબાહીમ અને રફીક ઇબ્રાહીમના રિમાન્ડ લેવાયા બાદ જ તે મોરફીન કયાંથી લાવે છે તેમજ તેના વેચાણમાં અન્ય કોણ સંડોવાયું છે. તે અંગેની વિશેષ વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. રફીક બેલીમ અગાઉ ગોંડલ ખાતે ખૂનના ગુનામાં ઝડપાયો હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.