Abtak Media Google News

મોરબી જીલ્લામાં થતી દારૂની હેરાફેરી રોકવા એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કચ્છ હાઈવે પરથી બાતમીને આધારે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે ઈસમોને ઝડપી રૂ.૨.૭૦ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

મોરબી એલસીબી ટીમે માળિયા સામખીયારી હાઈવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેનશાહ વલીપીરની દરગાહ પાટીયા નજીકથી ઈકો કારને ખાનગી બાતમીને આધારે આંતરી આરોપી જુમેશ હનીફ સુમરા અને સલીમ જુસબ સંધીને ઝડપી લઈને કારમાંથી ૧૯૫ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.૬૫,૭૦૦, ત્રણ મોબાઈલ કાર મળી રૂ.૨,૭૦,૦૦૦નો મુદામાલ કબજે કર્યો છે અને અન્ય આરોપીઓ રમેશ ભરવાડ અને તાજ આદમ મોવાર અને સિંકદર ઉર્ફે સિકલો જુસબ સંધીના નામ ખુલતા તેની વિરુઘ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.