Abtak Media Google News

જામનગરની કો. ઓપ. સોસાયટી પાસેથી ધિરાણ મેળવી ચેક આપનાર આસામીને ચેક પરતના ગુન્હામાં અદાલતે કેદ તથા રોકડનો દંડ ફટકાર્યા છે. જ્યારે એક કારખાનેદારને ચેક રિટર્નના કેસમાં બે વર્ષની કેદ તથા  ચેકથી બમણી રકમનો દંડ ફટકારાયા છે.

જામનગરની સરદાર પટેલ ક્રેડીટ કો.ઓ. સોસાયટી પાસેથી તેના સભાસદ અશોકભાઈ રણછોડભાઈ કાપડિયાએ ધિરાણ મેળવ્યું હતું જેની પરત ચૂકવણી માટે સોસાયટીને રૃા.૧,૦૩,૫૦૦નો અશોકભાઈએ ચેક આપ્યો હતો તે ચેક બેંકમાંથી અપૂરતા નાણાના કારણે પરત ફરતા સોસાયટી દ્વારા અદાલતમાં અશોક કાપડિયા સામે નેગો. ઈસ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી અશોક રણછોડભાઈને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા રૃા.૨૦૫૦૦૦નો દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી સોસાયટીને રૃા.ર લાખ વળતર પેટે તેમજ રૃા.પ હજાર કોર્ટમાં જમા કરાવવા આદેશ કરાયો છે. ફરિયાદી સોસાયટી તરફથી વકીલ નાથાલાલ ઘાડિયા, હિતેન અજુડિયા, પરેશ સભાયા, વિપુલ જાની, હસમુખ મોલિયા, રાકેશ સભાયા, અર્પિત રૃપાપરા, રવિન્દ્ર દવે, હીરેન સોનગરા રોકાયા હતા.

જામનગરના જયેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા પાસેથી કે.કે. બ્રાસ ઈન્ડસ્ટ્રીઝવાળા દેવજીભાઈ રણછોડભાઈ કણઝારિયાએ રૃા.અઢી લાખ હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો તે ચેક બેંકમાંથી પરત ફરતા જયેન્દ્રસિંહએ વકીલ એન.વી. ગોહિલ, આનંદ ગોહિલ, રમેશ ચૌહાણ, કિશન ગોહિલ મારફત અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સામેનો કેસ સાબિત માની આરોપી દેવજીભાઈ કણઝારિયાને બે વર્ષની કેદ તથા ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યા છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદનો હુકમ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.