Abtak Media Google News

દેશમાં અલગતાવાદી અને આતંકવાદી પ્રવૃતિઓમાં વારંવાર પકડાતા સીમીના કાર્યની હરકતો વચ્ચે સરકારે સીમી પર પાંચ વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો છે.

ધ સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ અને ઇન્ડિયા સીમી વારંવાર આંતકી પ્રવૃતિઓ અને દેશમાં ભાંગફોડની પ્રવૃતિઓમાં સામેલ હોવાનું સતત પણે  સામે આ સરકારે સીમી પર પ્રતિબંધ મૂકી દીધો છે.ગૃહમંત્રાલયે કરેલ જાહેરનામા સીમીની અસામાજીક પ્રવૃતિઓ કાબુમાં આવે તો તેના પરનો આ પ્રતિબંધ વધુ લંબાવી દેવામાં આવશે. દેશના સાંપ્રદાયીક સોહારગના વાતાવરણને નુકશાન પહોચાડી આ સંગઠન દેશ માટે ઘાતક પુરવાર થઇ રહ્યું છે. દેશ વિરોધી માહોલ અને વિરોધી વલણ ધરાવતું આ સંગઠન છે શાંતિ માટે ઘાતક છે.

સીમી પર કલમ ૩ ની જોગાવાઇ અને કાયદા વિરોધી ના નિષેધની ૧૯૬૭ ની કલમ એ કેન્દ્ર સરકારે સીમીને ગેરકાનુની જાહેર કરી એની કોઇપણ પ્રવૃતિને ન આપવા આદેશો કર્યો છે.ગૃહ મંત્રાલયમાં સીમી વિરુઘ્ધ નોંધાયા છે સીમીના સાગરીતો અને અલગ અલગ ગુનાહોમાં અને દેશ પ્રવૃતિઓમાં ઝડપાયા છે.

વિદ્યાર્થી સંગઠનના નામે ચાલી રહેલ સીમી નાગરીકોના માનસીક વિચારોના રાષ્ટ્રવિરોધી બનાવવાનું કામ કરતું હતું. સમાજમાં કોમવાદી ઝેર ફેલાવી રાષ્ટ્રવિરોધી માહોલ અને લોકોમાં અલગતાવાદી માનસીકતા ફેલાવવાનું કૃત્ય ઘણા સમયથી મુખ્ય વિભાગના નજરે પડી હતી.કેન્દ્ર સરકાર દ્વારા સીમી ઘણા લાંમા સમયથી અન્ડર ઓબ્ઝેર્વેશન માં રખાઇ હતી.

ભુતકાળમાં સીમીના કાર્યકરોની પ્રવૃતિઓ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી પહોંચી હતી. ગુજરાતમાં અમદાવાદ, જામનગર, રાજકોટ, અને જુનાગઢના કેટલાક યુવાનોને પ્રવૃતિઓ સાથે જોડવાના અહેવાલો મળ્યા હતા.સરકાર દ્વારા સીમી પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાગવાની જાહેરાતના પગલે દેશ વિરોધી તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.