Abtak Media Google News

ગાંધીધામના સપનાનગરના બે મકાનમાં તેમજ પડાણા પાસે કારમાં દારૂના હેરાફેરી સમયે ત્રાટકી સ્થાનિક પોલીસે એક જ દિવસમાં ત્રણ દરોડા પાડી કુલ રૂ.21.26 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે બુટલેગરોને દબોચી લીધા છે. પડાણા પાસે બુટલેગર પોલીસને જોઇ કાર મૂકી નાશી ગયો હતો જ્યારે એક મુખ્ય આરોપી હાજર મળ્યો ન હતો. પોલીસે દરોડામાં 1830 બોટલ દારૂ મળી કુલ રૂ.27.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે સપનાનગર અને પડાણામાં ત્રણ સ્થેળ દરોડા પાડી 1830 બોટલ દારૂ કબ્જે કર્યો : એક ફરાર

આ અંગે બી-ડિવિઝન પોલીસની પ્રાથમિક વિગતો મુજબ વહેલી સવારે જ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે જુદી જુદી ટીમો બનાવી ત્રણ દરોડા પાડ્યા હતા. જેમાં પ્રથમ સપનાનગરના મકાન નંબર ડી159માં દરોડો પાડી રૂ.12,95,400 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 666 બોટલ અને રૂ.72,000 ની કિંમતના બિયરના 720 ટીન મળી કુલ રૂ. 13,67,400 ની કિંમતના દારૂ-બિયર સાથે મુળ રાજસ્થાનના રમેશ ખેમારામ ગોરને પકડી લીધો હતો. રમેશની પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો સપનાનગરના જ ઇ162 નંબરના મકાનમાં રહેતો અકરમ અહેમદ સિપાઇ રાખી ગયો હોવાનું જણાવતાં પોલીસે અકરમના મકાનમાં દરોડો પાડતાં ત્યાંથી રૂ.7,22,400 ની કીંમતના વિદેશી દારૂની 384 બોટલો સાથે અકરમ અહેમદ સિપાઇના ભાઇ નેકમહમ્મદ અહેમદભાઇ સિપાઇને પકડી આ ગુનામાં ઉપયોગ થયેલું છોટા હાથી વાહન કબજે કર્યું હતું.

ત્રીજી ટીમે પડાણા પાસે અજમેરી હોટલ સામે રહેતો અકબર રમજુ સોઢાની કારમાં વિદેશી દારૂ લઇ અજમેરી હોટલ પાસે આવવાની ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવેલી હતી તે દરમિયાન કાર આવતાં પોલીસને જોઇ આરોપી અકબર ગલીગૂચીનો કાર મૂકી નાસી ગયો હતો. કારની તલાશી લેતાં તેમાંથી રૂ.27,000 ની કિંમતનઓ વિદેશી દારૂની 60 બોટલો મળી આવતાં કાર સહિત રૂ. 4,27,000 નો મુદ્દામાલ જપ્ત કરી અકબર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.આમ એક જ દિવસમાં ત્રણ દરોડામાં પોલીસે 1830 બોટલ દારૂ મળી કુલ રૂ.27,26,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.