Abtak Media Google News

બહુમતી છતાં કોંગ્રેસ પાસેથી સત્તાનો કોળીયો ઝૂંટવાઇ જશે?

જામ કલ્યાણપુર તાલુકા પંચાયત ની ચુંટણી જેટલી ચર્ચા માં રહી  હતી તેના કરતાં સત્તા પર કોણ બેસશે તે વધુ ચર્ચિત બન્યું છે ને અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે કોંગ્રેસ ને બહુમતી હોવા છતાં કોંગ્રેસ ના બે વિજેતા સભ્યો ભૂગર્ભ માં જતા રહેતા હોવાની ચર્ચા થી કોઈ ગેમ ખેલાયો હોય તેવું નકારી ન શકાય.

વાત એમ છે કે તાજેતર માં યોજાયેલ તાલુકા પંચાયત ની ચૂંટણી માં જામ કલ્યાણપુર તાલુકા પંચયત ની ટોટલ 24 સીટ હોય જે માં  ભાજપ ને 11 તેમજ કોંગ્રેસ ને 13 સીટ ઉપર વિજય થયેલ .બહુમતી માટે પર્યાપ્ત સીટ કોંગ્રેસ બનાવવાં સફળ થયેલ જેમાં સહુ થી મોટો ફાળો ભાટીયા નો કહી શકાય .જેમાં ભાટીયા જિલ્લા પંચાયત ની સીટ તેમજ ભાટીયા ની  તાલુકા પંચાયત ની ત્રણેય સીટ પર કોંગ્રેસ નો ભવ્ય વિજય થયેલ.

કાલે એટલે કે 17 તારીખે તાલુકા પંચાયત ની સત્તા ની તાજપોસી થવાની છે ત્યારે કોંગ્રેસ ના જ બે વિજય થયેલ ઉમેદવારો ત્રણ ચાર દિવસો થી ભૂગર્ભ માં જતા રહેતા હોવા ની અનેક અટકળો લાગી રહી છે ત્યારે તા.17 ના રોજ તાલુકા પંચાયત માં બહુમતી સાબિત કરવાની હોય ત્યારે હાલ જામ કલ્યાણપુર તાલુકા પંચાયત માં કોંગ્રેસ સત્તારૂઢ બનશે કે મોઢે આવેલ કોળિયો જુટવાય જાય છે તે હવે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.