Abtak Media Google News

ઉપપ્રમુખ પદે ભારતીબેન જુંગી અને કારોબારી ચેરમેન તરીકે શૈલેષભાઇ જોષીની નિમણુંક

પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ હોદેદારોના નામ માટે લોકોમાં આતુરતા જોવા મળતી હતી. ત્યારે આજે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોના નામ પર મંજુરીની મહોર વાગી ચૂકી છે. પોરબંદર નગરપાલિકામાં છાંયા નગરપાલિકાને ભેળવ્યા બાદ પ્રથમ વખત પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં બાવન બેઠકોમાંથી 4પ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. ત્યારબાદ પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી માટે નામોનું લીસ્ટ પાલર્ામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં નામોની પસંદગી થયા બાદ નગરપાલિકા કચેરી ખાતે જનરલ બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રમુખ તરીકે બિનહરીફ સરજુભાઈ કારીયાને વિધીવત રીતે તાજ પહેરાવવામાં આવ્યો હતો. તો ઉપપ્રમુખપદ માટે ભારતીબેન જુંગીની વરણી કરવામાં આવી હતી અને શૈલેષભાઈ જોષીની એકઝીકયુટીવ કમીટીના ચેરમેન તરીકે તેમજ દંડક તરીકે પાયલબેન બોખીરીયા અને પક્ષાના નેતા તરીકે વિશાલ બામણીયાની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ, ઉપપ્રમુખ સહીતના હોદેદારોના નામ જાહેર થતા જ ભાજપ અગ્રણીઓ મોટી સંખ્યામાં પાલિકા કચેરી ખાતે ઉમટી પડયા હતા. આ તકે ભાજપના મહિલા અગ્રણી ડોકટર ચેતનાબેન તિવારી તેમજ પંકજભાઈ મળઠીયા, અશોકભાઈ મોઢા અને ભલાભાઈ મૈયારીયા સહિતનાઓએ હોદેદારોને પુષ્પગુચ્છ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. તો આ તકે નવા રીવર ફ્રન્ટ અને સી વ્યુ શોપીંગ મોલ સહીત પોરબંદરના વિકાસના કામો હાથ ધરવા અંગે હોદેદારોએ ખાતરી આપી હતી. પોરબંદરમાં અત્યારસુધીમાં 4 ડઝનથી પણ વધારે પ્રમુખો અને વહીવટદારો શાસન સંભાળી ચૂકયા છે. ત્યારે પોરબંદર અને છાંયા બન્નેને સંયુકત નગરપાલિકા બનાવી દીધા બાદ પ્રથમ પ્રમુખ બનવાનું બહુમાન સરજુભાઈ કારીયાને ફાળે ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.