Abtak Media Google News

સાધુવાસવાણી રોડ પર પાંચ સટ્ટાબાજની ધરપકડ બંને દરોડામાં ૮૦ હજારનો મુદામાલ કબ્જે

આઇપીએલ ટૂર્નામેન્ટ દરમિયાન ક્રિકેટનો સટ્ટો રમી રાતોરાત ધનપતિ બનાવાના સપના જોતા બાબરીયા કોલોનીના બે શખ્સો અને સાધુવાસવાણી રોડ પર પાંચ શખ્સોને ક્રિકેટનો સટ્ટો રમતા પોલીસે ધરપકડ કરી રુ.૮૦ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાબરીયા કોલોની શેરી નંબર ૪માં રહેતા સિકંદર ઉર્ફે સિકલો ઇકબાલ પીંજારા અને આરિફ ઇકબાલ પીંજારા નામના શખ્સોને રાજસ્થાન રોયલ અને પંજાબ વચ્ચે રમાતી ટી-૨૦ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, એએસઆઇ વિજયસિંહ ઝાલા, ચેતનસિંહ ચુડાસમા અને સામતભઆઇ ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડી બંને શખ્સોને ટીવી, છ મોબાઇલ અને રોકડ મળી રૂ.૩૫,૫૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

જયારે સાધુવાસવાણી રોડ પર ક્રિષ્નાપાર્ક શેરી નંબર ૧માં રહેતા અલ્પેશ નટુભાઇ ઝાલાવાડીયાના મકાનમાં ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. કે.કે.જાડેજા અને સિધ્ધરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી અલ્પેશ ઝાલાવાડીયા, સાગર રમણીક પટેલ, રવિ વેકરીયા, અર્જુનસિંહ જાડેજા અને પડધરીના રાજુ ભરવાડ નામના શખ્સોને .રુ ૪૬ હજારના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.