Abtak Media Google News

નવરંગ નેચર કલબ, ઓસમ નેચર એન્ડ એડવેન્ચર સ્પોર્ટસ એકેડમી અને સદભાવના વૃધ્ધાશ્રમનું સંયુકત આયોજન: આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે

નવરંગ નેચર કલબ, ઓસમ નેચર એન્ડ એડવેન્ચર સ્પોર્ટસ એકેડેમી જેતપૂર અને સદભાવના વૃધ્ધાશ્રમના સંયુકત ઉપક્રમે આગામી રવિવારે પાટણવાવનાં ઓસમ પર્વત ખાતે બે દિવસ અને એક રાત્રીની પ્રકૃતિ અનુભુતિ શિબિરનું આયોજન કરાયું છે. જે અંગેની વિગત આપવા આયાજેકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Advertisement

શિબિરમાં વન પરિભ્રમણ વખતે પક્ષીદર્શન, જેમાં પક્ષીનાં રંગો, તેની ખાસીયત, ઉપયોગીતા વિગેરેની માહિતી આપવામાં આવશે અને પર્વતમાં વનકેડી પર આવતી વનસ્પતિની ફઓળખ તેની ઉપયોગીતા અને બાહ્ય દેખાવથી દૂરથી ઝાડને કેમ ઓળખી શકાય તેની વિસ્તૃત સમજણ આપવામાં આવશે. રાત્રે ઓસમ પર્વત ઉપરથી આકાશદર્શન, જેમાં નરી આંખે દેખાતા તારાઓ ગ્રહોની માહિતી આપવામાં આવશે.

બીજે દિવસે સવારમાં પર્યાવરણ ચિંતન બેઠકનું આયોજન છે. જેમાં આવતા ચોમાસામાં સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે શું કરવું જોઈએ? તેની ચર્ચા અને અમલવારીનું આયોજન કરાશે.

વરસાદી પાણીધરતીમાં ઉતારવા માટે લોકોને આ અતિ જરૂરી કામમાંમેલ કરવા શું કરવું? અને પાણીનો કરકસર ભર્યો ઉપયોગ અને પાણીનો વારંવાર વપરાશ કેવી રીતે કરી શકાય તેની સમજણ આપવામાં આવશે.

સૌરાષ્ટ્રની નદીઓનાં બંને કાંઠે બે કીમી. વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષો રોપાય અને નહિ બચાવોની ઝુંબેશમાં ખેડુતો અને વિદ્યાર્થીઓને જોડવાની કામગીરીનું આયોજન થશે.દરેક ખેતર વાડી એ પક્ષીઓ માટે એકલાઈન જુવાર કે બાજરો વવાય તે માટે રામકી ચીડીયા રામકા ખેતની ઝુંબેશથી માહિતગાર કરાશે. કાર્યક્રમમાં જોડાવા પ્રો. શૈલેષભાઈ બુટાણી મો. ૯૯૦૯૨૩૦૨૩૦નો સંપર્ક કરી નામ નોંધણી કરાવવાનું રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે વી.ડી.બાલા, ડો. પ્રો. શૈલેષભાઈ બુટાણી, વિજયભાઈ ડોબરીયા, ઉર્વેશભાઈ પટેલ. કિશોરભાઈ મકવાણા અને અંકુલભાઈ ડાંગરીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.