Abtak Media Google News

માછીમારી દરમિયાન દરિયામાંથી કેમિકલ ભરેલો પાંચ લીટરનો કેરબામાં દારૂ સમજી નશો કરતા બે યુવાને જીવ ગુમાવ્યો: પોલીસમાં દોડધામ

પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં કેમિકલને દારુ સમજી સાત જેટલા યુવકોએ નશો કરતા બે યુવાને જીવ ગુમાવ્યા છે. અને પાંચને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સુભાષનગર વિસ્તારના  અન્ય શખ્સો કેમિકલ ગટગટાવે નહી તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથધરવામાં આવી છે.

આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના સુભાષનગર વિસ્તારના યુવકા માચ્છીમારી કરવા ગયા ત્યારે તેમને દરિયામાંથી કેમિકલ ભરેલુ કેમ મળ્યું હતું તે પોરબંદર લાવી ગત તા.2 ઓગ્સટના રોજ માચ્છીમાર  સુરેશ ઉર્ફે સુપડુ બોઘાભાઇ જેબર નામના 35 વર્ષના યુવાન અને વિઠ્ઠલ સીદી પરમાર નામના 0 વર્ષના પ્રૌઢ, જયેશ હરજી ચામડીયા, રવિ ભીમજી, કિશોર લાલજી ચામડીયા, વિજય કરશન સલેટઅને મુકેશ હીરા જેબર નામના માચ્છીમારોએ  પાંચ લિટરીયા કેનમાં દારુ હોવાનું સમજીને માચ્છીમારો પોરબંદર લાવ્યા બાદ એક સાથે સાત જેટલા યુવકોએ દારુની મહેફીન યોજી દારુ સમજીને ઝેરી કેમિકલ ગટગટાવી લેતા સાતેય યુવકોને ઝેરી અસર થઇ હતી.

તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સુરેશ ઉફેઈ સુપડુ જેબર અને વિઠ્ઠલ સીદી પરમારનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ છે. મૃતકોની સાથે કેમિકલનો નશો કરનાર પાંચેય યુવકની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. દરિયામાંથી મળી આવેલા કેમિકલને અન્ય માચ્છીમારો દારુ સમજીને પીવે નહી તે માટે પોલીસ સ્ટાફ સુભાષનગર વિસ્તારમાં દોડી ગયા હતા અને કેમિકલ ભરેલુ કેન કબ્જે કર્યુ છે. કેમિકલ કર્યા પ્રકારનું છે તે અંગેની તપાસ કરવા પોલીસે એફએસએલની મદદ લીધી છે.

પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના સિધ્દા માર્ગ દર્શન હેઠળ પોલીસ સ્ટાફે ઝેરી કેમિકલ અંગે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. અંગે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.