Abtak Media Google News

પેટ્રોલ પંપના સંચાલકોએ ઉઘાડી લુંટ ચલાવી, રૂા.100 માં લીટર પેટ્રોલ વેચ્યું

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત સરકાર દ્વારા વાયુ વાવાઝોડા અંગેની ચેતવણીઓ અને તંત્રને ખડેપગે રાખેલ હોય તથા લોકોને સલામત સ્થળોએ ખસેડવાનું મહાઅભિયાન કરેલ હોય અને લોકોને વાવાઝોડામાં જાનમાલની નુકશાન ઓછામાં ઓછી થાય તેવા આશયથી સરકારી તંત્ર દ્વારા જોર લગાવેલ હતું. પરંતુ થોડો ઘણો પવન અને સુસવાટા વચ્ચે વાવાઝોડુ તો અત્યાર સુધી રાજુલા જાફરાબાદમાં આવેલ નથી. પરંતુ તેની અસરના કારણે રાજુલા-જાફરબાદમાં વરસાદ બે ઇંચ જેટલો વરસેલો છે. તેમજ આ પવન અને વરસાદમાં રાજુલા-જાફરાબાદમાં થોડા ઘણા અંશે ઝાડ, મકાનોના પતરા: નળીયાઓ અને ઇલેકટ્રીક થાંભલાઓ કેટલીક જગ્યાએ પડેલ છે તેમજ વિજ તારો પડવાના પણ બનાવ બનેલ છે.

Advertisement

તેમજ જાફરાબાદના નિચાણવાળા વિસ્તારના લોકો તંત્ર દ્વારા સલામતિ ખાતર સ્કુલોમાં લાવવામાં આવેલ જેમાં ગઇકાલે 4000 જેટલા લોકોને આશ્રય આપેલ હતો અને આ તમામ ચાર હજાર લોકોને નાસ્તો, જમવાની બપોરે અને રાત્રે વ્યવસ્થા તેમજ નાના બાળકોને નાસ્તા વ્યવસ્થા, જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ કોમલબેન સરમણભાઇ બારૈયા તેમજ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને કોળી સમાજના પ્રમુખ એવા કરણભાઇ બારૈયા દ્વારા તેમજ નગરપાલિકાના ચીફ ઓફીસર સ્ટાફ ગણ અને નગરપાલિકાના સદસ્યો તેમજ કોળી સમાજના યુવાનો અને મારુતિ ગ્રુપ જાફરાબાદ દ્વારા ચાર હજાર લોકોની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરેલ હતી. અને સુવિધા આપેલ હતી અને હાલમાં પણ સાત સો (700) હજુ પણ સ્કુલ અને માઘ્યમિક શાળામાં આશ્રય લઇ રહેલ છે.રાજુલા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને પવનના કારણે થોડા ઘણા અંશે ઝાડ, મકાનના નળીયાઓ તેમજ પતરાઓ ઉંડી જવાના બનાવો બનેલ છે. અને રાજુલા મામલતદાર કચેરી અને એસડીએમ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં ફુડ પેકેટ તથા નાસ્તીની વ્યવસ્થ્ાઓ કરવામાં આવેલ હતી.

તેમજ રાજુલા-જાફરાબાદમાં આવેલા ઉઘોગો દ્વારા પણ લોકો ઉપયોગી કામગીરી કરેલ હતી. જેમાં સીન્ટેક્ષ કંપની દ્વારા 3000 જેટલા ફુડ પેકેટો જાફરાબાદ મામલતદારના હસ્તે વિતરણ કરવા માટે આપવામાં આવેલ હતા.

બીજી એક મહત્વની હકિકત એવી બહાર આવેલ છે કે, જીલ્લા કલેકટર દ્વારા અગમચેતીના પગલાના ભાગરુપે અને વાવાઝોડાના સમયે પેટ્રોલ, ડીઝલનો પુરવઠો બહારથી  ન આવે તેવા સમયે પેટ્રોલ, ડીઝલ મળે રહે તે આશયથી પેટ્રોલ પંપો પરથી વેચાણ  30 જેટલા પંપો બંધ કરાવેલ તેનો ફાયદો કાળા બજારીયાઓ દ્વારા ઉઠાવવામાં આવેલ અને રૂા 100/- નું એક લીટર પેટ્રોલનું વેચાણ રાજુલામાં થયેલ હોવાનો ચોકાવનાર બનાવ બનતા લોકોમાં રોષ ફેલાયેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.