Abtak Media Google News

રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય અને જામનગરમાં 16 સ્થળે જુગારના દરોડા: રૂા.5.26 લાખની રોકડ સાથે 145 શકુનીની ધરપકડ

ભીમ અગિયારસ નીમીતે રમાતા જુગાર પર પોલીસે દરોડા પાડી રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય અને જામનગરમાં જુગાર અંગે 16 સ્થળે દરોડો પાડી રૂા.5.26 લાખની રોકડ સાથે 145 શખ્સોની ધરપકડ કરી છે.

રાજકોટ શહેરમાં જુગાર અંગે પોલીસે છ સ્થળે દરોડા પાડી રૂા.3 લાખની રોકડ સાથે 67 શખ્સોની ધરપકડ કરી છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા રામનગરના રામ મંદિર પાસેના ચોરામાં જુગાર રમતા ચેતન ધીરૂ વેકરીયા, ભાવેશ ગોરધન વેકરીયા, અરવિંદ બમુ ડોબરીયા, ઘનશ્યામ છગન બોઘરા, સાગર ગણેશ વિરાણી, નિલેશ બાબુ ડોબરીયા, ગૌતમ જેન્તી ડોબરીયા, વિશાલ ભરત વેકરીયા, પરાગ ડોબરીયા, ભરત રાઘવ વિરાણી, દિનેશ દામજી ડોબરીયા, પ્રકાશ શામજી પીપળીયા, નિલેશ વલ્લભ વિરાણી, ગૌતમ જેન્તી ગૌસ્વામી, દિલીપ વેકરીયા, અનિલ બાબુ વેકરીયા, કેતન રઘુ પીપળીયા, આશિષ ધાનેજા, મોનીલ જેન્તી ડોબરીયા, ભાવેશ ગોવિંદ બોઘરા સહિત 27 શખ્સોને રૂા.98630ની રોકડ સાથે ઝડપી લીધા છે.

મોરબી રોડ પર રેલવે ફાટક પાસે રાજલક્ષ્મી એવન્યુમાં જુગાર રમતા દિવ્યેશ પ્રવિણ પીપરીયા, અમિત કિશોર સોજીત્રા, મનીષ ભીખા વાડોદરીયા, હિતેશ કલ્યાણ સભાડીયા, રીન્કીન પરસોતમ સંખારવા, ચિરાગ રમણીક મેદપરા, યોગેશ કલ્યાણ સભાડીયા, ભરત જાદવ અને અશ્ર્વિન ભીમજી મેદપરા નામના શખ્સોને રૂા.107500ની રોકડ સાથે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ પી.એમ.ધાખડા, એએસઆઈ વિજયસિંહ ઝાલા અને પ્રતાપસિંહ ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી ધરપકડ કરી છે. જ્યારે ક્રાઈમ બ્રાંચે બીજો દરોડો આ જ સોસાયટીમાં પાડી જેન્તી ગોબર રાઠોડ, વિનોદ જશવંત રીબડીયા, દેવજી ગગજી બાહુકીયા, સાગર ભીખા ચૌહાણ, દિનેશ કાનજી બાબરીયા, ભલા દેહગામા અને નિલેશ શામજી રાણવા નામના શખ્સોને ઝડપી રૂા.29180ની રોકડ કબ્જે કરી છે.

ઠેબચડા ગામે જુગાર રમતા મનીષ લીંબા પટેલ, રોહિત ભીખા કાકડીયા, મહેશ હરદાસ પટેલ, જયેશ રમેશ સોલંકી, નિલેશ ભીખા ખુંટ, ઉર્વેશ હરસુખ ચાવડા, ભાયલાલ નાથા સાકરીયા, દિનેશ નાનજી કટેસીયા, સંજય પ્રવિણ કરસાણી નામના શખ્સોની ધરપકડ કરી રૂા.43300ની રોકડ કબ્જે કરી છે. વાલ્મીકીવાસમાં જુગાર રમતા દિપક જેસીંગ જાડેજા, ભરત માવજી વાણીયા, સંજય જેન્તી મકવાણા, સાગર હસમુખ વાઘેલા અને સુરેશ ગોવિંદ બારૈયા નામના શખ્સોને પ્ર.નગર પોલીસે જુગાર રમતા ઝડપી રૂા.6700ની રોકડ કબ્જે કરી છે.

ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે જુગાર રમતા પ્રતાપ જગજીવન સોની, ગોરધન પટેલ, અરજણ રણછોડ, ભાવીન નટુ પટેલ, લાલજી ભીમા પટેલ, નિરંજન મોહન સોની, બાબુ તળાવીયા, પંકજ ગોરધન, ભરત બચુ, કલ્પેશ સંગુ અને હરીશ ટપુ સહિત 11 શખ્સોની ધરપકડ કરી રૂા.26840ની રોકડ કબ્જે કરી છે. જ્યારે વિરનગરની સીમમાં ભગવાનજી પટેલની વાડીમાં જુગાર રમતા વાડી માલીક વિપુલ ભગવાનજી રાદડીયા, કૌશીક જગદીશ રાદડીયા, ભુપત ધીરૂ રાદડીયા, ધ્રુવિક ભરત રાદડીયા, વિપુલ લખમણ બરવાડીયા, મુકેશ મનસુખ રાદડીયા, વિપુલ રમેશ રાદડીયા, જયસુખ હરી રાદડીયા સહિત 8 શખ્સોની ધરપકડ કરી રૂા.17 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આટકોટ નજીક સાણથલી ગામની સીમમાં જુગાર રમતો મહેશ ખોળા સીરોયા, ભરત નાગજી, રમેશ ગોરધન ધામેલીયા, કિશોર રામજી પટેલ અને જેન્તી વશરામ પટેલ સહિત છ શખ્સોની ધરપકડ કરી રૂા.11600 કબ્જે કર્યા છે.

જેતલસર ગામે જાહેરમાં જુગાર રમતા રાહુલ રઘુ ભરવાડ, હિતેશ ભરવાડ, અંકીજ બીજલ ભરવાડ, વિરમ ખીમજી વરૂ, કમલેશ ચના ભરવાડ, પરેશ ધુસા ભરવાડ, રમેશ સવજી ભરવાડ અને ઉમેશ શૈલેશ કોળીની ધરપકડ કરી રૂા.23450નો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેમજ જેતપુર શહેરના દાતારનગરમાં જાહેરમાં જુગાર રમતા નિતીન કેશુ, ભરત મનસુખ વઘાસીયા, વિપુલ નટુ રીબડીયા, હરસુખ વિરજી રાઠોડ, મજીત આદમ મકવાણા, અશ્ર્વીન ચના તળાવીયા, ગોવિંદ નટુ રીબડીયા અને પૂંજા નાથા ફુગરવાની ધરપકડ કરી રૂા.17000 કબ્જે કર્યા છે. જેતપુર શહેરના ચંદન પ્રિન્ટ કારખાનાની પાસે જાહેરમાં ચાર શખ્સોની ધરપકડ કરી રૂા.5 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. લોધીકા તાલુકાના ચિભડા ગામે મનસુખ નંદાસીયા નામના મકાનમાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા મનસુખ નંદાસીયા, ભરત નંદાસીયા, ભાવેશ વાઘેલા, નિલેશ ચાવડા, કિશોર નંદાસીયા, સીવો વાઘેલા, જગદીશ પુરી ગોસાઈ, શામજી મકવાણા અને સવદાસ ચના વાઘેલાની ધરપકડ કરી રોકડ અને મોબાઈલ મળી રૂા.33300નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જામનગરના કાલાવડ અને જામજોધપુરના ભીમ અગિયારસ નિમીતે જુગાર રમતા 23 શખ્સોને પોલીસે રૂા.93 હજારની રોકડ સાથે ધરપકડ કરી છે.

જામજોધપુર ઈસ્કોન રેસીડેન્સીમાં રહેતા સોનલબેન ધનજીભાઈ નામની કુંભાર મહિલા પોતાના ઘરે જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતી સોનલબેન ધનજીભાઈ કુંભાર, વિજયભાઈ મનસુખભાઈ કડીયાવર, ભરત ઉર્ફે ભુટા કાના આહિર, પ્રતિક મણી લોહાણા અને મુળુ શ્યામળા ગઢવી નામના શખ્સોને રૂા.70980ની રોકડ સાથે ધરપકડ કરી છે.

જ્યારે કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામે જાહેરમાં જુગાર રમતા મનસુખ નાનજી પટેલ, મોહન પ્રેમજી મુછડીયા, નિલેશ ચંદ્રકાંત પંડયા, રવજી મનજી મુછડીયા, પદુભા નાનભા પરમાર અને બોદુ હસન પટ્ટણી નામના શખ્સોને રૂા.10150ની રોકડ સાથે ધરપકડ કરી છે. કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામે પોલીસે જુગાર અંગે બીજો દરોડો પાડી પ્રવિણ પોપટ ખાંટ, સંજય કરશન પરમાર, જગદીશ દલા ભરવાડ, જયેશ દીનેશ સોલંકી, પરબત જીણા વાઘેલા, મુન્ના તખા વાઘેલા, શૈલેશ ચતુર વાઘેલા, ભુપત ધનજી ખાંટ, છવા ચતુર વાઘેલા, દિલીપ ભાવુ ખાટ, પ્રવિણ રતા ઠાકોર નામના શખ્સોને રૂા.11780ની રોકડ સાથે ઝડપી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.