Abtak Media Google News

લાલપર ગામે લોડરના વ્હીલ નીચે આવી જતા કિશોરનું અને બે ટ્રક વચ્ચે દબાઈ જતા  કલીનરનું મોત

અબતક,રાજકોટ

મોરબી જિલ્લામાં બે સ્થળે માર્ગ  અકસ્માતમાં  બે ના મોત નિપજયા છે. જેમાં મોરબી તાલુકાના  લાલપર ગામે કારખાનામાં  લોડરનું  વ્હીલમાં આવી જતા માસુમનું અને બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમા ચાલકનું મોત નિપજયું છે.

વધુ વિગત મુજબ મુળ બિહારના  અને હાલ મોરબીના લાલપર ગામે પાયોનીયર સીરામીકના કારખાનામાં  કામ કરતા મીથલેશ ચંદ્રીકા ચૌહાણનો  15 વર્ષિય  પુત્ર છોટી રમતો ંહતો ત્યારે લોડરનાં વ્હીલમાં  આવી જતા મોત નિપજયું હતુ. જયારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે આવેલ ગ્રેસ્ટોન સીરામીક  કારખાનામાં  જી.જે.12 બીએકસ  3433 નંબરનાં ક્ધટેનરના પાછળનો દરવાજો બંધ કરતા રાજીવ રંજન ત્યારે જી.જે. 36 વી  482 નંબરનાં  ટ્રકના ચાલક રિવર્સ લેતા રાજીવ  રંજન દબાઈ જતા  ગંભીર ઈજા પહોચતા મોત નિપજયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.